મુંબઇ: પ્રખ્યાત ગાયક અરિજિત સિંઘની માતા કોરોના પોઝિટિવ હતા, તેમને હાલમાંજ જ ગંભીર હાલતમાં કોલકાતાના ધકુરિયાની અમરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 17 મેના રોજ તેમનો કોવિડ અહેવાલ પણ નેગેટિવ આવ્યો. પરંતુ બે દિવસ પછી, કોરોનાથી સંબંધિત કોમ્પ્લિકેશન ના કારણે તેમનું મૃત્યુ થયું.
અરિજિત સિંહની માતા અદિતિ સિંહને એપ્રિલના અંતમાં કોલકતાની આમરી હોસ્પિટલમાં કોરોના ચેપને કારણે દાખલ કરવામાં આવ્યા હતા અને 19 મેના રોજ બ્રેઇન સ્ટ્રોકને કારણે તેમનું અવસાન થયું હતું. અદિતિ સિંહ 52 વર્ષના હતી.
કોલકાતાથી એબીપી ન્યૂઝ સાથે વાત કરતાં ફિલ્મના નિર્દેશક શ્રીજીત મુખર્જીએ અરિજિત સિંહની માતા અદિતિ સિંહના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે, “અરિજિત, મેં અને ઉદ્યોગના કેટલાક લોકોએ તેને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા. પણ અમને દિલગીર છે કે તે તેની માતાને બચાવી શક્યો નહીં. “બુધવારે સેરેબ્રલ (મગજ) ના સ્ટ્રોકના કારણે તેમનું અવસાન થયું.”
ફિલ્મનિર્દેશક શ્રીજીત મુખર્જીએ અરિજિત સિંહની માતા અદિતિ સિંહના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે, “અરિજિત, મેં અને ઉદ્યોગના કેટલાક લોકોએ તેમને બચાવવા માટે ખૂબ જ પ્રયાસ કર્યા. પણ અમે દિલગીર છે કે તે તેમની માતાને બચાવી શક્ય નહિ. “બુધવારે સેરેબ્રલ (મગજ) ના સ્ટ્રોકના કારણે તેમનું અવસાન થયું.”
જણાવી દઈએ કે અરિજિતની માતાના અવસાન પછી આજે સવારે તેમના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કોલકાતાથી મુર્શીદાબાદ લઈ જવામાં આવ્યો હતો.