બોલિવુડ દુનિયા ની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. હોલિવૂડ ના પછી બોલિવૂડ નું નામ આવે છે. એમ તો બોલિવુડ પોતાના માં જ ઘણું છે પરંતુ દર વર્ષે એનો બિઝનેસ ફેલાતો જઈ રહ્યો છે. બોલિવૂડ માં દર વર્ષે અનેક ફિલ્મો રિલીઝ થાય છે અને કરોડો રૂપિયા કમાવી લે છે. આજ ના સમય માં તો કોઈપણ ફિલ્મ નું 100 કરોડ ના ક્લબ માં સામેલ થવું ઘણી સામાન્ય વાત છે. જેટલો ફિલ્મ બીઝનેસ કરે છે એટલો જ ફાયદો ફિલ્મ થી જોડાયેલા લોકો ને થાય છે. પરંતુ સૌથી વધારે ફાયદા થાય છે ફિલ્મ ના સ્ટાર ને. જો ફિલ્મ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરે આ કમાણી માંથી અભિનેતાઓ ને પણ મોટી રકમ ફી તરીકે આપવા માં આવે છે. આવા માં આજે અમે તમને બોલિવૂડ ના 15 અભિનેતાઓ ના વિશે બતાવીશું જે સૌથી વધારે ફી લે છે.
અર્જુન કપૂર
ઇશકજાદે થી ડેબ્યું કરવા વાળા અર્જુન આજે એક ફિલ્મ માટે 5 થી 7 કરોડ ફી લે છે.
જોન અબ્રાહમ
મોડેલ થી અભિનેતા બનેલા જોન ઘણા સમય થી બોલિવૂડ માં છે. એક ફિલ્મ માટે એ 5 થી 7 કરોડ રૂપિયા લે છે.
અભિષેક બચ્ચન
આટલા વર્ષો સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવ્યા પછી પણ અભિષેક સુપર સ્ટાર ની લિસ્ટ માં ના આવી શક્યા. તેમ છતાં દરેક ફિલ્મ માટે લગભગ 9 કરોડ રૂપિયા ફી લે છે.
સૈફ અલી ખાન
ઘણી હિટ ફિલ્મો આપવાવાળા સૈફ અલી ખાન ની ફી લગભગ 7 થી 10 કરોડ રૂપિયા છે.
વરુણ ધવન
નવા જનરેશન ના હીરો વરુણ 10 થી 15 કરોડ સુધી ની ફી લે છે. આજે એમની પાસે એક થી ચઢિયાતા એક પ્રોજેક્ટ છે.
શાહિદ કપૂર
કબીર સિંહ થી એકવાર ફરી લાઇમ લાઇટ માં આવી ચુકેલા શાહિદ એક ફિલ્મ માટે લગભગ 15 થી 18 કરોડ રૂપિયા ફી લે છે.
રણવીર સિંહ
એક થી ચઢિયાતા એક રોલ કરવાવાળા રણવીર સિંહ આજ ના સમય માં એક ફિલ્મ માટે લગભગ 20 કરોડ રૂપિયા ની મોટી રકમ વસુલે છે.
અજય દેવગન
અજય દેવગન નો જલવો પહેલા પણ હતો અને આજે પણ છે. બોલિવૂડ ના સિંઘમ ની ફી પ્રત્યેક ફિલ્મ 20 થી 50 કરોડ સુધી પહોંચી જાય છે.
રણબીર કપૂર
ઘણી હિટ ફિલ્મો ના રાજા રણબીર કપૂર 10 થી 25 કરોડ રૂપિયા ની ફી લે છે. છેલ્લી વાર એ સંજુ માં દેખાયા.
અમિતાભ બચ્ચન
બિગ બી પ્રત્યેક ફિલ્મ 20 થી 35 કરોડ રૂપિયા ની ફી લે છે. હમણાં જ એમને દાદાસાહેબ ફાલ્કે પુરસ્કાર મળ્યો છે.
હ્રિતિક રોશન
હ્રિતિક ની હમણાં રિલીઝ થયેલી ફિલ્મ વૉર 2019 ની સૌથી વધારે કમાણી કરવાવાળી ફિલ્મ હતી. હ્રિતિક એક ફિલ્મ ના લગભગ 40 કરોડ રૂપિયા ફી લે છે.
સલમાન ખાન
સલમાન ખાને હમણાં જ પોતાનો 54 મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો છે. સલમાન એક ફિલ્મ માટે લગભગ 30 થી 60 કરોડ રૂપિયા ફી લે છે.
આમિર ખાન
આમિર ખાન એક વર્ષ માં એક જ ફિલ્મ કરે છે અને એક ફિલ્મ થી એ કરોડો કમાય છે. પરંતુ તમને બતાવી દઈએ કે આમિર ફી નથી લેતા પરંતુ પ્રોફિટ માં શેર કરે છે. આમિર ની એક ફિલ્મ થી લગભગ 0 થી 80 કરોડ ની કમાણી થાય છે.
શાહરુખ ખાન
આ દિવસો માં શાહરુખ ખાન મોટા પડદા થી દૂર છે. સ્ક્રિપ્ટ સારી હોય તો શાહરુખ પ્રોડ્યુસર થી એક પૈસો પણ નથી લેતા. પણ ફિલ્મ ની કમાણી માં પ્રોફિટ મા પોતાની ફી લે છે. શાહરૂખ ની ફી 40 કરોડ થી 70 કરોડ સુધી ની હોય છે.
અક્ષય કુમાર
અક્ષય કુમાર પણ ફિલ્મો થી ભારે રકમ કમાવી લે છે. વર્ષ માં સૌથી વધારે ફિલ્મો પણ અક્ષય ની આવે છે. ક્યારેક-ક્યારેક ફિલ્મ ની પ્રોફિટ શેર માં 90 ટકા ભાગ લે છે. આવી રીતે તેમની કમાણી પ્રત્યેક ફિલ્મ લગભગ 30 થી 120 કરોડ સુધી થઈ જાય છે.