કાળા દોરાનો આ પ્રયોગ તમને કરી દેશે માલામાલ, 10 દિવસમાં થવા લાગશે લાભ

Please log in or register to like posts.
News

દરેક ઘરમાં નાના બાળકને ખરાબ નજરથી બચાવવા કાજળ કે આંજણનું ટપકું કરવાનો રિવાજ હોય છે. આ ઉપરાંત બાળકોને ગળામાં અને હાથમાં કાળા રંગનો દોરો પણ બાંધવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કાળો દોરો માત્ર બાળકો માટે જ નહીં તમારા માટે પણ લાભકારક સાબિત થઈ શકે છે? સામાન્ય રીતે તો લોકો તહેવારોમાં અને શુભ પ્રસંગે કાળા રંગનો ઉપયોગ કરવાનું પણ ટાળે છે કેમકે આ રંગ નકારાત્મક ઉર્જા વધારે છે. પરંતુ તેની સાથે જ આ વાત પણ સત્ય છે કે આ રંગ જીવનને બદલવાની પણ ક્ષમતા રાખે છે.

નાના બાળકથી લઈ વયોવૃદ્ધ માટે કાળા દોરાના આ ટોટકા લાભકારક સાબિત થાય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવા જઈ તો પણ કાળા દોરાના ઉપયોગને મહત્વ આપવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ પોતાના ગળા કે હાથમા કાળો દોરો બાંધી રાખે છે તે ખરાબ અને નકારાત્મક અસરોથી બચી જાય છે. તેની પાછળનું કારણ છે કે કાળો રંગ નકારાત્મકતાને અવશોષિત કરી પોતાની અંદર સમાવી લે છે અને વ્યક્તિ માટે સુરક્ષા કવચ બની જાય છે.

[widgets_on_pages id=”1″]

કાળા દોરાનો પ્રયોગ કરી તમે શનિદોષથી પણ બચી શકો છો. જો કે શનિદોષથી બચાવવા ઉપરાંત આ ટોટકા તમને ધનવાન પણ બનાવી શકે છે. આ ઉપાય કરનાર પર લક્ષ્મી કૃપા અચૂક થાય છે અને વ્યક્તિની ઈચ્છા પણ પૂર્ણ થઈ જાય છે. તો જાણી લો કેવી રીતે કાળા દોરાનો પ્રયોગ તમે ઘરે કરી અને બની શકો છો ધનવાન.

[widgets_on_pages id=”1″]

રેશમી કે સૂતરાઉ કાળા દોરાને શનિવાર અથવા મંગળવારે હનુમાન મંદિરમાં સાથે લઈને જવો. મંદિરમાં હનુમાનજી સમક્ષ બેસી અને તેમાં નાની નાની 7, 11 કે 21 ગાંઠ વાળવી અને તે ગાંઠ પર હનુમાનજીના પગમાંથી લીધેલું સિંદૂર લગાવી દેવું. હવે આ કાળો દોરો ઘરે લઈ જઈ મુખ્ય દરવાજા પર બાંધી દેવો. આ દોરો બાંધવાની સાથે જ તમારા ઘરની સમસ્યાઓ એક પછી એક દૂર થવા લાગશે. આર્થિક સમસ્યાઓનું પણ નિરાકરણ આવી જશે અને ગૃહક્લેશ હશે તો તે પણ શાંત થઈ જશે.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.