ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં એવા ઘણા સ્ટાર્સ છે જે હંમેશા પોતાના અભિનય ની સાથે સાથે વિવાદો અને વિરોધાભાસી નિવેદનો ને કારણે લાઈમલાઈટ માં રહે છે. તેને તેની ફિલ્મી કરિયર ની સાથે અંગત જીવન માં પણ આનો માર સહન કરવો પડ્યો છે. આજે આ લેખ માં આપણે બોલીવુડ ના આવા 7 સેલેબ્સ વિશે જાણીશું. જેમના પર ધાર્મિક ભાવનાઓ ને ઠેસ પહોંચાડવા નો આરોપ છે.
1) શાહરૂખ ખાન
ફિલ્મ ઝીરો ના ટ્રેલર લોન્ચ દરમિયાન શાહરૂખ ખાન ની આ ફિલ્મ ચર્ચા માં આવી હતી. વાસ્તવમાં શાહરૂખે ફિલ્મ ના સીન માં કિરપાણ પહેરી હતી. જેના કારણે શીખ સમુદાય માં રોષ ની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ફિલ્મના આ સીન ને હટાવવો પડ્યો હતો.
2) આમિર ખાન
આમિર ખાન ની પ્રખ્યાત ફિલ્મ પીકે ને લઈને પણ મોટો વિવાદ થયો હતો. હકીકત માં, ફિલ્મ દરમિયાન તેણે ભગવાન શિવ નું અપમાન કર્યું હતું. જેના કારણે હિન્દુ સંગઠનો એ પોતાની નારાજગી નોંધાવી હતી.
3) અભિષેક બચ્ચન
View this post on Instagram
અભિષેક બચ્ચન ની ફિલ્મ ‘લુડો’ દરમિયાન પણ ઘણો હંગામો થયો હતો. વાસ્તવ માં, ફિલ્મ ના એક દ્રશ્ય માં, ભગવાન શિવ અને માતા કાલી નો પોશાક પહેરેલા બે લોકો અભિષેક ની કાર ને ધક્કો મારતા બતાવવામાં આવ્યા હતા. જે બાદ ઘણા હિન્દુ સંગઠનો એ જુનિયર બચ્ચન વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો.
4) દીપિકા પાદુકોણ
ફિલ્મ ‘પદ્માવત’ દરમિયાન પણ નિર્દેશક સંજય લીલા ભણસાલી અને દીપિકા પાદુકોણ પર લોકો ની ધાર્મિક ભાવનાઓ ને ઠેસ પહોંચાડવા નો આરોપ લાગ્યો હતો. આ સિવાય દીપિકા ની ફિલ્મ રામલીલા દરમિયાન પણ ઘણો હંગામો થયો હતો.
5) અનુષ્કા શર્મા
View this post on Instagram
અનુષ્કા શર્મા ના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી વેબ સિરીઝ ‘પાતાલ લોક’ રિલીઝ થયા બાદ અભિનેત્રીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સીરિઝ પર શીખ સમુદાય ને ખોટી રીતે બતાવવા નો આરોપ હતો.
6) સૈફ અલી ખાન
સૈફ અલી ખાન ની ‘સેક્રેડ ગેમ્સ 2’ ની વેબ સિરીઝે હિન્દુ અને શીખ સમુદાય ના લોકો ને પણ ભાવુક કરી દીધા હતા. જેના કારણે પટૌડી ના નવાબ ને ઘણી ટીકાઓ નો સામનો કરવો પડ્યો હતો.
7) અક્ષય કુમાર
View this post on Instagram
અક્ષય કુમાર ની ફિલ્મ ‘લક્ષ્મી બોમ્બ’ ના ટાઈટલ ને લઈ ને પણ ઘણો હોબાળો થયો હતો. તેમના પર હિન્દુ ધર્મ ની ભાવનાઓ ને ઠેસ પહોંચાડવા નો આરોપ હતો. જેના પછી ફિલ્મ નું ટાઈટલ બદલી ને લક્ષ્મી રાખવા માં આવ્યું હતું.