બોલિવૂડ માં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમને કાસ્ટિંગ કાઉચ નો સામનો કરવો પડ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે કાસ્ટિંગ કાઉચ એ ફિલ્મ ઉદ્યોગ નું ઘૃણાસ્પદ સત્ય છે. ચાલો અમે તમને બોલીવુડ ની કેટલીક અભિનેત્રીઓ વિશે જણાવીશું કે જેમને ખોટી પ્રકાર ની ઓફરો આપી હતી, પરંતુ તે અભિનેત્રીઓ એ કરાર ને નકારી દીધો હતો.
રાધિકા આપ્ટે…
રાધિકા એ દક્ષિણ ભારત ની ઘણી ફિલ્મો ની સાથે હિન્દી સિનેમા માં પણ કામ કર્યું છે. તે બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ ફિલ્મો માં પણ જોવા મળી છે. વર્ષ 2018 માં અક્ષય કુમારની વિરુદ્ધ ફિલ્મ ‘પેડમેન’ દરમિયાન ઘણી ચર્ચા થઈ હતી. આ ફિલ્મ ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુ માં તેણે જણાવ્યું હતું કે, તેણે કાસ્ટિંગ કાઉચ નો સામનો કર્યો છે. તેમને બોલીવુડના અભિનેતા એ સમાધાન માટે પૂછ્યું હતું અને બદલા માં ફિલ્મ ની ઓફર કરી હતી.
સુરવીન ચાવલા…
પોતાની સુંદરતા થી કરોડો દિલ જીતનાર અભિનેત્રી સુરવીન ચાવલા એ ઘણી ટીવી સિરિયલો માં કામ કર્યું છે, જ્યારે તે ઘણી ફિલ્મો નો ભાગ પણ હતી. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં કામ કરતી વખતે કાસ્ટિંગ કાઉચ નો સામનો કરવો પડ્યો. તેને સમાધાન માટે કહેવા માં આવ્યું હતું અને તેણે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. સુરવીને વધુ માં કહ્યું કે, હિન્દી સિનેમા માં આ તેમની સાથે બન્યું નહીં.
કલ્કી કોચલિન…
કલ્કી કોચલિન ભાગ્યે જ ફિલ્મો માં જોવા મળે છે. તેણે વર્ષ 2009 માં બોલિવૂડ કરિયર ની શરૂઆત કરી હતી. તેણે કાસ્ટિંગ કાઉચ નો પણ સામનો કરવો પડ્યો છે. તેણે જાહેર માં તેને સ્વીકારી લીધું. કલ્કી ના કહેવા પ્રમાણે, મારા ભારત થી ન હોવાને કારણે લોકોને લાગ્યું કે મારો સરળતા થી લાભ લઈ શકાય છે, જોકે મેં કોઈ સમાધાન કર્યું નથી.
ટીસ્કા ચોપડા…
ટીસ્કા ચોપરા બોલિવૂડ ની ખૂબ જ સુંદર અભિનેત્રી છે. ફિલ્મ્સ અને વેબ સિરીઝ માં કામ કરી ચૂકેલી ટીસ્કા ચોપડા અભિનેતા આમિર ખાન ની ફિલ્મ ‘તારે ઝમીન પર’ માં ઇશાન ની માતા ની ભૂમિકા નિભાવવા માટે જાણીતી છે. ટીસ્કા એ ખુલાસો કર્યો છે કે તેણે તેની કારકિર્દીની શરૂઆત માં કાસ્ટિંગ કાઉચ નો સામનો કરવો પડ્યો હતો.
એલી અવરામ…
કારકિર્દી ના શરૂઆત ના દિવસો માં, એલી અવરામ ને આવી ઘૃણાસ્પદ ઘટનાઓ નો સામનો કરવો પડ્યો છે. આ હકીકત તેણે પોતાના એક ઇન્ટરવ્યુ માં સ્વીકારી. તેમના કહેવા પ્રમાણે, તેમને બે ફિલ્મ ડિરેક્ટર દ્વારા ખોટા સંકેતો આપવા માં આવ્યા હતા. તેણે એમ ને તેની સાથે સૂવા કહ્યું. પરંતુ અભિનેત્રી એ તેને કોઈ ભાવ આપ્યો ના હતો.