આ સુંદર અભિનેત્રી કોઈ ની સાથે પણ લગ્ન કરવા તૈયાર છે, કહ્યું- “કોઈ પણ મળી જાય ચાલશે, પરંતુ ..”

‘દંગલ ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી સાન્યા મલ્હોત્રા ઘણી વાર પોતાની સુંદરતા અને નિર્દોષતા થી ચાહકો નું દિલ જીતી લે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ જોવા મળે છે અને ઘણી વાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. સાન્યા હાલ માં તેના એક ઇન્ટરવ્યુ વિશે ચર્ચા માં છે, જેમાં તેણે લગ્ન ના પ્રશ્ને પણ ખુલી ને વાત કરી છે અને તેણે કહ્યું છે કે તે લગ્ન માટે તૈયાર છે.

તાજેતર માં જ એક ઇન્ટરવ્યૂ માં સાન્યા મલ્હોત્રા એ લગ્ન ના બાબતે વાત કરી છે. સાન્યા એ એમ પણ કહ્યું છે કે, તે હાલ માં સિંગલ છે. અભિનેત્રી એ લગ્ન અંગે પોતાના મંતવ્યો આપતા કહ્યું કે, ‘આ એક ખૂબ જ વ્યક્તિગત પ્રશ્ન છે. સાચું કહું તો, હું જાણતી નથી… હું એકલી છું અને હું તૈયાર છું… હું મારા મિત્રો ને પૂછૂ છું માંરે શું કરવું જોઈએ અને તેઓ મને કહેતા રહે છે, ‘તમારે પોતાને બહાર રાખવું પડશે’ અને હું સમજી શકતી નથી… મારે આની સાથે શું કરાવું જોઈએ ? મે કોઇ નિયમો બનાવ્યો નથી કે હું કેવા પ્રકાર નો જીવનસાથી ઇચ્છું છું, કોઈપણ મળી જાય ચાલશે (હું કોઈની સાથે ઠીક છું). તેમ છતાં એમ કહીને સાન્યા નો સ્વર રમૂજી હતો.

સાન્યા મલ્હોત્રા એ વધુમાં કહ્યું કે, ‘તે માનસિક અને આધ્યાત્મિક રીતે જાગૃત સારો વ્યક્તિ હોવો જોઈએ અને જો તેની માનસિકતા મારી જેવી હોત તો હું તેની ખૂબ પ્રશંસા કરીશ. જેઓ આ વાંચશે, જો તમે તેમાંથી એક છો, તો મને કોલ કરો.

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ સાન્યા મલ્હોત્રાની ફિલ્મ પગલૈટ રિલીઝ થઈ હતી. ‘પગલૈટ’ માં સાન્યા વિધવા મહિલા ની ભૂમિકા માં જોવા મળી હતી. આ ફિલ્મને મિશ્રિત પ્રતિસાદ મળ્યો, આ ફિલ્મ માં સાન્યા ની સાથે શ્રુતિ શર્મા અને સયાની ગુપ્તા પણ મહત્વ ની ભૂમિકા માં હતાં.

ચાહકો એ પટાખા, ફોટોગ્રાફ અને લુડો જેવી ફિલ્મો માં પણ સન્યા ના કામ ની પ્રશંસા કરી છે. આ ફિલ્મો માં સાન્યા સ્ટ્રોંગ પાત્રો માં જોવા મળી હતી. જ્યારે વર્ષ 2018 ની સુપરહિટ ફિલ્મ ‘બધાઇ હો’ માં, સાન્યા નું કામ દર્શકો ને ખૂબ પસંદ આવ્યું હતું. આ ફિલ્મ માં આયુષ્માન ખુરાના, ગજરાવ રાવ અને નીના ગુપ્તા જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકા માં જોવા મળ્યા હતા.

દંગલ થી વિશેષ ઓળખ મળી…

સાન્યા મલ્હોત્રા ની કારકિર્દી માં 2016 ની બ્લોકબસ્ટર ફિલ્મ દંગલ એક માઇલસ્ટોન સાબિત થઈ. સુપરસ્ટાર આમિર ખાન આ ફિલ્મ માં મહત્વ ની ભૂમિકા માં હતો. આમિરે કુસ્તીબાજ મહાવીરસિંહ ફોગાટ ની ભૂમિકા ભજવી હતી, જ્યારે તેની પુત્રીઓ સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખે ભજવી હતી. સાન્યા મલ્હોત્રા બબીતા ​​કુમારી બની જ્યારે ફાતિમા ગીતા ફોગાટ બની. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી હતી.