લગ્ન પહેલા માતા બનવા નું પ્લાનિંગ થઈ ગયું, આ અભિનેત્રીઓ એ તેના ગર્ભસ્થ બાળક સાથે લીધા 7 ફેરા!

ફિલ્મી દુનિયા ની ઘણી એવી સુંદરીઓ છે જે લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ અથવા લગ્ન પહેલા જ માતા બની ગઈ. આ યાદી માં ઘણા મોટા અને પ્રખ્યાત નામ સામેલ છે. આજે અમે તમને હિન્દી સિનેમા ની આવી જ કેટલીક સુંદરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરુ કરીએ.

શ્રીદેવી

શ્રીદેવી ને હિન્દી સિનેમા ની પ્રથમ મહિલા સુપરસ્ટાર કહેવા માં આવે છે. તે હવે આ દુનિયા માં નથી. તેણે વર્ષ 1996 માં ફિલ્મ પ્રોડ્યુસર બોની કપૂર સાથે લગ્ન કર્યા હતા. અગાઉ બંને એકબીજા ને ડેટ કરી ચૂક્યા છે. ત્યારે જ શ્રીદેવી ગર્ભવતી થઈ ગઈ હતી. લગ્ન સમયે શ્રીદેવી સાત મહિના થી ગર્ભવતી હતી અને ટૂંક સમય માં જ તેણે મોટી દીકરી જાહ્નવી કપૂર ને જન્મ આપ્યો.

નીના ગુપ્તા

neena gupta

નીના ગુપ્તા હિન્દી સિનેમા ની પીઢ અભિનેત્રી છે. નીના એ વર્ષ 2008 માં વિવેક મહેરા સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા તે વેસ્ટ ઈન્ડિઝ ના પ્રખ્યાત ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે રિલેશનશિપ માં હતી. બંને નું અફેર હેડલાઇન્સ માં રહ્યું હતું. બંને એ લગ્ન ન કર્યા પરંતુ સાથે રહેતા નીના ગર્ભવતી બની. તે લગ્ન બાદ પુત્રી મસાબા ગુપ્તા ની માતા પણ બની હતી.

દિયા મિર્ઝા

દિયા મિર્ઝા એ બે લગ્ન કર્યા છે. તેણી ના પ્રથમ લગ્ન વર્ષ 2014 માં સાહિલ સંઘા સાથે થયા હતા અને વર્ષ 2019 માં બંને ના છૂટાછેડા થઈ ગયા હતા. આ પછી ફેબ્રુઆરી 2021 માં દિયા એ બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા. ત્યારે દિયા ગર્ભવતી હતી. તેણે મે 2021 માં જ પુત્ર અવયાન આઝાદ ને જન્મ આપ્યો હતો.

નેહા ધૂપિયા

બોલિવૂડ ની ઘણી ફિલ્મો માં દેખાઈ ચૂકેલી અભિનેત્રી નેહા ધૂપિયા નું નામ પણ આ યાદીમાં સામેલ છે. નેહા ધૂપિયા એ મે 2018 માં તેના બોયફ્રેન્ડ અંગદ બેદી સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. ત્યારે તે ગર્ભવતી હતી. લગ્ન ના છ મહિના પછી જ નેહા માતા બની ગઈ હતી.

કલ્કી કોચલીન

કલ્કિ કોચલીને વર્ષ 2011 માં પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ બંને કલાકારો એ વર્ષ 2015 માં જ છૂટાછેડા લીધા હતા. આ પછી કલ્કી ગાય હર્ષબર્ગ નામના વ્યક્તિ સાથે રિલેશનશિપ માં આવી. બંને લાંબા સમય થી રિલેશનશિપ માં છે. બંને એ હજુ લગ્ન કર્યા નથી પરંતુ કલ્કી ગાય હર્ષબર્ગ ના બાળક ની માતા બની છે.

એમી જેક્સન

31 વર્ષ ની એમી જેક્સન પણ લગ્ન વિના માતા બની ગઈ છે. કેટલીક હિન્દી સિનેમા ફિલ્મો માં કામ કરી ચૂકેલી એમી લાંબા સમય થી જ્યોર્જ પનાયિયોટોઉ સાથે રિલેશનશિપ માં છે. બંને લગ્ન વિના માતા-પિતા પણ બની ગયા છે.

ગેબ્રિએલા ડિમેટ્રિએડ્સ

ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ બોલિવૂડ અભિનેત્રી નથી. તે દક્ષિણ આફ્રિકન મૂળ ની પ્રખ્યાત અને સુંદર મોડલ છે. જ્યારે ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ બોલિવૂડ ના ફેમસ એક્ટર અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ છે. બંને લાંબા સમય થી એકબીજા ને ડેટ કરી રહ્યાં છે. બંને સાથે રહે છે. ગેબ્રિએલા લગ્ન વિના અર્જુન ના પુત્ર અરિક ની માતા પણ બની ગઈ છે.

ઇલિયાના ડીક્રુઝ

36 વર્ષ ની અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ અપરિણીત છે. પરંતુ અભિનેત્રી એ હાલ માં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેની પ્રેગ્નન્સી ની જાહેરાત કરી છે.