આ 10 સ્ટાર્સ પોતાનો ધર્મ છોડી ને મુસ્લિમ બન્યા, કેટલાકે પ્રેમ થી તો કેટલાકે મજબૂરીમાં ઇસ્લામ સ્વીકાર્યો

અભિનય ની દુનિયા માં કામ કરતા સ્ટાર્સ ને તમામ પ્રકાર ના પાત્રો ભજવવા ના હોય છે. તેમનો ધર્મ ગમે તે હોય, તેમને દરેક ધર્મ ની ભૂમિકાઓ ઓફર કરવા માં આવે છે અને તેઓ તેને ભજવે છે. જોકે રિયલ લાઈફ માં એવા ઘણા સેલેબ્સ આવ્યા છે જેમણે પોતાનો ધર્મ છોડી ને બીજો ધર્મ અપનાવ્યો છે. આજે અમે તમને આવા જ કેટલાક સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અભિનય ની દુનિયા માં ધર્મ બદલવો એ સામાન્ય બાબત છે. ઘણા સેલેબ્સે ધર્મ બદલ્યો છે. આજે અમે તમને એવા કેટલાક કલાકારો વિશે જણાવી રહ્યા છીએ જેમણે પોતાનો ધર્મ છોડી ને એક અથવા બીજા કારણોસર ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને મુસ્લિમ બની ગયા. તો ચાલો જાણીએ આવા જ કેટલાક સ્ટાર્સ વિશે.

રાખી સાવંત

‘ડ્રામા ક્વીન’ તરીકે જાણીતી રાખી સાવંત હિંદુ હતી પરંતુ હવે તેને મુસ્લિમ કહેવા માં આવી રહી છે. કારણ એક મુસ્લિમ પુરુષ સાથે લગ્ન કર્યા છે. તેણે જુલાઈ 2022 માં બિઝનેસમેન આદિલ દુર્રાની સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા અને વર્ષ 2023 માં સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. નિકાહ પછી રાખી નું નામ ફાતિમા પડ્યું અને તે મુસ્લિમ બની ગઈ.

અમૃતા સિંહ

amrita singh and saif ali khan

80 અને 90 ના દાયકા ની પ્રખ્યાત અભિનેત્રી અમૃતા સિંહે પ્રેમ ખાતર પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. મૂળ રીતે શીખ ધર્મ સાથે સંબંધ ધરાવતી અમૃતા એ વર્ષ 1991 માં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ માટે તેણી એ શીખ માંથી મુસ્લિમ બની હતી. જોકે સૈફ અને અમૃતા ના લગ્ન વર્ષ 2004 માં તૂટી ગયા હતા.

સરોજ ખાન

saroj khan

સરોજ ખાન નું સાચું નામ નિર્મલા નાગપાલ હતું. પછી જ્યારે તેણે પોતાનો ધર્મ બદલ્યો ત્યારે તેનું નામ સરોજ ખાન પડ્યું અને તે મુસ્લિમ બની ગઈ.

કરીના કપૂર ખાન

અભિનેત્રી કરીના કપૂરે વર્ષ 2012 માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા અને તેણે સૈફ નો મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો. આ સાથે તેમના નામ સાથે ખાન સરનેમ ઉમેરવામાં આવી હતી.

મહેશ ભટ્ટ

mahesh bhatt

ફેમસ ડિરેક્ટર મહેશ ભટ્ટે લગ્ન માટે પોતાનો ધર્મ બદલી નાખ્યો હતો. તેના પહેલા લગ્ન કિરણ સાથે થયા હતા અને જ્યારે તેણે અભિનેત્રી સોની રાઝદાન સાથે બીજી વાર લગ્ન કર્યા હતા, ત્યારે તેણે આ માટે પોતાનો ધર્મ બદલવો પડ્યો હતો.

શર્મિલા ટાગોર

sharmila tagore

શર્મિલા ટાગોર તેમના સમય ની પ્રખ્યાત અભિનેત્રી રહી છે. તેણે વર્ષ 1968 માં પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મન્સૂર અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. લગ્ન બાદ તેનું નામ પણ બદલાઈ ગયું હતું.

વિવિયન ડીસેના

વિવિયન ડીસેના એક પ્રખ્યાત ટીવી અભિનેતા છે. તેણે હાલમાં જ ખુલાસો કર્યો છે કે જીવન માં શાંતિ માટે તેણે વર્ષ 2019 માં ઈસ્લામ કબૂલ કર્યો હતો.

આયેશા ટાકિયા

બોલિવૂડ ની કેટલીક ફિલ્મો માં કામ કરનાર આયેશા ટાકિયા વર્ષ 2009 માં ફરહાન આઝમી સાથે લગ્ન કર્યા બાદ મુસ્લિમ બની હતી. આ સાથે તે બોલિવૂડ થી પણ દૂર હતી.

દીપિકા કક્કર

ટીવી ની જાણીતી અભિનેત્રી દીપિકા કક્કરે તેના પ્રથમ લગ્ન તૂટ્યા બાદ તેના કો-સ્ટાર શોએબ ઈબ્રાહિમ સાથે લગ્ન કર્યા બાદ ઈસ્લામ અંગીકાર કર્યો અને તેનું નામ પણ બદલાઈ ગયું.

એ આર રહેમાન

હિન્દી સિનેમા ના પ્રખ્યાત ગાયક અને સંગીતકાર એ.આર. રહેમાન પહેલા મુસ્લિમ ન હતા. તેમનું સાચું નામ દિલીપ કુમાર છે. પાછળ થી તે મુસ્લિમ બન્યો અને તેનું નામ એઆર રહેમાન (અલ્લા રખા રહેમાન) પડ્યું.