સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ

Please log in or register to like posts.
News

કહેવાય છે એક ઉંમર પછી માણસ ની સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બદલે છે…
તો થોડો પ્રકાશ એના પર..

પાણી તો એ બીસ્લેરી નું પીવે છે,
અને અણબોલાયેલા શબ્દો ની સમક્ષ બેફામ વેડફે છે..

પારકા પ્રત્યે સદાચાર તો દાખવે છે,
પણ શુ પોતાનાઓ પ્રત્યે નો પ્રેમ વધારે છે..?

જીવન માં પ્રગતિ તો કરે છે,
પણ શું વ્યવહાર મા સદગતિ કરે છે..?

બીજા પ્રત્યે દયા દાખવે છે,
અને પોતાના સ્વાર્થ માટે એનો જ ફાયદો ઉઠાવે છે..

જીવન માં થતા ઉતાર ચડાવ માં,
બીજા ની સલાહ તો લે છે,

પણ કેમ એ વ્યક્તિ અણગમો રાખે છે..
વ્યવહારુ જીવન તો બદલે છે,
પણ આ જીવન કેટલા ને ઉપયોગી થયું એ જુવે છે..?

લોકો ની માણસાઈ નો લાભ ઉઠાવતો માણસ
એકલતા ની સીડી એ આગળ વધે છે,
અને કહે છે

“આપણું પણ કાઈક સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ હોઈ ને !”

Comments

comments