Site icon Jo Baka

સુરતમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા પટેલ યુવકનું ઝેર પીને મોત થતા પટેલ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ…

ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર સરથાણા ખાતે આવેલ લસકાણા પોલીસ ચોકીની પાછળ ભોલારામ સોસાયટીમાં રહેતા રત્ના કલાકારે પ્રેમ પ્રકરણમાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રેમિકાની અન્ય યુવક સાથે સગાઈ થઈ ગઈ હતી તેથી યુવક ખૂબ જ માનસિક તણાવવામાં આવી ગયો હતો અને તેને ઝેરી દવા પીને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ ધાર્મિક પ્રવીણભાઈ ઇટાલીયા હતું અને તેની ઉંમર 27 વર્ષની હતી.

ધાર્મિક મૂળ ભાવનગર જિલ્લાના વતની અને મીની બજાર ભોજલરામ સોસાયટીમાં રહેતો હતો. ધાર્મિક હીરા ઘસીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે ધાર્મિક ઇટાલીયા પોતાની બાઈક પર સવાર થઈને લસકાણા પોલીસ ચોકીની પાછળ નહેર પાસે પહોંચી ગયો હતો. ત્યાં ધાર્મિકે ઝેરી દવા પી લીધી હતી.

ત્યારબાદ ધાર્મિકે આ ઘટનાની જાણ પોતાના કાકાને કરી હતી. ઘટનાની માહિતી મળતા ધાર્મિકના કાકા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ધાર્મિકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન ધાર્મિક ઇટાલિયાનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને સરથાણા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, છેલ્લા ઘણા સમયથી ધાર્મિક ઇટાલીયા ખૂબ જ તણાવ માં રહેતો હતો. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોની પૂછપરછ કરી હતી, ત્યારે તેમને જણાવ્યું હતું કે ધાર્મિક એક યુવતીના પ્રેમમાં હતો.

પરંતુ તે યુવતીનો સંબંધ બીજે નક્કી થઈ ગયો હતો. તેથી ધાર્મિક ખૂબ જ તણાવવામાં રહેવા લાગ્યો હતો. જેના કારણે ધાર્મિકે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હશે. ધાર્મિકે આ પગલું ભર્યું તે પહેલા એક વિડિયો પણ બનાવ્યો હતો. હાલમાં તે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Exit mobile version