આ મંદિરમાં ભગવાન કાલભૈરવ સામે દારૂ ભરેલો ગ્લાસ ધરો, તો ફટાફટ પી જાય છે

Please log in or register to like posts.
News

કાલ ભૈરવ સાથે જોડાયેલુ એક મંદિર એવું રહસ્યમયી છે કે, તેના દર્શન માટે લાખો ભક્તો આવે છે. આ મંદિર ઉજ્જૈનમાં આવેલું છે. ઉજ્જૈન મહાકાલની નગરી તરીકે જગપ્રસિદ્ધ છે. અહિં નિર્મિત કાલ ભૈરવ મંદિરની વિશેષતા એ છે કે અહિં ભગવાન કાલ ભૈરવ મદિરા પાન કરે છે. આમ તો કાલ ભૈરવના દરેક મંદિરોમાં તેમને મદિરા ચઢાવવામાં આવે છે, પરંતુ ઉજ્જૈનના આ રહસ્યમયી કાલ ભૈરવ મંદિરમાં મદિરાથી ભરેલુ પાત્ર જેવુ ભગવાનની પ્રતિમા નજીક લઈ જાઓ કે જોતજોતામાં મદિરાનું એ પાત્ર ખાલી થઈ જાય છે. આજના કલયુગમાં પણ આ ચમત્કાર જોવા મળે છે.

કાલ ભૈરવના આ રહસ્યમયી મંદિર વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરથી આશરે 8 કિમી દૂર ક્ષીપ્રા નદીના તટ પર આ ધામ આવેલુ છે. જે લગભગ 6 હજાર વર્ષ જૂનુ છે. આ એક વામમાર્ગી તાંત્રિક મંદિર છે. વામમાર્ગી મંદિરોમાં માંસ, મદિરા, બલિ, મુદ્રા જેવા પ્રસાદ ચઢાવવામાં આવે છે. પ્રાચીન સમયમાં અહિં ફક્ત તાંત્રિકો જ મંદિરમાં પ્રવેશી શકતા. પરંતુ સમયાંતરે સામાન્ય લોકો માટે પણ આ મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યુ. થોડા સમય પહેલા અહિં પ્રાણીઓની બલિ પણ ચઢાવવામાં આવતી. પરંતુ તેના પર હવે પ્રતિબંધ મુકાઈ ગયો છે. આ મંદિરમાં કાલ ભૈરવની પ્રતિમાની સામે હિંચકામાં બટુક ભૈરવની પ્રતિમા બિરાજમાન છે. અહિંની દિવાલો પર અન્ય દેવી દેવતાઓની પણ પ્રતિમાઓ સ્થાપિત છે.

આ ધામમાં કાલ ભૈરવને મદિરાનો ભોગ ચઢાવવાની પ્રથા ક્યાથી શરૂ થઈ તેના કોઈ નક્કર પુરાવા પ્રાપ્ત થયા નથી. સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર, ચાર વેદોના રચયિતા બ્રમ્હાજીએ જ્યારે પાંચમો વેદ રચવાનો નિર્ણય કર્યો ત્યારે દેવતાઓએ તેમને રોકવા ભોલેનાથની શરણ લીધી.પરંતુ બ્રમ્હાજીએ તેમની વાત ના માનતા શિવે પોતાનુ ત્રીજુ નેત્ર ખોલ્યુ અને બટુક ભૈરવનંલ પ્રાગટ્ય થયુ. ઉગ્ર સ્વભાવના આ બાળકે બ્રમ્હાજીનું પાંચમુ શિષ ધડથી અલગ કરી દીધુ. પરંતુ તેને બ્રમ્હ હત્યાનુ પાપ લાગ્યુ. ત્યારે બટુક ભૈરવે શિવની આરાધના કરી. શિવજીએ તેને કહ્યુ કે ઉજ્જૈનની ક્ષીપ્રા નદીના કાંઠે સ્મશાનમાં તપસ્યા કરવાથી જ તેને મુક્તિ પ્રાપ્ત થશે. ત્યારથી જ આ સ્થાને કાલભૈરવની પૂજા થતી આવી છે. કાલાંતરે અહિં મોટુ મંદિર બનાવવામાં આવ્યું, જેનો જીર્ણોદ્ધાર પરમાર વંશના રાજાઓએ કરાવ્યો હતો.

Souce: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.