બોલિવૂડ સ્ટાર્સ વિશે કોણ જાણવા નથી માંગતું? આ સ્ટાર્સ ના ઘણા ચાહકો છે. ચાહકો જે તેમના પ્રિય સ્ટાર્સ વિશે બધું જાણવા માંગે છે તેની ફિલ્મો થી લઈ ને તેમના અંગત જીવન સુધી. તો અમે તમને આ સ્ટાર્સ વિશે કેટલીક એવી વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે ભાગ્યે જ કોઈને જાણ હશે. ફિલ્મો માં દેખાતા આ કલાકારો મુંબઈ ના ખૂબ જ વૈભવી બંગલા માં રહે છે. વિશ્વના તમામ સ્ટાર્સ આવી સુવિધાઓ સાથે જીવે છે, જેના વિશે સામાન્ય માણસ વિચાર પણ કરી શકતો નથી. કરોડો અરબનો આ બંગલો કોઈ મહેલથી ઓછો દેખાતો નથી.
પરંતુ વિશ્વ ની તમામ કમ્ફર્ટ અને ટેક્નોલોજીની વચ્ચે આ સ્ટાર બંગલાઓ માં પણ કેટલીક ખામી છે. ભૂલો જે તમારે પણ જાણવી જોઈએ. હકીકતમાં, મુંબઇ માં ઘણા સ્ટાર્સના ઘરો એકબીજા ની એટલા નજીક છે કે જો તે જો પોતાના ઘરે જોર થી અવાજ માં વાત કરે તો તેમના પાડોશ માં અવાજ જતો રહે છે. આ વાર્તા ખુદ અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યુ માં કહી હતી. તેમના કહેવા પ્રમાણે, જો તે તેના ઘર ની છત માંથી અવાજ આપે છે, તો તે અવાજ ધર્મેન્દ્ર અને હેમા માલિની ના બંગલા સુધી જાય છે.
આવા ઘણા સ્ટાર્સ મુંબઈમાં એક બીજાના પાડોશી છે ચાલો જાણીએ આવા સ્ટાર્સ વિશે જે એક બીજા ના ઘર ના પાડોશી છે. આ યાદી માં ઘણા મોટા નામ શામેલ છે. આમાં બોલીવુડ ના ખિલાડી કુમાર અક્ષય કુમાર વિશે.
અક્ષય કુમાર નો બંગલો શાંતિ રોડ, મુંબઈ ના જુહુ પર બનાવવા માં આવ્યો છે. અક્ષય આ બંગલા ની બહાર ક્યારેક ઊભો રહેતો હતો. ક્યારેક અક્ષય ને ગાર્ડ્સ આ બંગલા ની બહાર કાઢી મૂકતા હતા. આજે એ જ વૈભવી બંગલાના માલિક અક્ષય કુમાર છે. શિલ્પા શેટ્ટી નો બંગલો મુંબઈ માં જ અક્ષય ની નજીક છે. શિલ્પા અહીં આખા પરિવાર સાથે રહે છે. શિલ્પા ના ઘરે કરોડો ની પેઇન્ટિંગ્સ છે. ઉપરાંત, આ ઘર અંદર થી ખૂબ વૈભવી છે.
બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન જુહુ ની 10 માં રોડ JVPD સ્કીમ પર બાંધવા માં આવેલા બંગલા જલસા માં રહે છે. તે જ સમયે, તેમના જૂના મિત્ર અને અભિનેતા શત્રુઘ્ન સિંહાનો લક્ઝુરિયસ બંગલો રામાયણ પણ અમિતાભ બચ્ચન પાસે આ રસ્તા પર હાજર છે. આપને જણાવી દઈએ કે શત્રુઘ્ન સિંહા સંપત્તિ ના મામલે ઘણા આગળ છે, તેમનો બંગલો રામાયણ અમિતાભ ના બંગલા ‘જલસા’ કરતા અનેક ગણો મોંઘો અને વૈભવી છે.
ધર્મેન્દ્ર અને હેમા માલિની નો બંગલો 11 માં માર્ગ JVPD સ્કીમ માં બનાવવા માં આવ્યો છે. તે જ સમયે, હેમા માલિની નો સાવકા પુત્ર સન્ની દેઓલ નો બંગલો 9 મી રોડ JVPD સ્કીમ માં તેના ઘર ની ખૂબ નજીક છે. આપને જણાવી દઈએ કે ધર્મેન્દ્ર નો પહેલો બંગલો હેમા માલિની ના બંગલા થી માત્ર 5 મિનિટ દૂર છે, આટલો નજીક હોવા છતાં, હેમા માલિની આજદિન સુધી ત્યાં ગઈ નહોતી.
અનિલ કપૂર નો બંગલો 7 મી રોડ JVPD સ્કીમ પર સ્થિત છે. તે જ સમયે, અનિલ ના ઘર નજીક તેના શ્રેષ્ઠ મિત્ર જીતેન્દ્ર નો બંગલો પણ 7 મી રોડ JVPDસ્કીમ પર બનાવવા માં આવ્યો છે.