સુરતઃ લાભપાંચમથી વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું બાંધકામ થશે શરૂ

Please log in or register to like posts.
News

66 લાખ સ્ક્વેર ફૂટમાં 11 ટાવર બનાવાશે, USમાં 45 લાખ અને દુબઇમાં 50 લાખ સ્ક્વેર ફૂટનું બાંધકામ

વિવિધ દેશોમાં તૈયાર ડાયમંડ બુર્સની સરખામણીએ મોટો પાર્ક સુરતમાં

સુરત: સ્માર્ટ સિટી અંતર્ગત શહેરમાં તૈયાર થનારા ડાયમંડ બુર્સનું બાંધકામ આગામી આગામી લાભપાંચમના દિવસથી શરૂ કરાશે. ડાયમંડ સિટી તરીકે પ્રખ્યાત સુરત શહેરના ખજોદ ખાતે વિશ્વના સૌથી મોટા 66 લાખ સ્ક્વેર ફૂટના ડાયમંડ બુર્સનું બાંધકામ સરસાણા ખાતે અંદાજિત રૂ.2400 કરોડના ખર્ચે કરાશે.

વિવિધ દેશોમાં તૈયાર ડાયમંડ બુર્સની સરખામણીએ મોટો પાર્ક સુરતમાં

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ પટેલના જણાવ્યા અનુસાર, આગામી 25 ઓક્ટોબરને લાભપાંચમના દિવસે ડાયમંડ બુર્સના બાંધકામનો શુભારંભ કરાશે. સમગ્ર ડાયમંડ બુર્સના બાંધકામનો કોન્ટ્રાક્ટ પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ નામની પબ્લિક લિમિટેડ કંપનીને આપવામાં આવ્યો છે. અત્યાર સુધી વિવિધ દેશોમાં તૈયાર ડાયમંડ બુર્સની સરખામણીએ તેનાથી મોટો પાર્ક સુરતમાં તૈયાર થશે.

કોઇ પણ પ્રકારનો નફો લીધા વગર કોસ્ટ ટુ કોસ્ટ જગ્યા ફાળવાશે

પ્રત્યેક ઓફિસ ટાવર એક બીજાથી કનેક્ટ હશે અને તેમાં ડાયમંડ બિઝનેસમેન માટે બેન્કિંગ, કસ્ટમ, હાઇ સિક્યુરિટી, કાર્ગો, કસ્ટમ ક્લિયરન્સ સર્વિસ સહિતની તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવાશે. ડાયમંડ બુર્સમાં જે કોઇ ઉદ્યોગકારોને ઓફિસ જગ્યા વેચાણથી આપવામાં આવી છે તે તમામ પાસેથી કોઇ પણ પ્રકારનો નફો લીધા વગર કોસ્ટ ટુ કોસ્ટ જગ્યા ફાળવાશે.

ડાયમંડ બુર્સનું બાંધકામ આગામી લાભપાંચમના દિવસથી શરૂ કરાશે

વિશ્વના સૌથી મોટા 66 લાખ સ્ક્વેર ફૂટના ડાયમંડ બુર્સનું બાંધકામ સરસાણા ખાતે અંદાજિત રૂ.2400 કરોડના ખર્ચે કરાશે

બાંધકામનો કોન્ટ્રાક્ટ પીએસપી પ્રોજેક્ટ લિમિટેડ નામની પબ્લિક લિમિટેડ કંપનીને આપવામાં આવ્યો છે

કોઇ પણ પ્રકારનો નફો લીધા વગર કોસ્ટ ટુ કોસ્ટ જગ્યા ફાળવાશે

ડાયમંડ બિઝનેસમેન માટે બેન્કિંગ, કસ્ટમ, હાઇ સિક્યુરિટી, કાર્ગો, કસ્ટમ ક્લિયરન્સ સર્વિસ સહિતની તમામ સેવાઓ ઉપલબ્ધ

ડાયમંડ બુર્સમાં જે કોઇ ઉદ્યોગકારોને ઓફિસ જગ્યા વેચાણથી આપવામાં આવી છે

અંદાજિત રૂ.2400 કરોડનો ખર્ચ કરાશે

Souce: Divyabhaskar

Advertisements

Comments

comments