Site icon Jo Baka

એક વર્ષના બાળકને રખડતા કૂતરાએ ફાડી ખાધું, એક આંખ અને 100 ટાંકા લેવા પડ્યા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

સુરતમાં રખડતા કૂતરાનો આતંક વધતો જાય છે. તાજેતરમાં જ, એક વર્ષના બાળકને રખડતા કૂતરાએ એવી રીતે ફાડી ખાધ્યું કે તેના ચહેરાની હાલત દયનીય બની ગઈ. કડોદરા પલસાણા રોડ પરના એક કન્સ્ટ્રક્શન સાઇટ પર સૂતેલા બાળકને કૂતરાએ ફાડી ખાધ્યું હતું. બાળકના રડવાનો અવાજ સાંભળી શ્રમિકોએ તેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા.

સ્મીમેરના તબીબોએ ચાર કલાક સુધી સર્જરી કરીને બાળકનો જીવ બચાવ્યો, પરંતુ તેની એક આંખ કાઢવી પડી અને ચહેરા પર 100 ટાંકા લેવા પડ્યા. સ્મીમેર હોસ્પિટલના સર્જન પ્લાસ્ટિક વિભાગના ડો. વુપિલે જણાવ્યું કે, “અમને ઓપરેશન દરમિયાન બાળકની એક આંખ કાઢવી પડી છે. સાથે જ તેના ચહેરા પર 100 ટાંકા લેવા પડ્યા હતા. અમે લગભગ ચાર કલાક સુધી સર્જરી કરી હતી.”

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

બાળકનો ચહેરો હવે આજીવન વિકૃત થઈ ગયો છે. ડો. વુપિલે વધુમાં કહ્યું, “ઓપરેશન બાદ પણ બાળકનો ચહેરો એવો થઈ ગયો છે કે તે પણ બતાવી શકાય તેમ નથી. તેથી અમે તેનો ચિત્ર બ્લર કરીને જ બતાવ્યું છે.”

આ ઘટનાએ સુરતમાં રખડતા કૂતરાઓના પ્રશ્નને ફરીથી ઉઠાવી દીધો છે અને તંત્રની બેદરકારી પર પ્રકાશ પાડ્યો છે. રખડતા કૂતરાઓના આતંકથી નાગરિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે, જ્યાં સુધી સરકાર રખડતા કૂતરાઓના પ્રશ્નનો ગંભીરતાથી સામનો નહિ કરે, ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ બનતી રહેશે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

Exit mobile version