whatsapp માં થયા મોટા ફેરફાર, આવા જોરદાર છે તેના ફાયદા

Please log in or register to like posts.
Article

વોટ્સએપએ લોન્ચ કર્યું તેનુ બીટા વર્ઝન. આમા ઘણા ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

વોટ્સએપમાં થયેલા બદલાવ

વોટ્સએપમાં એક મોટો બદલાવ થયો છે. પહેલા વોટ્સએપ ફોનમાં 10MB જગ્યા રોકતુ હતુ હવે તે ઘટીને માત્ર 6MB જ રોકશે . આ સાથે બીજો મોટો બદલાવ પણ આવ્યો છે. જેમાં તમે જ્યારે પણ વોટ્સએપ નંબર બદલશો તો આનું એક નોટીફિકેશન મળશે જેમાં પુછવામાં આવશે કે આ નંબર તમે તમારા મોબાઈલમાં રહેલા બધા કોન્ટેકટ નંબરો સાથે શેર કરવા માંગો છો કે પસંદગીના નંબરને મોકલવા માંગો છો. આ સિવાય કંપનીએ વોટ્સએપમાં આવેલી નાની-નાની ખામીઓ દૂર કરવા માંટે 473 ફાઈલો પર કામ કર્યુ છે.

આ રીતે જુઓ કોણે જોયુ તમારુ વોટ્સએપ પ્રોફાઈલ

વોટ્સએપ પ્રોફાઈલ કોણે જોયુ તે ચેક કરવા માટે ફોનમાં Whats Tracker નામની એપ ઈન્સટોલ કરવી પડશે. આ એપને tamazons નામની કંપનીએ બનાવી છે. જો તમારે આ એપને ઈન્સટોલ કરવી હોયતો તમારુ એનડ્રોઈડ વર્ઝન 4.1 અથવા તેનાથી ઉપર હોવુ જરૂરી છે. આ એપ બઘા મોબાઈલમાં અલગ-અલગ જગ્યા રોકે છે. આ એપની મદદથી બીજા વોટ્સએપ યુઝર્સના લોકેશનની પણ ખબર પડી શકે છે. પરંતુ એના માટે પણ એક શર્ત છે કે તમે જેનુ લોકેશન જોવા માંગો છો એના મોબાઈલમાં પણ Whats Tracker નામની એપ ઈન્સટોલ હોવી જોઈએ અને તેના ફોનમાં GPS ઓન હોવુ જોઈએ.

આ એપ પ્રો અને પેઈડ બન્ને વર્ઝનમાં આવે છે. પ્રો વર્ઝનમાં 7 દિવસ પહેલા કોણે જોયુ હોય એની જાણકારી મળી શકે છે. જ્યારે પેડ વર્ઝનમાં પ્રોફાઈલ કોણે ઓપન કરી અને ક્યારે ઓપન કરી તે જાણી શકીએ છીએ. પેઈડ વર્ઝનમાં જણકારી જોવા માટે યુઝર્સને 130 રૂપિયા ચૂકવવા પડશે. ત્યારે પ્રો વર્ઝન ફ્રી છે. ઘણી વાર એવુ બને છે કે વોટ્સએપ સ્ટેટસ લાંબા હોય છે અને ફોર્વર્ડ કરતી વખતે તે શોર્ટ દેખાય છે, જેના કારણે પણ યુઝર્સ તમારી પ્રોફાઈલ ચેક કરતા હોય છે. તમારી પ્રોફાઇલ કોણે જોઈ તમે આ એપ્લિકેશનથી જાણી શકશો.

Source: Sandesh

Advertisements

Comments

comments