સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ તેમના ભાઈ-બહેનને ખૂબ પ્રેમ કરે છે. બોલિવૂડમાં એવા ઘણા ભાઈ-બહેનો છે, જેમનો વાસ્તવિક જીવનમાં ખાસ સંબંધ છે. આવી સ્થિતિમાં આજે અમે તમને આવી જ કેટલીક ભાઈ બહેનની જોડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સોહા અલી ખાન અને સૈફ અલી ખાન
View this post on Instagram
આ યાદીમાં પહેલું નામ સૈફ અલી ખાન અને તેની બહેન સોહા અલી ખાનનું છે. બંને વચ્ચે જોરદાર બોન્ડિંગ જોવા મળે છે. બંને એકબીજાની ખૂબ નજીક છે. તે ઘણીવાર પોતાના પરિવાર સાથે સમય વિતાવતા જોવા મળે છે.
રીતિક રોશન અને સુનૈના રોશન
View this post on Instagram
આ લિસ્ટમાં બીજું નામ બોલીવુડના સુપરસ્ટાર રિતિક રોશનનું આવે છે, જે તેમની બહેન સુનૈના રોશનને ખૂબ ચાહે છે. સુનૈના તેના પતિથી અલગ થઈ ગઈ છે. શરૂઆતમાં તેને કેન્સર હતું પરંતુ કીમોથેરેપી કર્યા પછી તે હવે સ્વસ્થ થઈ ગઈ છે.
અર્પિતા ખાન અને સલમાન ખાન
View this post on Instagram
ભલે સલમાન ખાન અને તેની બહેન અર્પિતા ખાન વચ્ચે કોઈ લોહીનો સંબંધ નથી પણ બંને એક બીજાને ખૂબ ચાહે છે અને બંને ઘણી વાર સાથે મસ્તી કરતા જોવા મળે છે. સલમાન અર્પિતાની ખૂબ નજીક છે. તમને જણાવી દઈએ કે, ખાન પરિવારે અર્પિતાને દત્તક લીધી હતી પંરતુ અર્પિતાએ તેઓ સગી દીકરી કરતા પણ વધારે ચાહે છે.
સારા અલી ખાન અને તૈમૂર
View this post on Instagram
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને તૈમૂર સ્ટેપ ભાઈ-બહેન છે પરંતુ ભાઈબીજ અને રાખીના પ્રસંગે સારા તૈમૂર સાથે તસવીરો શેર કરતી જોવા મળી છે. તસવીરમાં આપણે અનુમાન લગાવી શકીએ કે સારા તૈમૂરની ખૂબ નજીક છે.
રિદ્ધિમા કપૂર અને રણબીર કપૂર
View this post on Instagram
ભલે રિદ્ધિમા કપૂરે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી અંતર જાળવી રાખ્યું હોય પણ તેની ફેન ફોલોવિંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર એક બીજાને ખૂબ ચાહે છે. બંનેને ઘણીવાર સાથે જોઇ શકાય છે. હા, રણબીર તેની મોટી બહેન રિદ્ધિમાની ખૂબ નજીક છે.