શિકાગો, યુએસએ – જૂન 14, 2023- પ્રેક્ષકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવી વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ (IGFF) ની સિનેમેટિક અને સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતાયુક્ત ચોથી આવૃત્તિનું શિકાગો, યુએસએ ખાતે 7મીથી 9મી જુલાઈ દરમિયાન આયોજન થઇ રહ્યું છે. “Hi ઇન્ડિયા” દ્વારા પ્રસ્તુત, આ ફેસ્ટિવલ ગુજરાતી ફિલ્મોની વિવિધ પસંદગી સાથે પ્રેક્ષકોને મનોરંજન આપવાનું વચન આપે છે.
ગત વર્ષે, એટલાન્ટા, GAમાં યોજાનારી IGFFની 3જી આવૃત્તિની નોંધપાત્ર સફળતા બાદ, અમેરિકામાં ગુજરાતી પ્રેક્ષકો તેમના શહેરમાં આ ફેસ્ટિવલ યોજાવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શિકાગોને આ વર્ષે ફેસ્ટિવલની જગ્યા તરીકે પસંદ કરવામાં આવ્યું છે કારણ કે તેની વધારે માંગ અને વિવિધ અનિવાર્ય કારણો જે તેને ગુજરાતી સિનેમાની આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવા માટેનું એક આદર્શ સ્થળ બનાવે છે.
IGFF એ સાંસ્કૃતિક પડદા પર તેની એક અવિશ્વસનીય છાપ છોડી છે, જેને દર્શકોનો દરેક વર્ષે જબરજસ્ત પ્રતિભાવ મળતો આવ્યો છે. આ ફેસ્ટિવલ અગાઉ 2018માં ન્યૂ જર્સીમાં, 2019માં લોસ એન્જલસમાં અને વૈશ્વિક મહામારીના કારણે બે વર્ષના ગાળા બાદ 2022માં એટલાન્ટા, GAમાં પરત ફર્યો હતો. ખૂબ જ લોકપ્રિયતા મેળવતા, આ ફેસ્ટિવલમાં દર વર્ષે 5,000 થી વધુ પ્રેક્ષકો હાજરી આપે છે.
ન્યુ જર્સીના ગવર્નર, ફિલ મર્ફીએ પણ IGFF ના મહત્વને સ્વીકાર્યું, તેનો ઉલ્લેખ ન્યૂ જર્સી સ્ટેટની સત્તાવાર વેબસાઇટ પર કર્યો (https://www.nj.gov/governor/news/news/562019/20190920a.shtml ). આ માન્યતા ફેસ્ટિવલના મહત્વ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતી સિનેમાના પ્રચારમાં તેના યોગદાનને રજુ કરે છે.
શિકાગોના વાઇબ્રન્ટ શહેરમાં તેની 4થી આવૃત્તિ સાથે, IGFF સમગ્ર યુએસએ અને કેનેડાના પ્રેક્ષકોને અસાધારણ સિનેમેટિક અનુભવ આપવા માટે તૈયાર છે. ગુજરાતી સંસ્કૃતિના આ અસાધારણ સેલિબ્રેશનમાં ભાગ લેવા માટે ફિલ્મ રસિકો, ઇન્ડસ્ટ્રીના લોકો અને સમુદાયના સભ્યો વ્યાપક રીતે દૂર સુધી પ્રવાસ કરશે.
આ વર્ષનો ફેસ્ટિવલ ગુજરાતી સિનેમાની સમૃદ્ધતાની ઝલક આપતા, વિવિધ જોનર અને થીમ્સમાં ફેલાયેલી ગુજરાતી ફિલ્મોની કાળજીપૂર્વક થયેલી પસંદગીને રજુ કરવાનું વચન આપે છે. ફેસ્ટિવલે પહેલાથી જ સિલેકટેડ ફિલ્મોની જાહેરાત કરી દીધી છે, જેથી પ્રેક્ષકોને તેઓ જે ફિલ્મો જોવા માંગે છે તે પસંદ કરી શકે છે અને તે મુજબ તેમના ફેસ્ટિવલ નું આયોજન કરી શકે છે.
ફેસ્ટિવલનું સૌથી મોટું આકર્ષણ જાણીતા અભિનેતા મલ્હાર ઠાકરની હાજરી હશે, જેઓ તેની એકદમ ફ્રેશ ફિલ્મ “લોચા લાપસી” ના પ્રીમિયર સાથે ફેસ્ટિવલના પ્રથમ દિવસની શરૂઆત કરશે. દર્શકો સમક્ષ ખૂબ જ અપેક્ષિત આ ફિલ્મ તેની આકર્ષક વાર્તા અને ઉત્કૃષ્ટ પ્રદર્શનથી પ્રેક્ષકોને જરૂર મનોરંજન આપશે.
ફેસ્ટિવલ ડિરેક્ટર અને ભારતીય ફિલ્મ દિગ્દર્શક ઉમેશ શુક્લા, ફેસ્ટિવલના માનનીય જ્યુરી સભ્યો ગોપી દેસાઈ, હંસલ મહેતા, એસ.જે. ચિરો, જય વસાવડા અને મયંક છાયા સાથે હાજરી આપશે. તેઓની નિપુણતા અને જ્ઞાન એ સુનિશ્ચિત કરશે કે આ ફેસ્ટિવલ પ્રેક્ષકો સમક્ષ શ્રેષ્ઠ ગુજરાતી સિનેમા રજૂ કરે.
સિલેકટેડ ફિલ્મો: ફેસ્ટિવલે આ વર્ષે ઓફિશિયલ સ્ક્રિનિંગ માટે 16 ગુજરાતી ફિલ્મોની પસંદગી કરી છે, જેમાં “લકીરો,” “કેરી,” “મારા પપ્પા સુપરહીરો,” “મૃગતૃષ્ણા,” “લવ યુ પપ્પા,” “ચબૂતરો,” “ફક્ત મહિલાઓ માટે,” “કર્મ,” “મેડલ,” “વીર ઈશા નુ શ્રીમંત,” “સૈયાર મોરી રે,” “નાદી દોષ,” “રાડો,” “ઓમ મંગલમ સિંગલમ,” “શુભ યાત્રા,” અને “હેલો.” જેવા શીર્ષકોનો સમાવેશ થાય છે. ડોક્યુમેન્ટરી અને શોર્ટ ફિલ્મ કેટેગરીમાં “મુલસોતન,” “બિટવીન ધ સાયલન્સ,” “રેખા રામી,” “માટી,” “સોનાના સેન્ડલ,” અને “ધ બર્થ ઓફ દ્રોહીન” જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.. વેબ સિરીઝ કેટેગરીમાં “મોજ માજા મુસાફરી,” “આઝાદ,” “વાત વાત માં રીટર્ન,” “યમરાજ કોલિંગ,” “દેસાઈ ડાયમંડ્સ,” અને “ગોટી સોડા” નો સમાવેશ થાય છે.
ફેસ્ટિવલની ટિકિટો હવે www.gujaratifilmfestival.com પર ખરીદી માટે ઉપલબ્ધ છે, જે ફિલ્મના શોખીનોને ગુજરાતી સિનેમા અને સંસ્કૃતિના આ ભવ્ય સેલિબ્રેશન માટે તેમની સીટો મેળવવાની તક પૂરી પાડે છે.
ફેસ્ટિવલ ડાયરેક્ટર ઉમેશ શુક્લા દર વર્ષે દર્શકો તરફથી મળતા અભૂતપૂર્વ પ્રતિસાદ માટે તેમનો આભાર વ્યક્ત કરે છે. તેઓ યુએસએ અને કેનેડામાં વસતા ગુજરાતી સમુદાયમાં રહેલી અપાર પ્રતિભાને માન આપે છે. આ વર્ષનો ફેસ્ટિવલ વધુ મોટો અને વિશાળ છે, જેમાં “સ્પોટ ધ ટેલેન્ટ” નામની પહેલ, માસ્ટરક્લાસ, ફિલ્મ સ્ક્રિનિંગ્સ અને સહભાગીઓ સાથે વ્યક્તિગત વાર્તાલાપ કરવામાં આવશે. તેઓ દરેકને ફેસ્ટિવલમાં જોડાવા આમંત્રણ આપે છે.
ગોપી દેસાઈ કહે છે, “ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવું એ એક વિશાળ કાર્ય છે, અને IGFF સફળતાપૂર્વક તેના ચોથા વર્ષ સુધી પહોંચી રહ્યું છે, જે 7મી, 8મી અને 9મી જુલાઈએ શિકાગોમાં યોજાશે. આ એકમાત્ર એવો ફેસ્ટિવલ છે જે યુ.એસ.એ.માં પ્રતિષ્ઠિત ફિલ્મ ઓડિટોરિયમમાં વાર્ષિક ધોરણે ત્રણ દિવસ ફિલ્મોનું પ્રદર્શન કરે છે. તે ગુજરાતી ફિલ્મ સમુદાય, તેમજ NRGs અને NRIsને જોડવા, વાર્તાલાપ કરવા અને સેલિબ્રેશન માટે એક અનોખું પ્લેટફોર્મ પૂરું પાડે છે. IGFFનું વિઝન અને ધ્યેય ગુજરાતી સિનેમાને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા અને તેનું પ્રદર્શન કરવાનું છે. પ્રેક્ષકોને અકલ્પનીય તકો પૂરી પાડવા બદલ IGFF ને અભિનંદન!”
ફેસ્ટિવલના ફાઉન્ડર કૌશલ આચાર્ય કહે છે, “અમે જે અદ્ભુત સફર શરૂ કરી છે તેને અમે દર વર્ષે આગલા સ્તર પર લઈ જવાનો પ્રયત્ન કરીએ છીએ. જેમ જેમ અમે અમારા ચોથા વર્ષમાં પ્રવેશ કરીએ છીએ, તેમ તેમ અમે દર્શકોને બને તેટલું વધારે મનોરંજન કરવાના આકર્ષક નવા તત્વો રજૂ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે અમારું 5મું વર્ષ પણ વધુ ભવ્ય હશે.”
9મી જુલાઈના રોજ ફેસ્ટિવલના સમાપન સમારોહમાં સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક શ્રી અતુલ પુરોહિત દ્વારા સાંસ્કૃતિક મ્યુઝિકલ પર્ફોર્મન્સની સાથે સિલેકટેડ ફિલ્મોનો એવોર્ડ સમારોહ અને ગાલા કોકટેલ ડિનરનું આયોજન કરવામાં આવશે.
Official website: https://gujaratifilmfestival.com/
Filmfreeway: https://filmfreeway.com/igff/
Facebook: https://www.facebook.com/GujaratiFilmFestival
Instagram: https://www.instagram.com/gujaratifilmfestival/
Media interviews line-up & Press Release: Chetan Chauhan MB & WhatsApp: 919898003311
Email: chetan@promotionsredefined.com