કોહલીની પોસ્ટને કારણે ફેમસ થઇ બાળકી, તોશીએ માન્યો આભાર

Please log in or register to like posts.
News

સિંગર તોશી અને શારિબે આ વીડિયો અંગે વાત કરતો એક વીડિયો ફેસબૂક પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તોશી અને શારિબે કહ્યું કે, ‘અમારી નાનકડી ભાણેજ માટે દેશવાસીઓના મનમાં જે ચિંતા છે, એ જાણીને આનંદ થયો અને હું સૌનો ખૂબ આભાર માનું છું. હું વિરાટ કોહલીનો પણ આભાર માનું છું, તેમની જગ્યાએ હું હોત તો કદાચ હું પણ આવી જ પ્રતિક્રિયા આપત. મારી સૌને અપીલ છે કે, આ મુદ્દો અહીં જ પૂરો કરવો જોઇએ. હયા આજકાલ જ્યાં પણ જાય છે, લોકો તેના ફોટો લે છે અને તેની સાથે સેલ્ફી પડાવે છે. તે હજુ ખૂબ નાની છે આ બધું સમજવા માટે, તેને ખબર નથી પડતી કે લોકો આવું શા માટે કરી રહ્યાં છે. માટે હું લોકોને વિનંતી કરું છું કે આવું ન કરે.’

તોશી અને શારિબે વિરાટનો આભાર માન્યો

તોશીએ કરી હતી કોહલીની આલોચના

આ પહેલાં તોશીએ વિરાટ કોહલી અને અન્ય ખેલાડીઓએ આ વીડિયો પર તેમણે આપેલ પ્રતિક્રિયા બદલ તેમની આલોચના કરી હતી. નોંધનીય છે કે, આ વીડિયો પોસ્ટ કરતાં કપ્તાન કહોલી અને અન્ય ખેલાડીઓએ બાળકીની માતાના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું અને બાળકીને ભણાવવાની રીતની ટીકા પણ કરી હતી. આ અંગે તોશીએ હિંદુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં કહ્યું હતું કે, ‘આ વીડિયો મારી ત્રણ વર્ષની ભાણેજ હયા ખાનનો છે. આ વીડિયો હયાની માતા દ્વારા જ લેવામાં આવ્યો હતો, તે પોતાના પતિ અને ભાઇને આ વીડિયો થકી દેખાડવા માંગતી હતી કે હયા કેટલી નટખટ અને તોફાની થઇ ગઇ છે. હયા ખૂબ તોફાની છે અને બાળકોને શિસ્ત શીખવાડવું જરૂરી હોય છે. જે લોકો આ વીડિયો જોઇ બાળકીની માતાની ટીકા કરી રહ્યાં છે, તેમને બાળકી કે તેની માતા વિશે કોઈ જ જાણકારી નથી.’

હયા ખૂબ જિદ્દી છે

‘હયા ખૂબ નટખટ અને જિદ્દી છે. તમને ખબર જ હશે કે જ્યારે પણ માતા-પિતા કે વડીલ બાળકોને ભણાવવા બેસે ત્યારે કેટલાક બાળકો રડવા માંડે છે. જેથી વડીલ તેમને ભણાવે નહીં અને રમવા જવા દે. આ પણ એવી જ એક નોર્મલ ઘટના છે. વીડિયોમાં હયા રડતી દેખાય છે, પરંતુ એનો અર્થ એ નથી અમે એને પ્રેમ નથી કરતાં. એ અમારા સૌની લાડકી છે.’

મજાકમાં બનાવવામાં આવ્યો હતો વીડિયો

તોશી અનુસાર, આ વીડિયો બાળકીની માતાએ મજાકમાં બનાવ્યો હતો અને ફેમિલીના વોટ્સઅપ ગ્રૂપમાં શેર કર્યો હતો. તેમને ખ્યાલ પણ નહોતો કે વીડિયો આટલો વાયરલ થઇ જશે અને લોકો એની પર પોતાની આવી પ્રતિક્રિયા આપશે. તોશીએ આગળ કહ્યું હતું કે, ‘દરેક ઘરમાં બાળકો હોય છે અને તેમની જિદ્દ જુદા-જુદા પ્રકારની હોય છે. ઘરના લોકોને જ એના સ્વભાવની ખરી જાણકારી હોય છે. કોઇ પણ માતાની મમતાને અને તેના બાળક પ્રત્યેના પ્રેમને આ રીતે જજ ન કરી શકાય.’

Source: One India Gujarati

Advertisements

Comments

comments