અમેઝોનમાંથી ઑર્ડર કરતાં પહેલાં ચેતજો, ચોંકાવનારી ઘટના આવી સામે

Please log in or register to like posts.
Article

મુંબઇ: એક વ્યક્તિએ ઇ-કૉમર્સ સાઇટ અમેઝોન પરથી 50 ઇંચનું ટીવી ઑર્ડર કર્યું, પરંતુ ડિલિવરી થયા બાદ તેને પેકેજ ખોલ્યું તો તેમાંથી એક જૂનું તૂટેલું 13 ઇંચનું મૉનિટર નીકળ્યું. આઇટી ફર્મના આસિસ્ટન્ટ મેનેજરના પદ પર કામ કરનાર 33 વર્ષના મોહમ્મદ સરવર છેલ્લાં બે મહિનાથી પોતાના રિફંડ માટે અમેઝોન સામે લડાઇ લડી રહ્યાં છે. કંપનીના વર્તનથી નારાજ સરવર એ હવે કન્ઝયુમર ફોરમમાં જવાનો નિર્ણય લીધો છે. તેમણે ફોરમની વેબસાઇટ દ્વારા પોતાની ફરિયાદ નોંધાવી છે.

સરવર એ કહ્યું કે આ વર્ષે મે મહિનામાં તેમણે અમેઝોનની સાઇટ પર મિતાશી કંપનીના એલઇડી ટીવીની ઑફર જોઇ હતી. તેમને તરત જ તેને ઑર્ડર કર્યું હતું અને ક્રેડિટ કાર્ડ દ્વારા 33,000 રૂપિયાનું પેમેન્ટ પણ કરી દીધું. તેમણે નક્કી સમયની અંદર જ 19મી મેના રોડ ટીવી મળી ગયું. તેમણે કહ્યું કે ડિલિવરી બોયે તેને ખોલવાની જગ્યાએ ટેક્નિશનની રાહ જોવાનું કહ્યું. સરવર એ કહ્યું કે તેમણે મને કહ્યું કે જો તમે આ બોક્સને ખોલશો તો ટીવી ખરાબ થઇ શકે છે. આથી મેં તેને ખોલ્યું નહીં, પરંતુ બાદમાં મને પોતાની ભૂલ સમજાય ગઇ.

સરવર એ બાદમાં ટીવીનું બોક્સ ખોલ્યું તો જોઇને દંગ રહી ગયો. બોક્સમાં નવા ટીવીની જગ્યાએ એક જૂનું 13 ઇચનું જૂનું એસર મોનિટર હતું. તેમણે કહ્યું કે આ ચાલુ સ્થિતિમાં પણ નહોતું. ત્યારબાદથી હું અમેઝોનમાં મારી ફરિયાદ લઇને ભટકી રહ્યો છું. પરંતુ અત્યાર સુધી કોઇ સમાધાન આવ્યું નથી. કંપનીની તરફથી મને કહેવામાં આવ્યું છે કે તમે તમારું ટીવી પાછું મોકલી દો ત્યારબાદ જ રિફંડ મળશે. તેણે પોતાના ખિસ્સામાંથી 3000 રૂપિયા કાઢીને ટીવી પાછું મોકલી દીધું, પરંતુ ત્યારબાદ પણ તેમને રિફંડ મળ્યું નથી.

અમેઝોનના એક પ્રવક્તાએ અગ્રણી મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે સરવરની ફરિયાદને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ. અમે ગ્રાહકના સંપર્કમાં છીએ અને ટૂંક સમયમાં જ તેમની સમસ્યાનું સમાધાન આવી જશે. જો કે 2 મહિના સુધી રિફંડની રાહ જોતા સરવરની ધીરજે જવાબ આપી દીધો છે. તેમણે કહ્યું કે રમઝાન પર ટીવી આવવાની ખુશી ગમમાં બદલાય ગઇ. તેમણે કહ્યું કે હું સમજી શકું છું કે ઇ-કૉમર્સ સાઇટ હોવાના લીધે તેની પણ પોતાની મર્યાદાઓ છે, પરંતુ તેઓ ખોટી પ્રોડક્ટ ડિલિવર કર્યા બાદ મને આટલા દિવસ સુધી લટકાવીને રાખી શકે નહીં.

Source: Sandesh

Comments

comments