આજે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલિવૂડને કડક સ્પર્ધા આપી રહી છે. ટોલીવુડ મૂવીઝ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં જોવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં માત્ર દક્ષિણની ફિલ્મો જ આગળ રહે છે. આવી સ્થિતિમાં, આ ફિલ્મોમાં જોવા મળતી દક્ષિણ ભારતીય અભિનેત્રીઓ કમાણીની બાબતમાં કેવી રીતે પાછળ રહી શકે. હા, સાઉથની ઘણી અભિનેત્રીઓ આજે બોલીવુડની અભિનેત્રીઓ જેટલી જ ફી લે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને સાઉથ ની એવી હસીનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ કોઈ ફિલ્મ કરવા માટે મસમોટી ફી ચાર્જ કરે છે.
1. અનુષ્કા શેટ્ટી
અભિનેત્રી અનુષ્કા શેટ્ટીને ઓળખની કોઈ જરૂર નથી. બાહુબલી ફિલ્મથી ચર્ચામાં આવેલી આ અભિનેત્રીના કરોડો ચાહકો છે. તેલુગુ અભિનેત્રી અનુષ્કા ટોલીવુડમાં લિંગ, રૂદ્રમાદેવી, સિંઘમ 2, ભાગમતી વગેરે ફિલ્મો માટે જાણીતી છે. તમને જણાવી દઈએ કે અનુષ્કા શેટ્ટી તેની એક ફિલ્મ માટે 2.5-3 કરોડ રૂપિયા લે છે. દક્ષિણની અભિનેત્રીઓની ફીની તુલનામાં આજે અનુષ્કાની ફી સૌથી વધુ છે.
2. પ્રિયમણી
પ્રિયમણી ઘણા વર્ષોથી ટોલીવુડ (દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ) પર શાસન કરી રહી છે. તે તામિલ તેલુગુ અને કન્નડ તેમજ મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં જોવા મળી છે. તમિલ ફિલ્મ અભિનેત્રી પ્રિયમાનીને વર્ષ 2007 માં પેરુતિવીરન ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આટલું જ નહીં, પ્રિયમણીને વિવિધ ભાષાઓની ફિલ્મો માટે ત્રણ વખત બેસ્ટ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. પ્રિયમણી આજે ટોચની તેલુગુ અભિનેત્રી છે અને તેની દરેક ફિલ્મ માટે 2.5 થી 3 કરોડ લે છે.
3. કાજલ અગ્રવાલ
મુંબઈમાં જન્મેલી કાજલ અગ્રવાલે દક્ષિણ તેમજ બોલિવૂડમાં ઘણી સફળ ફિલ્મો આપી છે. કાજલે ટોલીવુડમાં જોસેફ વિજય, રામચરણ તેજા, પ્રભાસ અને અલ્લુ અર્જુન જેવા ઘણા સુપરસ્ટાર્સ સાથે ફિલ્મો કરી છે. કાજલ બોલિવૂડ ફિલ્મ ‘સિંઘમ’ માટે અને ટોલીવુડમાં એતિહાસિક ફિલ્મ ‘મગધિરા’ માટે જાણીતી છે. તે તેની દરેક ફિલ્મ માટે 1 થી 1.5 કરોડ સુધીનો ચાર્જ લે છે.
4. સમન્તા રૂથ પ્રભુ
સાઉથ જગતની આ સુંદર હસીનાની ફિલ્મોમાં ઘણી માંગ છે. તેણે સાઉથના મોટાભાગના બધા જ દિગ્ગજ સિતારાઓ સાથે ફિલ્મો કરી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સમન્થા સાઉથના હેન્ડસમ અભિનેતા નાગા ચૈતન્યની પત્ની તથા સુપરસ્ટાર નાગાર્જુનની વહુ છે. દક્ષિણ ભારતીય અભિનેત્રી સમન્થા તેની એક ફિલ્મ કરવા માટે આશરે 1 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
5. હંસિકા મોટવાણી
નાનપણથી જ ‘શકા લાકા બૂમ બૂમ’ શોથી સ્ક્રીન પર ડેબ્યું કરનાર હંસિકા નાનપણથી જ સુંદર છે. નાના પડદેથી એન્ટ્રી લીધા બાદ હંસિકાને બોલિવૂડમાં કોઈ ખાસ ફિલ્મો મળી નહોતી પરંતુ દક્ષિણ ફિલ્મ ઉદ્યોગમાં, તેણે તેની સુંદરતાથી દરેકનું દિલ જીતી લીધું છે અને આજે તે એક સફળ દક્ષિણ ભારતીય અભિનેત્રી તરીકે જાણીતી છે. હંસિકા દક્ષિણની અનેક ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી છે. જેમાંથી પુલી, અરનમનાઇ, સિંઘમ 2, વિલન વગેરે ફિલ્મો તેની જાણીતી ફિલ્મો છે. તમને જણાવી દઈએ કે હંસીકા એક ફિલ્મથી 75 લાખથી 1 કરોડની કમાણી કરી છે.