ભારતના આ મંદિર અને જગ્યાના ચમત્કારથી નાસાના વૈજ્ઞાનિકો પણ હેરાન

Please log in or register to like posts.
News

ઉત્તરાખંડને દેવોની ભૂમિ કહેવામા આવે છે, તેના પર કોઈ શંકા નથી. સમગ્ર ઉત્તરાખંડમાં દેશના મોટાભાગના તીર્થધામો અને મંદિરો આવેલા છે. ઉત્તરાખંડમાં આશ્રમો પણ એટલા જ આવેલા છે. ઉત્તરાખંડમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. આજે આપણે ઉત્તરાખંડના એક એવા મંદિર વિશે જાણીશું છે, જ્યાના ચમત્કારને નાસાના વૈજ્ઞાનિકો પણ નકારી શક્યા નથી.

ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં કસારદેવીનું મંદિર છે, જેની સ્થાપના બીજી સદીમાં કરવામાં આવી હતી. એવી માન્યતા છે કે આ મંદિરમાં મા દુર્ગા સાક્ષાત પ્રગટ થયા છે. આ મંદિરમાં ભારતની એકમાત્ર અને દુનિયાની ત્રીજી જગ્યા છે, જ્યાં ચુંબકીય શક્તિઓ કામ કરે છે. નાસાના વૈજ્ઞાનિકો પણ અહીંયા કામ કરી ચૂક્યા છે.

આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં આવતા ભક્તો મંદિર સુધી જતી હજારો સીડીઓ થાક વગર ચઢી નાખે છે. કસારદેવીનું મંદિર અલમોડાથી 10 કિમી દૂર સ્થિત છે. આ મંદિર કસાય પર્વત પર હોવાથી તે કસારમંદિરના નામે ઓળખાય છે. વૈજ્ઞાનિક જાણકારી પ્રમાણે આ મંદિરની આસપાસનો વિસ્તાર વૈન એલેન બેલ્ટવાળો છે, જેથી ત્યાં ચુંબકીય શક્તિઓ હાજર છે, જેને ધ્યાન અને તપ માટે ઉત્તમ માનવામાં આવે છે. આ એ જ જગ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે ધ્યાન ધર્યું હતું અને જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી.

એવું કહેવાય છે કે 2500 વર્ષ પહેલા માતા દુર્ગાએ શુંભ અને નિશુંભને મારવા માટે અહીં કાત્યાયનીનો અવતાર લીધો હતો. કસાર દેવી મંદિરમાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ આવે છે. નાસાના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડમાં અલમોડા સ્થિત કસાર દેવી શક્તિપીઠ, દક્ષિણ અમેરિકાના પેરુ સ્થિત માચૂ પિચૂ અને ઈંગ્લેન્ડના સ્ટોન હેંગ વિસ્તારોમાં અદ્દભૂત ચુંબકીય ક્ષેત્ર છે.

Source: Sambhaavnews

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.