2006 માં આવેલી ફિલ્મ ‘કભી અલવિદા ના કેહના’ યાદ તો હશે જ. તે ફિલ્મમાં શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટાનો ખૂબ જ ક્યૂટ અને પ્રેમાળ પુત્ર અર્જુનને યાદ છે?
તમને જણાવી દઈએ કે, આ અભિનેત્રી છે એહસાસ ચન્ના છે. વિશ્વાશ નથી થતો? વાંધો નહિ, ઘણાં ને નથી થતો .
એહસાસએ માત્ર 4 વર્ષની વયથી અભિનય શરૂ કર્યો. 2004 ની હોરર ફિલ્મ ‘વાસ્તુ શાસ્ત્ર’માં, તેણે રોહનનું પાત્ર ભજવ્યું હતું અને તેના વખાણ થયા હતા.
આ સિવાય લોકોને ‘માય ફ્રેન્ડ ગણેશા’ ફિલ્મમાં પણ તેનું પાત્ર ખૂબ ગમ્યું. આમાં પણ તેણે આશુ નામના છોકરાની ભૂમિકા ભજવી હતી.
એહસાસ તેની કારકિર્દીની શરૂઆતમાં ઘણા છોકરાઓ નું પાત્ર કરીને કરી છે. આ અંગે તેમણે કહ્યું કે અભિનય તેમના માટે સૌથી મહત્વની બાબત છે અને દરેકને ખબર છે કે હું એક છોકરી છું.
એકતા કપૂરની ટીવી સીરિયલ ‘કસમ સે’માં એહસાસએ પહેલી વાર છોટી ગંગા વાલિયાની ભૂમિકા ભજવી હતી.
16 વર્ષની ઉંમરે તેણે TVF Girliyapa એક ગીતથી ડિજિટલ ડેબ્યુ કર્યો. આ પછી તેણે ગર્લ્સ હોસ્ટેલ, કોટા ફેક્ટરી, હોસ્ટેલ ડેઝ જેવી ઘણી વેબ સિરીઝ કરી
તાજેતરમાં તેણે ગર્લ્સ હોસ્ટેલ અને કોટા ફેક્ટરીની બીજી સીઝનનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ દિવસોમાં વેબ સિરિઝમાં એહસાસનું વર્ચસ્વ છે.
View this post on Instagram
એહસાસ હમણાં જ કોરોના પોઝિટિવ થઇ છે અને તે ઘરે જ તેની સંભાળ લઈ રહી છે.