દોસ્તો તમિલનાડુના મદુરાઈમાં MScમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રિચાર્જેબલ સોલાર બાઇક વિકસાવવાનો દાવો કર્યો છે. વિદ્યાર્થીનો દાવો છે કે મુસાફરી દરમિયાન તેની બેટરી આપોઆપ ચાર્જ થઈ જાય છે.
ધનુષ કુમાર નામના આ છોકરાએ કહ્યું, ‘મારી બહેનને સરકાર તરફથી મળેલી સાયકલને મેં ઈ-બાઈકમાં બદલી નાખી. આ ઈ-બાઈક 40 કિલોમીટર સુધીની મુસાફરી કરી શકે છે અને બેટરી 20 કિલોમીટરમાં સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે.
Tamil Nadu | An MSc student in Madurai claims to have developed a rechargeable solar bike; says its battery gets automatically charged during ride
I converted bicycle my sister got from govt to e-bike. It can travel up to 40kms & battery gets fully charged in 20kms:Dhanush Kumar pic.twitter.com/TYOXghu2v7
— ANI (@ANI) March 24, 2022
ધનુષે પોતે આ ઈ-બાઈક ડિઝાઈન કરીને તૈયાર કરી છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ધનુષ મદુરાઈની એક કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે ડિઝાઈન કરેલી સૌર ઉર્જાથી ચાલતી ઈ-બાઈક 40 કિમી સુધીની મુસાફરી કરી શકે છે.
ધનુષ કુમારની ગણતરી એ છે કે આ ઈ-બાઈકની બેટરી માટે વપરાયેલી વીજળીનો ખર્ચ પેટ્રોલની કિંમત કરતા ઘણો ઓછો છે. 50 કિમી સુધીની મુસાફરી માટે 1.50 રૂપિયાનો ખર્ચ થાય છે. આ બાઇક 30-40 કિમીની ઝડપે દોડી શકે છે. વળી મદુરાઈ જેવા શહેરની અંદર આ બાઇક ચલાવવા માટે આ સ્પીડ પૂરતી છે.