વાસ્તુશાસ્ત્ર અનુસાર મોરપંખ ને યોગ્ય દિશા માં અને કેટલાક નિયમો સાથે રાખવાથી ઘરની આર્થિક તંગી દૂર થાય છે.
વાસ્તુશાસ્ત્ર માં આર્થિક સંકટ થી બચવા અને ઘર માં સુખ-શાંતિ જાળવવા માટે વિવિધ ઉપાયો આપવામાં આવ્યા છે. જો તમે નિયમો અનુસાર તમામ ઉપાયો નું પાલન કરો છો, તો તેની અસર પણ જોવા મળે છે. આવું જ એક વાસ્તુશાસ્ત્ર મોર પીંછા સાથે પણ સંબંધિત છે. મોર પીંછા ને પણ ભગવાન કૃષ્ણ નું આભૂષણ માનવા માં આવે છે. કૃષ્ણ નો શ્રૃંગાર મોર ના પીછા વિના અધૂરો માનવા માં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણ સિવાય, મોર પીંછા માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્રદેવ અને ભગવાન કાર્તિકેય ને પણ ખૂબ પ્રિય છે.
એટલા માટે લોકો મોટાભાગે ઘરમાં મોર પીંછા રાખે છે. જો કે કેટલાક લોકો તેનો માત્ર શોપીસ તરીકે ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો અલગ-અલગ કારણોસર મોરના પીંછાને ઘરમાં રાખે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, મોર પીંછાને યોગ્ય દિશા અને કેટલાક નિયમો સાથે ઘરમાં રાખવા થી ઘર માંથી આર્થિક સંકટ દૂર થાય છે.
મોર પીંછા રોપવા માટે યોગ્ય દિશા
ઘર માં મોર પીંછા લાવતા પહેલા તમારે એ જોવાનું છે કે તે દિવસે કોઈ અશુભ સમય તો નથી ને. ઘરમાં મોરનું પીંછ ફક્ત ખુશીના દિવસે જ લાવો.
ઘર ની દક્ષિણ-પૂર્વ દિશા માં મોર નું પીંછું રાખવું. આ દિશા માં મોરનું પીંછા રાખવું શુભ માનવામાં આવે છે.
આ દિશામાં મોર પીંછા રાખવા થી આર્થિક મુશ્કેલીઓ થતી નથી. લોકો ઘર બેઠા કામ કરીને બિઝનેસ માં પ્રમોશન મેળવે છે.
મોર માંથી કુંડળી દોષ દૂર કરો
વાસ્તુશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ની કુંડળી માં રાહુ દોષ હોય છે તેણે પોતાની આસપાસ મોર પીંછા રાખવા જોઈએ.
મોર નાં પીંછાં વિવિધ પ્રકાર ની નકારાત્મક ઊર્જા નો ફેલાવો ઓછો કરે છે અને તેને ઘર માં રાખવા થી ગ્રહ દોષો થી મુક્તિ મળે છે.