પ્રેરણા એટલે શ્વેતા તિવારી તેની પર્સનલ લાઇફ જેટલી ખરાબ રહી છે એટલી જ સ્ક્રીન પર સફળ રહી છે. શ્વેતા તિવારી જીવન માં બે વાર લગ્ન કરી ચૂકી છે અને ઘણી વખત પતિ થી પણ અલગ થઈ ગઈ છે. તેણી જ્યારે બીજા પતિ થી અલગ થઈ છે ત્યાર થી તે ચર્ચા માં છે. તેનો પતિ અભિનવ કોહલી છેલ્લા એક વર્ષ થી તેની ઉપર ઘણા ગંભીર આક્ષેપો કરી રહ્યો છે.
તેના પતિ અભિનવ કોહલી એ શ્વેતા પર આરોપ લગાવતા શ્રેણીબદ્ધ વિડિઓ શેર કરી છે કે તે તેના પુત્ર ને એક હોટલ માં છોડી દે છે અને તેને જાણ કર્યા વિના દક્ષિણ આફ્રિકા ગઈ છે. હવે પહેલીવાર શ્વેતા તિવારી એ આ બધા આરોપો પર મૌન તોડ્યું છે. શ્વેતા એ તેના પતિ ને જવાબ આપ્યો છે. શ્વેતા એ કહ્યું કે અભિનવ રેયાંશ ની સંભાળ લેવા પૈસા મોકલતો નથી.
View this post on Instagram
આની આગળ શ્વેતા એ એક ખાનગી વેબસાઇટ ને કહ્યું હતું કે, નીકળતા પહેલા મેં અભિનવ કોહલી ને ફોન પર કહ્યું હતું કે હું દક્ષિણ આફ્રિકા જઇ રહી છું. રેયાંશ ની સંભાળ રાખવા માટે મારી માતા, મારા સગા સંબંધી અને પલક છે. આ સિવાય હું શૂટિંગ દરમિયાન વીડિયો કોલ પર રેયાંશ સાથે હંમેશાં સંકળાયેલ રહીશ. આ સાથે, આ અભિનેત્રી એ કહ્યું કે, હાઈકોર્ટ ના આદેશ મુજબ, તે રોજ સાંજે એક કલાક માટે રેયાંશ સાથે ફોન પર વાત કરે છે.
હાઈકોર્ટે તેમને માત્ર અડધો કલાક નો સમય આપ્યો છે. પરંતુ તે તેના કરતા વધુ લાંબી વાતો કરે છે અને અમે પણ તેને કશું કહેતા નથી. આ સાથે શ્વેતા એ અભિનવ પર આરોપ પણ લગાવ્યો હતો કે તે બાળક ને ઉછેરવા માં એક રૂપિયા ની પણ મદદ કરતો નથી. હું રેયાંશ અને એની નાની સાથે દક્ષિણ આફ્રિકા જવા માંગતી હતી, પરંતુ અભિનવ તૈયાર નહોતો. ખબર નથી કે તેનો એજન્ડા શું છે. હવે તે કહી રહ્યો છે કે તે જાણતો નથી કે તેનો પુત્ર ક્યાં છે.
અભિનવ કોહલી એ પોતાના વીડિયો માં લોકો ની મદદ માંગી હતી અને શ્વેતા પર ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. આ પછી તેણે શ્વેતા સામે એફઆઈઆર નોંધવા ના પ્રયત્ન કર્યાં. તેણે લોકો ને તેના પુત્ર ને શોધવા મદદ કરવા કહ્યું. શ્વેતા તિવારી શુક્રવારે રિયાલિટી શો, ખતરો કે ખિલાડી 11 માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થઈ ત્યારે તેણે આ વીડિયો રજૂ કર્યો હતો.
આ વીડિયો માં અભિનવ કોહલી એ કહ્યું હતું કે છેલ્લી વખત તેણે જ્યારે તેમના પુત્ર સાથે વાત કરી હતી, ત્યારે તે થોડો બીમાર હતો અને તે કોરોના વાયરસ ના વાતાવરણ માં તેના પુત્ર વિશે ખૂબ જ ચિંતિત છે. તે જાણીતું છે કે શ્વેતા તિવારી એ વર્ષ 2013 માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ પછી, તેમની વચ્ચે ઝઘડો થયો હતો. શ્વેતા એ અભિનવ પર ઘરેલું હિંસા ના આરોપ સાથે છૂટાછેડા લીધા હતા. વર્ષ 2019 માં બંને અલગ થઈ ગયા હતા. આ બંને નો પુત્ર 4 વર્ષનો છે, જેનું નામ રેયાંશ છે. આ પહેલા શ્વેતા એ તેના પહેલા પતિ રાજા ચૌધરી પર પણ ઘરેલું હિંસા નો આરોપ લગાવ્યો હતો. તેને પહેલા પતિ થી પલક તિવારી નામ ની પુત્રી છે.