મેષ
વર્ષ 2021ના 15માં સપ્તાહ માટેનું મેષ રાશિના જાતકોનું ભવિષ્ય ફળ જોઇએ તો, આ સપ્તાહે તમને લાંબા પ્રવાસે જવાની તક પ્રાપ્ત થશે. આ સપ્તાહ તમારા માટે મધ્યમ રૂપે ફળ પ્રદાન કરનારું રહેશે. અને તમારા પ્રણય જીવન માટે આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તમે પોતાના પ્રેમીને લગ્ન કરવા માટે પ્રસ્તાવ આપી શકો છો અને એવી પૂર્ણ સંભાવના છે કે તેઓ તમારા પ્રસ્તાવને પોતાની સહમતિ પ્રદાન કરી દેશે. તેનાથી તમારા લગ્નનો માર્ગ ખુલી જશે. પરિણિત લોકોને આ સપ્તાહે દાંપત્ય જીવનમાં ભરપૂર રોમાન્સ કરવાની તક પ્રાપ્ત થશે અને તમારા જીવનસાથી ખૂબ જ ખૂશ જોવા મળશે. નોકરીના સંબંધમાં લાંબા સમયથી અટકેલી પડેલી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને નોકરીમાં તમારી બઢતીનો રસ્તા સાફ થશે. તમારી ઇનકમમાં પણ વધારો થસે અને એક કરતા વધારે માધ્યમો મારફત તમારી પાસે પૈસા આવવા લાગશે, જેનાથી તમે ખૂબ ખૂશ થશો. વેપારમાં વધારો થશે. વિદ્યાર્થી વર્ગ માટે પણ આ સમય કોઇ કરતા ઓછો નહીં રહેશે અને તેમને પોતાના અભ્યાસમાં મજા આવશે. તેઓ નવી વસ્તુઓ શિખશે અને આમ કરવાથી તેઓને સારા પરિણામની પ્રાપ્તી થશે. આરોગ્યની વાત કરીએ, તો આરોગ્યની દૃષ્ટિએ આ સમય થોડો ક નબળો છે, તેથી તમે પોતાના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેજો. તમને આંખમાં પીડા, ઉંઘ ન આવવી, વ્યાકુળતા અને પગમાં દુખાવા જેવી સમસ્યાઓ થઇ શકે છે.
વૃષભ
વર્ષ 2021ના આ પંદરમા સપ્તાહની શરૂઆતમાં વૃષભ રાશિના જાતકોને સારો એવો ફાયદો મળી શકે તેવા યોગ સર્જાઇ રહ્યા છે, જેનાથી તમારા સપ્તાહની એકદમ સારી રીતે શરૂઆત થશે. તમારી સમજવા-વિચારવાની શક્તિ મજબૂત બનશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા પ્રત્યેક કામને પોતાના માટે એક ચેલેન્જ તરીકે લઇને આગળ વધશો. પ્રણય જીવનની વાત કરીએ, તો તેમાં ખુશીઓમાં વધારો થશે અને પરિણિત લોકોના દાંપત્ય જીવનમાં પણ સુખમાં વધારો જોવા મળશે. તમે મોજ-મસ્તી પાછળ ખુબ જ ખર્ચ કરશો, જે પાછળથી તમને પરેશાન કરી શકે છે. તેથી તમે સમજી-વિચારીને ખર્ચ કરો તે તમારા હિતમાં રહેશે. નોકરિયાત વર્ગના લોકોએ પોતાના જ્ઞાનનો સઘળો ફાયદો ઉઠાવવો જોઇએ અને પોતાના કામને સરળતાથી અને સમય પર પૂર્ણ કરવા માટેના પ્રયાસ કરવા જોઇએ. જરૂર પડે તો તમારે કોઇની પાસેથી સલાહ પણ લેવી જોઇએ. વેપારની વાત કરીએ, તો વેપારના મામલે તમને સારા પરિણામની પ્રાપ્તી થશે અને તમારું આરોગ્ય થોડું નબળું રહી શકે છે. કેટલાંક લોકોને વિદેશ પ્રવાશે જવાની તક પણ મળી શકે છે.
મિથુન
મિથુન રાશિના જાતકો, વર્ષ 2021નું આ 15મું સપ્તાહ તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ સપ્તાહે તમારે ઘણાં બધા જરૂરી કામો પૂર્ણ કરવાના રહેશે. તમને તમારા કામમાં જે નવું એસાઇન્મેન્ટ પ્રાપ્ત થયું છે, તેને પૂર્ણ કરવું તમારા માટે સૌથી પહેલો પડકાર રહેશે. તમારા પરિવારની જરૂરિયાતો પણ તમારું ધ્યાન આકર્ષિત કરશે. તેવામાં વધુ એકાગ્ર થને કામ કરજો, સફળતા જરૂર પ્રાપ્ત થશે. તમે ધાર્મિક કામોમાં ઉત્સાહ સાથે ભાગ લેશો. આ સપ્તાહે તમે કોઇ સમાજ સેવાનું કામ પણ કરી શકો છો. તમને મંદિરમાં દેવદર્શન કરવાની તક મળશે. તમારી ઇનકમમાં વધારો થશે. જોકે આ સપ્તાહે તમે ખર્ચા પણ અપેક્ષા કરતા વધારે જ કરશો. તમારા પરિવારની અંદરનું વાતાવરણ પણ સારું રહેશેશે. પ્રણય જીવનમાં આ સપ્તાહે રોમાન્સની તકો આવશે. તમે પોતાના પ્રિય પાત્રને સાથે લઇને રોમાન્ટિક ડેસ્ટિનેશન પર ફરવા માટે જઇ શકો છો. પરિણિત લોકોનું દાંપત્ય જીવન પણ આ સપ્તાહે સારું રહેશે. તમે પોતાના જીવન સાથીની સાથે કોઇ લાંબા પ્રવાસે જઇ શકો છો.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે વર્ષ 2021ના આ સપ્તાહની શરૂઆત વ્યવસાયિક કાર્યોની વ્યસ્તતાની સાથે થવાની છે. આ સપ્તાહે તમે સકારાત્મક અને ઉત્સાહથી ભરપૂર રહેવાના છો. આ સમયગાળા દરમિયાન સંવાદ સાથે જોડાયેલા કોઇપણ ક્ષેત્રમે તમે સારું પ્રદર્શન કરશો તેવી સંભાવના જોવા મળી રહી છે. સપ્તાહના પહેલાં તબક્કા દરમિયાન તમને કોઇ વધારાનો ધન લાભ પ્રાપ્ત થાય તેવી સંભાવના જણાઇ રહી છે. આવો ઓચિંતો ધન લાભ થવો તમારી આર્થિક સ્થિતિને સારી બનાવવા માટે સક્ષમ રહેશે. સપ્તાહના મધ્ય ભાગમાં તમારે પરિસ્થિતિઓને વધારે સારી રીતે સંભાળવાની રહેશે. આ સમય દરમિયાન તમે પોતાને સતત કોઇને કોઇ સમસ્યામાં ફસાયેલા જોશો. અઠવાડિયાના આ તબક્કામાં તમે ધીમા અને પરેશાન રહી શકો છો. જોકે, સપ્તાહના અંતિમ તબક્કા દરમિયાન વેપારી વર્ગના લોકોને સફળતા પ્રાપ્ત થાય તેવી સંભાવના જણાઇ રહી છે. ધન લાભની પ્રાપ્તી થવાથી તમને ખુશી અને રાહત મળે તેવી પૂરી સંભાવના છે. સપ્તાહનો અંતિમ સમય તમારા પક્ષમાં રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તમે પોતાની કાર્ય યોજનાને વધારે પ્રભાવશાળી રીતે આગળ વધારી શકો છો. ઉપરાંત આ સમય દરમિયાન તમારે પોતાની ચિંતાઓને પાછળ ધકેલીને પૂર્ણ આત્મવિશ્વાસની સાથે જ આગળ વધવાનો પ્રયાસ કરવો જોઇએ. વિદ્યાર્થી વર્ગ માટે વાત કરીએ, તો વિદ્યાર્થીઓ માટે પણ સપ્તાહનો અંતિમ તબક્કો સારો રહેવાનો છે.
સિંહ
સિંહ રાશિના જાતકો, આ સપ્તાહની શરૂઆત તમારા માટે થોડીક નબળી રહેવાની છે અને તે કારણે જ આ સપ્તાહ તમને મધ્યમ ફળ પ્રદાન કરનારું રહેવાનું છે. સપ્તાહની શરૂઆતના સમયમાં તમે કોઇપણ જાતની નવી બિઝનેસ ડીલ ન કરશો અથવા તો કોઇપણ નવું એગ્રીમેન્ટ ન કરશો. તેમાં તમને ખોટ જઇ શકે છે પરંતુ સપ્તાહનો મધ્ય અને અંતિમ ભાગ તમારા માટે સારો રહેશે. વેપારમાં નવા-નવા સોદા તમને પ્રાપ્ત થસે, જેનાથી તમને ખુબ જ સારો લાભ મળશે. નોકરિયાત વર્ગના લોકોને પણ પહેલાની તુલનામાં થોડો રાહતનો શ્વાસ ખાવા મળશે. તમારું ભાગ્ય મજબૂત રહેશે. આ સપ્તાહે તમને ભાગ્યના જોરે તમારા કામોમાં સફળતા મળશે. તમારા આરોગ્યમાં પહેલાની તુલનામાં સુધારો જોવા મળશે. તમે પોતાના વિરોધીઓ પર જીત મેળવશો. પ્રણય જીવન સામાન્ય રહેવાનું છે, પરંતુ પરિણિત લોકોનું દાંપત્ય જીવન સમજદારી અને લગનને કારણે સારું રહેવાનું છે. આ સપ્તાહે તમારા જીવનસાથી તમને કોઇ જરૂરી સલાહ પણ આપશે, જે તમને ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. કોઇ કોમ્પિટિશન પરીક્ષામાં તમારી મહેનત તમારા માટે સફળતાના દરવાજા ખોલી શકે છે.
કન્યા
વર્ષ 2021નું આ સપ્તાહ કન્યા રાશિના જાતકો માટે કેવું ભાગ્યફળ લઇને આવ્યું છે, તેની તરફ નજર કરીએ, તો કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. આ સપ્તાહે તમને કોઇ સ્થાવર મિલકત પ્રાપ્ત થાય તેવા યોગ જણાઇ રહ્યા છે. લાંબા સમયથી તમે જે સમયની શોધ કરી રહ્યા હતા, તે સમય હવે તમને મળી ગયો છે. તમે પોતાના કામમા પ્રગતિ પ્રાપ્ત કરશો, અને વેપાર સાથે જોડાયેલા જાતકોનો વેપાર પણ સારો રહેશે. આ સમય દરમિયાન ખર્ચાઓમાં થોડોક વધારો થઇ શખે છે, પરંતું ખર્ચમાં વધારો થવો તમારા માટે તો ફાયદાકારક જ રહેશે. કારણ કે આ ખર્ચા જ તમારા માટે મૂડી રોકાણનું કામ કરશે. ઇનકમમાં વધારો થઇ શકે છે. જોકે તમારા આરોગ્યમાં થોડી પડતી જોવા મળી શકે છે. પરિણિત લોકોના દાંપત્ય જીવનની વાત કરીએ, તો તેમનું ગૃહસ્થ જીવન સારું રહેશે. તમે એકબીજાની સમસ્યાઓ સાંભળશો અને તમારી વચ્ચે સામિપ્યમાં વધારો થશે તેવી જ રીતે જે લોકો પ્રણય જીવન જીવી રહ્યા છે, તેમને આ સપ્તાહ દરમિયાન ખુબ જ સારા પરિણામની પ્રાપ્તી થશે. પોતાના પ્રણય જીવનને તેઓ સુખદ બનાવશે અને લગ્ન કરવાની દિશામાં આગળ વધી શકે છે. તમારે પોતાના કામના સ્થળે થોડું સાવધાન રહેવું જોઇએ કારણ કે કેટલાક એવા લોકો છે, જેઓ તમારી પ્રત્યે ઇર્ષ્યા ધરાવે છે, અને તેઓ તમારી વિરુદ્ધ કોઇ યોજના ઘડી શકે છે. આ સમય દરમિયાન તમારા સાસરી પક્ષમાં કોઇ નવું ફંકશન શરૂ થઇ શકે છે અને તમને લોકો સાથે મુલાકાત કરવાની તક મળશે.
તુલા
તુલા રાશિના જાતકો, વર્ષ 2021નું આ સપ્તાહ તમારા માટે મધ્યમ ફળ પ્રદાન કરનારું સાબિત થશે. આ સપ્તાહની શરૂઆતના સમયગાળાથીજ તમારા ખર્ચામાં એકાએક વધારો થઇ જશે. તમારે પોતાના પ્રિયજનોને ખુશ કરવા માટે તેમને સારામાં સારી ભેટ લાવીને આપવી પડશે અને સાથે જ તમને તમારા મોસાળ પક્ષના લોકોની સાથે મુલાકાત કરવાની પણ તક મળશે. પરિણિત લોકોનું ગૃહસ્થ જીવન પણ ખુબ જ સારી રીતે આગળ વધશે અ તમે પોતાના સંબંધમાં એક બીજાની પ્રત્યે આકર્ષણ અનુભવશો. તેનાથી તમારા અંતરંગ સંબંધોમાં વધારો થશે અને સંબંધમાં રોમાન્સમાં વધારો થશે. જે લોકો પ્રેમ કરે છે, તેઓ પૂરા જોશ સાથે પોતાના પ્રણય જીવનને ખુશનુમા બનાવવાનો પ્રયાસ કરશો. કેટલાક લોકોના સંબંધમાં સ્વીકૃતિ વધશે અને તમે લવમેરેજની દિશામાં આગળ વધી શકો છો. આરોગ્યના મોરચે હવે તમે ખુબ જ તંદુરસ્ત રહેશો. નોકરીમાં તમારી મહેનત રંગ લાવશે અને વેપાર કરનારા લોકોનો બિઝનેસ ગતિ પકડશે. આ સપ્તાહ કેટલીક નવી યોજનાઓને આગળ વધારવામાં મદદ કરશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકો માટે વર્ષ 2021નું આ સપ્તાહ સામાન્ય ફળ પ્રદાન કરનારું રહેશે. આ સપ્તાહની શરૂઆતમાં તમે પોતાના જીવનને ખુબ સારી રીતે એન્જોય કરશો અને સુખોનો આનંદ માણશો. સપ્તાહના મધ્ય સયમ દરમિયાન ચિંતાઓ અને ખર્ચા બંને વધશે, તેમની પર ધ્યાન આપવું પડશે. સપ્તાહનો અંતિમ ભાગ તમારા માટે ખુબ સારો રહેશે. તમે તમારા દાંપત્ય જીવનમાં ચાલી આવી રહેલા તણાવને દૂર કરવા માટે પ્રયાસ કરશો અને તેનો તમને લાભ પણ જોવા મળશે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સમજદારી દાખવશે, જેનાથી તમારો સંબંધ સારો બનશે. પ્રણય જીવન જીવી રહેલા લોકોએ સમયનો ભરપૂર લાભ ઉઠાવવો જોઇએ. તમારા સંબધમાં રોમાન્સ યથાવત રહેશે અને પ્રેમ મજબૂત બનશે. તમારું આરોગ્ય સારું રહેશે અને તમે દરેક કામને પડકારના રૂપમાં લઇને આગળ વધશો. જો તમે પ્રવાસ પર જવા માગતા હો તો તેના માટે સપ્તાહના અંતિમ દિવસો તમારા માટે ઠીક રહેશે. આ સપ્તાહે વેપારમાં વધારો થશે.
ધન
વર્ષ 2021નું આ સપ્તાહ ધન રાશિના જાતકો માટે કેવું રહેશે તેની તરફ દૃષ્ટિ કરીએ, તો આ સપ્તાહ તમારા માટે સારું રહેવાનુ છે. તમને આ અઠવાડિયા દરમિયાન પોતાના પરિવારના સભ્યોની સાથે સમય ગાળવાની તક પ્રાપ્ત થશે. તેમની સાથે પોતાના ઘરને કેવી રીતે સુંદર બનાવવામાં આવે, તેના વિશે તમે ચર્ચા કરશો. પ્રણય જીવન વ્યતિત કરી રહેલા લોકો માટે આ સપ્તાહ સારું રહેવાનું છે. તમારા સંબંધમાં રોમાન્સમાં વધારો થસે, કેરિંગ પણ વધશે. જે લોકો પરિણિત છે, તેમનું દાંપત્ય જીવન સુગંધથી મહેકી ઉઠશે. આ સમય દરમિયાન તમને તમારા જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. અને તેઓ દરેક કામમાં તમારી પડખે ઉભા જોવા મળશે. નોકરી કરતા જાતકોને આ સપ્તાહે તેમના કામના સારા પરિણામ પ્રાપ્ત થશે. તેમનો આત્મવિશ્વાર પરત ફરશે. જે જાતકો વેપાર કરી રહ્યા છે, તેમના માટે આ સમયે સારો લાભ થવાના યોગ સર્જાશે. તમારું આરોગ્ય મજબૂત રહેશે. જો તમે પ્રવાસ પર જવા માગતા હો, તો તેના માટે સપ્તાહનો મધ્યનો સમયગાળો સારો રહેશે. તમારી ઇનકમમાં પણ વધારો થશે. તેમજ ખર્ચામાં કમી આવવી શરૂ થઇ જશે.
મકર
વર્ષ 2021ના એપ્રિલ મહિનાના અઠવાડિયા દરમિયાન મકર રાશિના જાતકોને કેવું ભાગ્યફળ પ્રાપ્ત થશે તેની તરફ એક નજર કરીએ, તો આ સપ્તાહ તમારા માટે ખુબ જ સારું રહેવાનું છે. આ સપ્તાહ દરમિયાન તમે પોતાના મિત્રોની સાથે મોજ-મજા અને મસ્તીમાં સમય વ્યતિત કરશો તેમની સાથે ગાળેલા સમયની તમને ખબર જ નહીં પડે. સાથે જ તમારી પર્સનલ લાઇફ પણ ખુબ જ મજબૂત બનશે અને તમને કેટલાંક નવા મિત્રો બનાવવાની તક પણ પ્રાપ્ત થશે. તમારા ઘર પરિવારમાં બધું જ કુશળ-મંગળ રહેશે અને તમે આ સમય દરમિયાન કોઇ નવા ટીવી અથવા ફ્રિજની ખરીદી કરી શકો છો. તમારા ઘર પરિવારમાં અંદર અને બહારની તરફથી સજાવટનુ કાર્ય પણ તમે કરાવી શકો છો. નોકરિયાત વર્ગના જાતકોને પોતાના કામમાં આનંદની પ્રાપ્તી થશે અને તમારા માટે તમારી ઓફિસ પણ તમને ઘરની જેમ શાંતિ આપનારી બની જશે, જેનાથી તમે પોતાના કામમાં ખુબ જ આગળ વધશો. વેપાર સાથે સંકળાયેલા જાતકોની વાત કરીએ, તો વેપાર કરનારા લોકોએ, આ સમયમાં પોતાના કર્મચારીઓ અને લેબરનું પુરુ ધ્યાન રાખવું પડશે, કારણ કે તેમના કારણે જ તમને સારા લાભની પ્રાપ્તી થઇ શકે છે. તમારું ગૃહસ્થ જીવન શાનદાર રહેશે અને તમે પોતાની જવાબદારીઓને સમજશો. જે લોકો પ્રણય જીવનનો આનંદ માણી રહ્યા છે, તેમણે આ સપ્તાહ દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ શાંતિ રાખવાથી તમામ કામ પાર પડી જશે, તેથી જરાય ઉતાવળ ન કરશો. પ્રવાસ પર જવું હોય, તો સપ્તાહની શરૂઆતમાં પ્રવાસ કરવો સારો રહેશે.
કુંભ
વર્ષ 2021નું આ સપ્તાહ કુંભ રાશિના જાતકોને કેવું ભાગ્યફળ પ્રદાન કરશે તેની તરફ એક નજર કરીએ, તો આ સપ્તાહ તમારા માટે ઉત્તમ સાબિત થવાનું છે. વર્તમાન સપ્તાહની શરૂઆતમાં જ તમને ધનની આવક થશે. તમારું બેન્ક બેલેન્સ પણ મજબૂત થશે. તેમજ પારિવારિક વેપારમાં પણ પ્રગતિ જોવા મળશે. આ સમય દરમિયાન તમારો પૈતૃક વ્યવસાય મજબૂત રીતે આગળ વધશે. આરોગ્યના મોરચે જોઇએ, તો તમારા આરોગ્યમાં સુધારો જોવા મળશે. તમારા જ્ઞાનમાં વધારો થશે. લોકો તમારી વાત માનશે. તમારા માન-સન્માનમાં વધારો થશે. તેમજ પરિવારમાં પણ સુખ શાંતિ રહેશે. નોકરિયાત વર્ગના લોકોની વાત કરીએ, તો નોકરી કરતા લોકોને પોતાના કામમાં મહેનતનું પુરુ ફળ પ્રાપ્ત થશે. તમારું જીવન યોગ્ય રીતે આગળ વધશે. વેપારી વર્ગના જાતકો માટે પણ આ સમયગાળો પ્રગતિ પ્રદાન કરનારો સાબિત થવાનો છે. તમને તમારા બિઝનેસમાં જોરદાર પ્રગતિ માટેની તક પ્રાપ્ત થશે. વેપારીને વધારવાની દિશામાં તમારે પ્રયાસ કરવા જોઇએ. પરિણિત લોકોનું ગૃહસ્થ જીવન આ સમય દરમિયાન સમજદારી સાથે પસાર થશે તમે એક-બીજાને સમજીને પોતાના જીવનને સુંદર બનાવવા માટેના શક્ય એટલા તમામ પ્રયાસ કરશો. તમને તેના સારા પરિણામ પણ પ્રાપ્ત થશે. પ્રણય જીવન વ્યતિત કરી રહેલા લોકો માટે આ સપ્તાહ ઉત્તમ રહેવાનું છે. આ સપ્તાહની શરૂઆતમાં તમે કોઇ સુંદર પ્રવાસ પર જશો.
મીન
મીન રાશિના જાતકો માટે વર્ષ 2021નું આ અઠવાડિયું કેવા ભાગ્યફળ સાથે આવ્યું છે, તેની તરફ એક દૃષ્ટિ કરીએ, તો આ સપ્તાહ તમારા માટે સમાન રૂપે ફળ પ્રદાન કરનારું સાબિત થવાનું છે. આ સપ્તાહ દરમિયાન તમને તમારા ભાગ્યનો સાથ મળશે, જેનાથી તમારી ઇનકમમાં વધારો થશે. આ સમય દરમિયાન તમારી ઘણીં યોજનાઓ ફળીભૂથ થવા લાગશે. તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને તેમાં ગતિ આવશે. બિઝનેસમાં તમને કેટલાંક નવા સોદા હાથ લાગી શકે છે. તમારા માન-સન્માનમાં પણ વધારો થશે. તમારી છબિ મજબૂત બનશે. આ સપ્તાહ દરમિયાન તમારા આરોગ્યમાં સુધારો થશે, પરંતુ તમારા વધારે પડતા વાતોડિયા સ્વભાવને કારણે કેટલાક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારા ગૃહસ્થ જીવનમાં ચાલી આવતા તણાવથી તમને મુક્તિ પ્રાપ્ત થશે. તમે એક-બીજાને સમજશો. જે લોકો લવ લાઇફ એન્જોય કરી રહ્યા છે, તેમને આ સમય દરમિયાન ખુશી પ્રદાન કરનારા પરિણામ પ્રાપ્ત થશે. તમે તમારા પ્રિય પાત્રને લગ્ન કરવા માટે પ્રપોઝ કરી શકે છે, જેમાં તમને સફળતા પ્રાપ્ત થવાની ભરપૂર સંભાવના રહેશે. પ્રવાસ પર જવા માગતા હો, તો તેના માટે સપ્તાહની શરૂઆતનો સમય સારો રહેશે. વિદ્યાર્થી વર્ગના જાતકોની વાત કરીએ, તો વિદ્યાર્થીઓ માટે આ સમય પોતાની એકાગ્રતામાં વધારો કરવાના પ્રયાસ કરવાનો છો, ત્યારે જ અભ્યાસમાં વાત થઇ શકશે.