મળો સચિન તેંડુલકરના સૌથી મોટા ચાહકને…

Please log in or register to like posts.
News

આવો મળીઍ સચિનના સૌથી મોટા ચાહક, ફેનને….

ક્રિકેટ જોવાનો શોખ હોય તો , પોતાના આખા શારીર તિરંગો દોરેલો, છાતી પર સચિન તેંડુલકર લખેલું અને આખી મેચ દરમિયાન થાક્યા વગર સતત તિરંગાને લહેરાવતો અને શંખ ફૂકતો એક માણસને તમે જરૂર જોયો હશે. આ ચાહક ઍટલે સુધીરકુમાર ચૌધરી.

સચિનનો વિશ્વનો સહુથી મોટો ચાહક કોણ ? જવાબ છે બિહારનાં મુઝફરપુરનો સુધીરકુમાર. છેલ્લા ૧૨ વાર્ષમાં ભારતીય ક્રિકેટ ટીમ જ્યાં જ્યાં રમી છે ત્યાં ત્યાં આ ચાહક તિરંગો લઈને હાજર રહ્યો છે. જો કે તે સચિન તેડુલકર નો ચાહક છે. પણ તેની નિવૃત્તિ બાદ આ ચાહક ભારતીય ટીમને પણ સતત પ્રોત્સાહન આપવા ગમે ત્યાં પહોચી જાય છે.

 

ક્રિકેટના આ ચાહકને એકવાર સચિનમાં પોતાના ભગવાનના દર્શન થયા અને બસ ત્યારથી સચિન જ્યાં જ્યાં જાય છે આ ચાહક ત્યાં ત્યાં પહોચી જાય છે. વાત ર૦૦રની છે. સચિન ત્યારે જમશેદપુર મેચમાં હતો અને આ ચાહક મુઝફરપુરમા હતો. પ્રશ્ન હતો કે સચિન જ્યાં રમતો હતો ત્યાં મેચ જોવા જાવું કેવી રીતે?  એ સમસ્‍યા હતી પણ આ પ્રસંશકની દિવાનગી કંઇક જુદી જ હતી એટલે તે સાયકલ પર પહોંચ્‍યો. 

 ર૦૦૩માં ફરી પોતાના ભગવાન એવા સચિન તેડુંલકરને મળવાની ઇચ્‍છા જાગૃત થઇ આવી ફરી જવું કઇ રીતે એ સમસ્‍યા આવી ફરી ૧૮ દિવસનો પ્રયાસ કરી મુંબઇ પહોંચ્‍યો. સચિનને હોટલ પર મલ્‍યો. ક્રિકેટના ભગવાન એવા સચિનને તેનામાં સાચા ભકતનાં દર્શન થયા એટલે સચિને પણ આ ચાહક ને પોતાના ઘરે આવાવાનું આમંત્રણ આપી દીધું. બસ અહીંથી શરૂ થયો મૈત્રીનો દોર. પછી તો દરેક મેચ માટે સચિન તેડુંલકર તેમના માટે સ્‍પેશ્‍યલ પાસની વ્‍યવસ્‍થા કરે અને તેને મેચના સ્‍થળે પહોંચડવા માટે બધુ કરે. આવી દિવાનગી વચ્‍ચે સુધીરકુમારે ર૭૧ કરતા વધારે વન ડે, ૪૬ કરતા વધારે ટેસ્‍ટ, ૩૬ કરતા વધારે  ટવેન્‍ટી ટવેન્‍ટી, ૬૩ કરતા વધારે આઇપીએલ ચેમપીયનશીપ અને ૩ રણજી ટ્રોફી મેચ જોઇ છે.  સચિન આપીએલમા મુંબઈની ટીમ સાથે સંકળાયેલો છે એટ્લે આજે આ ચાહક પણ મુંબઇની ટીમને જ સપોર્ટ કરે છે.

 

જોકે આટલું કરવા  આ ચાહકે પોતાની જિંદગીમાં ખોયુ પણ ખૂબ છે. સુધીર કુમારે ક્રિકેટ અને સચિન પ્રત્‍યેના પ્રેમને કારણે ગ્રેજયુએશન સુધીનો અભ્‍યાસ છોડ્યો. અનેક વાર નોકરી પણ છોડી. સચિન પ્રત્યેનો પ્રેમ ઓછો ન થાય એટલે લગ્ન પણ ન કર્યા. આજે પણ આ ચાહક સચિનને મિસ કોલ કરે એટલે સચિન અચૂક સામો ફોન કરે છે.

મીડિયાવાળા પણ આ ચાહકને સાચો ફેન માને છે. ક્રિકેટ કે સચિનના ચાહકો અનેકવાર આ ચાકહને આર્થિકમાદદ કરવા આગળ આવ્યા છે પણ આ ચાકહ આર્થિક માદદ લેવાની ના પડી દે છે. ઉલ્લેખનીય છે છે આ ચાહકની સ્થિતિ સારી નાથી. છતાં તેનો પ્રેમ પૈસા નહિ સચિન અને ક્રિકેટ છે. સચિનને ભગવાન માનતા આ ચાહકને આખી ક્રિકેટ ટીમ ઓળખે છે અને માન આપે છે. સચિન માટે ત્રણ ત્રણ નોકરી ગુમાવનાર આ પ્રસંશકને સચિને વારંવાર રોકડા રૃપિયાની મોટી રકમની ઓફર કરી પણ તેણે સ્વીકારી નહિ. સચિન જ નહિ પણ ધોનીએ પણ તેના એકાઉન્ટ નંબર માંગી આડકતરી મદદની કરી હતી પણ આ ચાહકે તેની પણ ઠુકરાવી દીધી.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે પણ દરેક મેચની ટીકિટ આ ચાહક ને મળી રહે અને સરળતાથી વીઝા પણ મળી રહે તે માટેની બધી જ સગવડ સચિને કરી આપી છે.

 

Source: Sadhana

Advertisements

Comments

comments