જો અપનાવશો આ ટિપ્સ, તો તમારા ઘરનું વીજળીનું બિલ થઈ જશે અડધું

Please log in or register to like posts.
News

આપણા ઘરમાં સામાન્ય રીતે દર બે મહિને વિજળીનું બિલ આવતુ હોય છે. જો કે આ બિલ કોઇના ઘરમાં એકદમ વધારે તો કોઇના ઘરમાં એકદમ જ ઓછુ આવતુ હોય છે. પણ જો તમારા ઘરમાં વધારે બિલ આવતુ હોય તો, આજથી તમે અપનાવશો આ ટિપ્સ તો તમારા વિજ બિલમાં કરી દેશે એકદમ ઘટાડો…

તમારું ફ્રીજ જો ખાલી રહેતુ હોય તો તેમાં વધારે વીજળી ખર્ચ થાય છે. જેથી કરીને તમે ફ્રીજમાં હંમેશા વધારે ફળ અને શાકભાજી રાખો. આ સાથે ફ્રીજને હંમેશા નોર્મલ મોડ પર રાખો.

ઘણા લોકો પોતાના વોશિંગ મશીનમાં જરૂર કરતા વધારે કપડા નાખી દેતા હોય છે પરંતુ જો કપડા વોશિંગની ક્ષમતાથી વધારે નાંખશો તો તમારું વીજળી બિલ વધારે આવશે આથી વોશિંગ મશીનમાં ક્ષમતા મુજબ કપડા ધોવા માટે નાખો.

ઘણા લોકો રાત્રે સૂતા સમયે ઘરમાં લાઈટ ચાલુ રાખતા હોય છે જે કારણોસર વિજળીનું બિલ વધે છે. આથી હંમેશા બલ્બ અને લાઈટને બંધ કરીને સૂવાની આદત રાખો.

જો તમારા ઘરમાં બલ્બ છે તો આ વીજળીનું મીટર તેજીથી ચાલે છે. પરંતુ જો બલ્બમી જગ્યાએ સીએફએલ લગાડશો તો વીજળીનું બિલ ઓછું આવશે.

કમ્પ્યૂટર, ટીવી, પ્લેયર વગેરે જો રાત્રે ચાલુ મૂકી દેશો તો વિજળીનું બિલ વધશે. ઘરના ઉપકરણ પાવર એક્સટેશનથી જોડવાથી પ્રયોગ કરો.

તમારે ત્યાં ગરમ પાણી કરવા માટે જો વોટર હીટર છે તો એને હંમેશા 48 ડિગ્રી પર રાખો. આથી તમારી વીજળી વધારે ખર્ચ નહી થાય.

કપડા મશીનની જગ્યાએ બહાર હવામાં સૂકવશો તો તમારા વિજળીના બિલમાં બચત થશે.

Source: Sandesh

Advertisements

Comments

comments

Reactions

0
0
0
0
0
0
Already reacted for this post.