સની દેઓલ પહોંચ્યો પાકિસ્તાન બોર્ડર, BSF જવાનો સાથે લડાવ્યો પંજો, લગાવ્યા ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ ના નારા

સની દેઓલ તેની ફિલ્મ ‘ગદર 2’ ની રિલીઝ પહેલા બોર્ડર પર સૈનિકો સાથે સમય વિતાવતો જોવા મળ્યો હતો. આ અવસર પર તેની બીએસએફ જવાનો સાથે પંજા ની લડાઈ થઈ હતી અને ખૂબ જ ડાન્સ અને ગાવા નું હતું. આ બધા પછી સની દેઓલ માતા તનોટ મંદિર પહોંચ્યો, જ્યાં તેણે દેવી ના આશીર્વાદ લીધા.

Sunny Deol At Border to promote Gadar 2

સની દેઓલ અને અમીષા પટેલ ની ફિલ્મ ‘ગદર 2’ આવતા અઠવાડિયે 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ ની રીલિઝ પહેલા સની દેઓલ પાકિસ્તાન બોર્ડર પર પહોંચ્યો હતો જ્યાં તેણે માત્ર દેશ ના જવાનો ને જ નહી પરંતુ તનોટ માતા ના મંદિરની મુલાકાત પણ લીધી હતી. આ અવસરે પાકિસ્તાન બોર્ડર પર ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ હૈ, ઝિંદાબાદ થા અને ઝિંદાબાદ રહેગા’ ના નારા ગુંજી ઉઠ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

22 વર્ષ બાદ સની દેઓલ અને અમીષા પટેલ ફરી એકવાર મોટા પડદા પર ક્રોસ બોર્ડર સ્ટોરી લઈને આવી રહ્યા છે. સની દેઓલ પોતાની આગામી ફિલ્મ ના પ્રમોશન માટે BSF જવાનોને મળવા રાજસ્થાન પહોંચ્યો હતો. કલાકારો હાલ માં ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત છે અને ભારતીય સૈનિકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી.

ગદર 2ના પ્રમોશન માટે બોર્ડર પર સની દેઓલ

Sunny Deol At Border to promote Gadar 2

અહીં અભિનેતાએ ભારતીય સૈનિકો સાથે વાતચીત કરી અને તેની જૂની ફિલ્મ ‘બોર્ડર’ના ટુચકાઓ પણ યાદ કર્યા. સની દેઓલ BSF જવાનો સાથે પંજો લડાવ્યો હતો. આ પ્રસંગ ની તસવીરો અને વીડિયો અત્યારે ખૂબ જ ચર્ચા માં છે.

સની દેઓલ નવી ટેક્નોલોજી ગન સાથે જોવા મળી રહ્યો છે

Sunny Deol At Border to promote Gadar 2

જવાનો એ સની દેઓલ સાથે ખૂબ એન્ટરટેઈન કર્યું અને તેમણે એક્ટર માટે એક ગીત પણ ગાયું, જેને સાંભળીને તે ડાન્સ કરવા લાગ્યો. સની એ આ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કર્યા છે. વીડિયો માં સની દેઓલ નવી ટેક્નોલોજી ગન સાથે જોવા મળી રહ્યો છે અને એક ઓફિસર તેને તેના વિશે માહિતી આપતો જોવા મળી રહ્યો છે.

સની દેઓલ તનોટ માતા ના મંદિરે પહોંચ્યા, આશીર્વાદ લીધા

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

સની એ માતા ના મંદિર નો એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે ચુન્ની પહેરી ને દેવી ના દર્શન કરવા જતો જોવા મળી રહ્યો છે. તેણે આ સૈનિકો ને પોતાનો પરિવાર ગણાવ્યો અને લખ્યું કે તેમની સાથે સમય વિતાવ્યા બાદ તે દર્શન કરવા મંદિર પહોંચ્યા.