આ મુસ્લિમ દેશમાં સદીઓથી પ્રગટી રહી છે માતા ભગવતીની અખંડ જ્યોત

Please log in or register to like posts.
News

દુનિયા ભરમાં દેવી માતાનાં અનેક મંદિરો મોજૂદ છે, પરંતુ લગભગ 95 ટકા મુસ્લિમ વસતી ધરાવતા દેશમાં દેવી માતાનું મંદિર હોવું ચોંકાવી દે છે. પરંતુ તેનાથી પણ આશ્ચર્યમાં મૂકનાર વાત એ છે કે તે મંદિરમાં સદીઓથી અખંડ જ્યોત પ્રગટી રહી છે. હા જી, અમે વાત કરી રહ્યા છીએ અઝરબૈજાનની જહાં સુખારાનીમાં સદીઓથી આવેલા માતા ભગવતીનાં પ્રાચીન મંદિરની…

અનેક સદીઓ બાદ પણ આ મંદિર શાનથી ઊભુ છે. જોકે આ મંદિર સુમસામ રહે છે. અહીં ક્યારેક જ કોઈ માણસ દેખાય છે. આ મંદિરને આતિશગાહ અથવા ટેંપલ ઑફ ફાયર નામથી પણ ઓળખવામાં આવે છે.

અહીં ઘણા વર્ષોથી એક પવિત્ર અગ્નિ સતત પ્રગટી રહ્યો છે. આ મંદિર મુખ્યત્વે અગ્નિને જ સમર્પિત છે. કારણ કે હિન્દુ ધર્મમાં અગ્નિને બહુ પવિત્ર ગણવામાં આવે છે, તેથી અહીં પ્રગટી રહેલ જ્યોતને સાક્ષાત્ ભગવતીનું રૂપ ગણવામાં આવ્યું છે. નોંધનીય છે કે આવી જ જ્યોતિ માતા જ્વાળાજીનાં મંદિરમાં પણ પ્રગટી રહી છે

hindu temple in azerbaijan

સતત જ્વાળાઓ નિકળતી રહે છે

મંદિરમાં પ્રાચીન વાસ્તુકળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં એક પ્રાચીન ત્રિશૂળ સ્થાપિત છે. નજીક જ અગ્નિકુંડમાંથી સતત જ્વાળાઓ નિકળતી રહે છે. મંદિરની દિવાળો પર ગુરુમુખી લેખો અંકિત છે.

hindu temple in azerbaijan

હિન્દુસ્તાનનાં કારોબારીએ બનાવ્યુ હતું આ મંદિર

મંદિરની કથા મુજબ જૂના જમાનામાં હિન્દુસ્તાનનાં કારોબારીઓ આ જ રસ્તે મુસાફરી કરતા હતા. તેમણે માતા જ્વાળાજી પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવા માટે આ મંદિર બનાવડાવ્યું. ઇતિહાસનાં જાણકારોનું માનવું છે કે મંદિરનાં નિર્માતાનું નામ બુદ્ધદેવ હતું. તેઓ હરિયાણામાં માદજા ગામનાં રહેવાસી હતી કે જે કુરુક્ષેત્રની સમીપે આવેલુ છે. મંદિરમાં સંવત્ 1783નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વધુ એક શિલાલેખ મુજબ ઉત્તમચંદ તથા શોભરાજે મંદિર નિર્માણમાં મહાન ભૂમિકા ભજવી હતી. માનવામાં આવે છે કે હિન્દુસ્તાની વેપારીઓ આ રસ્તાથી પસાર થતા, ત્યારે તેઓ મંદિરમાં માથું જરૂર ટેકવતા હતાં.

hindu temple in azerbaijan

નજીકમાં બનેલું છે આરામગાહ

ઈરાનમાંથી પણ લોકો અહીં આવી પૂજા કરતા હતા. અહીં આવનાર લોકો મંદિર પાસે બનેલી કોઠડીઓમાં વિશ્રામ કરે છે. સને 1860માં અહીંથી પુજારી જતા રહ્યાં. તેમના ગયા બાદ અહીં કોઈ પુજારી આવ્યાની વિગત ઉપલબ્ધ નથી. માનવામાં આવે છે કે પછી કોઈ પુજારી અહીં આવ્યો નહીં. ત્યારથી આ મંદિર ભક્તોનો ઇંતેજાર કરી રહ્યું છે.

Source: Boldsky

 

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.