જ્યોતિષ શાસ્ત્ર

સાપ્તાહિક રાશિફળઃ 2 થી 8 મે 2021

મેષ

મેષ રાશિના જાતકો વર્ષ 2021નું આ 18મું અઠવાડિયું તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનું છે. તમે ખુશીઓ પ્રાપ્ત કરવાની ઇચ્છા સાથે ખૂબ હરશો-ફરશો. તમારું પ્રણય જીવન પણ ખૂબ જ સારું રહેશે અને તમને તમારા પ્રેમીની સાથે મળીને નવી- નવી જગ્યાઓએ ફરવા જવાનું ખૂબ પસંદ પડશે. પરિવારના સંદર્ભમાં વાત કરીએ તો આ સપ્તાહ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. દાંપત્ય જીવનમાં પણ પ્રેમમાં વધારો થશે. નોકરિયાત વર્ગના લોકોને મહેનત બાદ હવે થોડી રાહત અને આરામ પ્રાપ્ત થસે અને પોતાના બોસની સાથે તેમનો સંબંધ ખૂબ જ સારો રહેશે. વેપારી વર્ગની વાત કરીએ તો તેમના માટે આ સમયગાળો પ્રગતિકારક રહેનારો છે. વિદ્યાર્થીઓને શિક્ષણાં નવી-નવી ટેક્નોલોજી શિખવાની તક મળશે. જોકે, તમારે પોતાના આરોગ્ય પ્રત્યે થોડું સતર્ક રહીને તેના તરફ થોડું ધ્યાન રાખવું જરૂરી રહેશે, કારણ કે તાવ, અથવા માથાનો દુખાવો જેવી સમસ્યાઓ તમને હેરાન-પરેશાન કરી શકે છે. પરિવારમાં ભાઇ-બહેનની સાથે મળીને તમે ખૂબ જ મોજ-મસ્તી કરશો, જેનાથી તમારો આજનો દિવસ ખૂબ જ સારો વ્યતિત થશે.

વૃષભ

મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ સારું રહેવાનું છે. વર્ષ 2021ના અઢારમા સપ્તાહમાં તમને કેટલીક નવી જગ્યાઓએ હરવા-ફરવા જવા માટેની તક પ્રાપ્ત થસે. ત્યાંથી તમે કેટલીક નવી જાણકારીઓ એકઠી કરશો, કારણ કે તે તમને ખુશીઓ આપશે. તમારા દાંપત્ય જીવનની વાત કરીએ તો, આ સપ્તાહે દાંપત્ય જીવનમાં આવી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થવા લાગી છે અને મને ખુશનુમા પળોનો આનંદ પ્રાપ્ત થશે. તમારા જીવન સાથી પણ સમજદારીનો પરિચય આપતા તમે પ્રસન્ન રહો તે માટેના ભરપૂર પ્રયાસ કરશે. પ્રણય જીવનમાં પણ તમને સારા પરિણોમો મળશે અને તમારું પ્રિય પાત્ર પોતાના પ્રેમથી તમનને આનંદિત કરી દેશે. નોકરિયાત વર્ગની વાત કરીએ તો નોકરિયાત વર્ગના લોકોને પોતાની મહેનતના સારા પરિણામ પ્રાપ્ત થશે અને તમે આગળ વધશો. આ સપ્તાહે તમારું ભાગ્ય મજબૂત રહેશે, જેનાથી ઘણી વાર ઓછી મહેનતમાં પણ તમારા ઘણાં કામ પાર પડી જશે. વેપારના સંબંધમાં તમારે પોતાના પરિવારજનોની સલાહ લઇને આગળ વધવું જોઇએ. પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું તમારા માટે અતિ આવશ્યક રહેશે, નહિંતર તમારી આર્થિક સ્થિત પર બોજ બનવાનું શરૂ થઇ જશે. આ સપ્તાહે તમારા વ્યક્તિત્વમાં વ્યવહારિકતામાં વધારો થશે અને તમે લોકોને તમારા વ્યક્તિત્વના રમૂજી અંદાજથી ખુશ રાખવાનો પ્રયાસ કરશો.

મિથુન

વર્ષ 2021નું 18મું સપ્તાહ મિથુન રાશિના જાતકોને કેવું ભાગ્ય ફળ આપશે, તે જોઇએ તો મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું રહેવાનું છે. તમે આ સપ્તાહે પોતાના જીવનસાથી વિશે ખુબ વધારે વિચારશો અને તેમને ખુશ રાખવા માટેના શક્ય તેટલાં વધારે પ્રયાસ કરશો. તેમના માટે કોઇ નવી શોપિંગ કરીને કંઇ નવું ખરીદીને લાવવું પણ જરૂરી રહેશે તેમજ તમે પોતાના જીવનસાથીને સુવિધા માટે કોઇ નવું ગેઝેટ ખરીદીને તેમને આપી શકો છો. આ સપ્તાહે તમારી વિચારધારા પણ મજબૂત બનશે અને તમને પાર્ટીઓમાં જવું પણ પસંદ આવશે. તમે નવા લોકો સાથે મુલાકાત કરીને પોતાના સોશિયલ સર્કલમાં વધારો કરશો. આ સપ્તાહે કેટલાંક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત કરશો. પ્રણય જીવનની વાત કરીએ તો તેમાં કોઇ ખાસ વ્યક્તિનું પદાર્પણ થાય તેવા યોગ સર્જાઇ રહ્યા છે. નોકરિયાત વર્ગના લોકોના રાશિ ફળની વાત કરીએ તો, તેમના માટે સમય ખુબ જ સારો રહેશે. તમારે પહેલાં કરાયેલી મહેનતથી પોતાના કામને વધારીને તેને આગળ લઇ જવું જોઇએ. જો તમે, વેપાર કરતા હો, તો આ સમય તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. નાની-નાની યાત્રાઓ પણ તમારા કામને આગળ વધારવામાં તમારી મદદ કરશે. જો તમે કોઇ મહત્વપૂર્ણ પ્રવાસે જવા ઇચ્છતા હો અથવા તો કોઇ તીર્થ સ્થાનની યાત્રા પર જવા માગતા હો તો તેના માટે સપ્તાહનો અંતિમ સમય ખુબ જ સારો રહેશે.

કર્ક

કર્ક રાશિના જાતકો, વર્ષ 2021ના આ સપ્તાહની શરૂઆતના સમયમાં તમે તમારા સંબંધોને કેટલી સારી રીતે સંભાળી શકો છો, તે ધ્યાન આપનારી વાત રહેશે. આ સમયે તમારા માટે પોતાની જાતને વધારે સ્પષ્ટ રૂપે વ્યક્ત કરવાની જરૂરિયાત રહેશે, જેથી કરીને તમે લોકોની સાથે ઠીક અને સ્પષ્ટ રીતે વાતચીત કરી શકો. આ સપ્તાહે તમે પોતાના સંબંધોમાં વધારે સુરક્ષા હોય તેમ ઇચ્છશો. સપ્તાહના પહેલાં તબક્કા દરમિયાન તમારું આરોગ્ય નબળું રહી શકે ચે. જો તમને પગ અથવા તો સાંધામાં દુખાવાને લગતી કોઇ સમસ્યા હોય, તો આ સમયે તે સમસ્યાઓ ફરી વાર પોતાનું માથું ઉંચકે તેવી પૂરી સંભાવના છે. સપ્તાહના ત્યાર બાદના તબક્કામાં નોકરી અથવા તો વ્યવસાયમાં તમને લાભની પ્રાપ્તી થશે. તમારા ગ્રહ બળના જોરે તમે સમસ્યાઓને સકારાત્મક રીતે ઉકેલવાની દિશામાં પુરતા પ્રયાસ કરશો. આર્થિક મોરચા પર પૈસા બચાવવાની દિશામાં તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારી સામે ઓચિંતા આવી પડેલા ખર્ચાઓ તમારી બચતને અસર કરશે. વિદ્યાર્થીઓ સપ્તાહની શરાતમાં અભ્યાસ પ્રત્યે ઓછા ગંભીર જોવા મળશે. જોકે પછીથીતમે તમારી યોજનાઓ અનુસાર આગળ વધી શકશો.

સિંહ

સિંહ રાશિના જાતકો, આ સપ્તાહ તમારા માટે ખુબ જ અનુકૂળ રહેવાનું છે. વર્ષ 2021ના આ સપ્તાહની શરૂઆતમાં તમારી કોઇ નવી યોજના સફળતા પ્રાપ્ત કરશે અને તેના માટે તમે ખુબ જ મહેનત કરી ચુક્યા છો. તેનો સારો લાભ તમને પ્રાપ્ત થશે. તમારી ઇનકમમાં વધારો થશે. તેવી જ રીતે તમારા ખર્ચામાં પણ કમી જોવા મળશે. આ સપ્તાહે તમારું દાંપત્ય જીવન ખુબ જ ખુશનુમા રહેવાનું છે. પ્રણય જીવન જીવનારા લોકોને પણ આ સપ્તાહે ખુબ જ સારા પરિણામની પ્રાપ્તી થશે. તમે કોઇ એડવેન્ચર કેમ્પમાં જઇ શકો છો. તમને પોતાની મહેનતનું પરિણામ પ્રાપ્ત થવાન કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારી વર્ગના જાતકોની વાત કરીએ તો, તેમના માટે આ સપ્તાહ ખુબ જ અનુકૂળતા ભરેલું રહેશે. તમારે તમારા કર્મચારીઓ તરફ પણ થોડું ધ્યાન આપવું જોઇએ. નોકરી સાથે જોડાયેલા જાતકોની વાત કરીએ, તો નોકરીયાત વર્ગના લોકોને તેમની બુદ્ધિ અને કાબેલિયતના જોરે કામોમાં સફળતા પ્રાપ્ત થશે અને તમારી પ્રસંશા થશે. તમારો આત્મવિશ્વાસ પ્રબળ રહેશે અને તમારું આરોગ્ય પણ મજબૂત રહેશે. પ્રવાસ પર જવા માટે સપ્તાહનો શરૂઆતનો સમય સારો રહેશે.

કન્યા

કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2021નું આ સપ્તાહ કેવું ભાગ્યફળ આપશે તેના તરફ દૃષ્ટિ કરીએ, તો કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયુ સામાન્ય ફળ પ્રદાન કરનારું રહેવાનું છે. તમે આ સપ્તાહની શરૂઆતના સમયમાં પોતાના ગૃહસ્થ જીવનને સારું બનાવવાની દિશામાં પ્રયાસો કરશે. તમે આ દિશામાં તેમની સાથે સમય ગાળવા માટેની વધુને વધુ તકો શોધી લેશો. સાથે જ તેમને ક્યાંક ફરવા માટે લઇ જશો અને ક્યાંક ડિનર ડેટ પર પણ જઇ શકો છો. જે લોકો કોઇને પ્રેમ કરે છે, તેમના માટે આ સપ્તાહ ઘણી હદ સુધી સારું રહેવાનું છે. આ સપ્તાહ દરમિયાન તમને તમારા પ્રિય પાત્રને પોતાના હૃદયની વાત કહેવામાં અને તેમને લગ્ન માટે પ્રપોઝ કરવામાં સરળતા રહેશે અને તેનું પરિણામ પણ સારું આવી શકે છે. તમારે તમારા ખર્ચાઓ પર લગામ કસવાનો પ્રયાસ કરવો જોઇએ. તમારું આરોગ્ય સારું રહેશે. તમે સારા ભોજનના રસાસ્વાદનો આનંદ માણશો અને કેટલાક સામાજિક સમારંભોનું પણ આયોજન કરી શકો છો અથવા તો આવા કાર્યક્રમોમાં ભાગ લઇ શકો છો. આ સપ્તાહે તમારી કેટલાક નવા લોકોની સાથે મુલાકાત થશે. કેટલાક નવા મિત્રો બનશે. નોકરિયાત વર્ગના લોકોની વાત કરીએ, તો આવા જાતકોને તેમના કામમાં સારા પરિણામ મળશે. જો તમે નિરર્થક વાતોથી દૂર રહેશો તો તમે તમારી નોકરીમાં બઢતી મેળવી શકો છો. વેપારી વર્ગના જાતકો માટે આ સપ્તાહ વિદેશી સંપર્કોથી લાભ ઉઠાવવા માટે ઉત્તમ રહેશે. પ્રવાસ પર જવા માટે સપ્તાહના અંતિમ દિવસ સારા રહેશે.

તુલા

વર્ષ 2021ના આ નવા સપ્તાહના રાશિફળની વાત કરીએ, તો આ સપ્તાહે તુલા રાશિના જાતકોને મિશ્ર પરિણામની પ્રાપ્તી થશે. તમે આ સપ્તાહ દરમિયાન પોતાની માતા પ્રત્યે ખુબ જ સ્નેહનું પ્રદર્શન કરશો અને તેમની સાથે સમય વ્યતિત કરવો પણ તમને પસંદ પડશે. તેમના આરોગ્યમાં થોડીક પડતી જોવા મળી શકે છે, તેથી તમે તેમનું ધ્યાન રાખજો. નોકરિયાત વર્ગના જાતકોની વાત કરીએ, તો નોકરી કરતા જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ભાવનાત્મક રહેશે. તમને તમારા કામમાં ખુબ આનંદ આવશે અને તમે પૂરા જોશ સાથે પોતાનું કામ કરશો. જો તમે વેપાર કરતા હો, તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, વેપારના સંબંધમાં તમે કોઇ મહિલા સાથે વિવાદમાં ન ઉતરતા. તે તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શખે છે. પરિણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે, પરંતુ તમારા જીવનસાથીનો વ્યવહાર તમને આશ્ચર્યચકિત કરી શકે છે. પ્રણય જીવનમાં તમને એવી અનુભૂતિ થશે કે તમારું પ્રિય પાત્ર કોઇ આદર્શવાદી વ્યક્તિ છે, જે પોતાના મોટા જ્ઞાનની વાતો જણાવી રહ્યો છે. તેનાથી તમને તેમને જાણવા અને સમજવામાં રસ જાગૃત થસે. તમારું આરોગ્ય સારું રહેશે, જેનાથી તમે આ સમયને એન્જોયક કરી શકશો. પ્રવાસ પર જવા માગતા હો, તો તેના માટે સપ્તાહનો મધ્યનો સમયગાળો તમારા માટે સારો રહેશે અને તેમાં તમારી ઇનકમમાં પણ વધારો થશે.

વૃશ્ચિક

વર્ષ 2021નું આ સપ્તાહ વૃશ્ચિક રાશિના જાતકો માટે સામાન્ય ફળ પ્રદાન કરનારું સાબિથ થવાનું છે. આ સપ્તાહની શરૂઆતમેં તમે કોઇ પ્રવાસમાં રહેશો. આ પ્રવાસ વધારે સારો કહી શકાય તેમ નથી, તેથી તમે થોડીક સાવધાની દાખવજો. પ્રવાસ પહેલાં તમામ દસ્તાવેજો તૈયાર રાખજો અને સાથે જ પોતાના આરોગ્યનું પણ ધ્યાન રાખજો. તમને તમારા કોઇ મિત્ર પર ઘણો વિશ્વાસ હશે, જે જરૂર પડ્યે તમારી મદદ કરશે. નોકરિયાત વર્ગના જાતકો માટે આ સપ્તાહ ખુબ જ ફાયદાકારક સાબિત થવાનું છે. તમારી મહેનતના તમને આ સમય દરમિયાન સારા પરિણામ પ્રાપ્ત થશે. વેપારી વર્ગના જાતકો માટે આ સપ્તાહ કોઇ પારિતોષિકથી ઓછું નહીં રહે. તમારી મહેનત રંગ લાવશે અને તમારી કુશાગ્ર બુદ્ધિના જોરે તમારા વેપારમાં ખુબ જ સકારાત્મક રૂપે પ્રગતિ આવશે. પ્રેમી યુગલોની વાત કરીએ, તો આ સપ્તાહ તેમના માટે સામાન્ય રહેવાનું છે, પરંતુ જે લોકો પરિણિત છે, તેમને પોતાના જીવનને વધારે સારું બનાવવાનો પ્રયાસ કરવો જોઇએ. પ્રવાસ પર જવા માટે સપ્તાહની શરૂઆતનો સમય સારો રહેવાનો છે.

ધન

વર્ષ 2021નું આ સપ્તાહ ધન રાશિના જાતકો માટે કેવું ભાગ્યફળ લઇને આવશે તેની તરફ નજર કરીએ, તો આ સપ્તાહ ધન રાશિના જાતકો માટે મધ્યમ ફળ પ્રદાન કરનારું સાબિત થશે. આ સપ્તાહની શરૂઆતમાં તમે પોતાના આરોગ્ય પ્રત્યે બેદકારી દાખવી શકો છો જેના કારણે તમારા આરોગ્યમાં પડતી જોવા મળશે, તેનાથી બચવાનો પ્રયાસ કરજો. સારું ભોજન કરજો તેમજ સારું જીવન જીવજો. સપ્તાહના મધ્ય સમયગાળા દરમિયાન તમને પોતાના મિત્રો સાથે વાતચીતની તક મળશે. તમે કોઇ મંદિર અથવા ધાર્મિક સ્થળની યાત્રાએ અથવા તો દર્શન કરવા માટે જઇ શકો છો. સપ્તાહના અંતિમ દિવસો દરમિયાન તમને ઘરના લોકો સાથે સમય ગાળવો વધારે ખુશી પ્રદાન કરશે. નોકરીમાં હવે તમારી સ્થિતિ ઠીક થઇ જશે અને સમસ્યાઓમાં કમી આવશે. જે લોકો વેપાર કરે છે, તેમને સુદૂરવર્તી ક્ષેત્રોમાં કામનો લાભ મળશે. વેપાર કરવા માટે તમારે પોતાની રણનીતિ બદલીને નવી રણનીતિ ઘડવી પડશે. જે લોકો ગૃહસ્થ જીવન ગાળી રહ્યા છે, તેમના માટે આ સમય થોડો સમસ્યાઓ વાળો રહી શકે છે કારણ કે તમારા જીવનસાથી બીમાર પડી શકે છે. પ્રણય જીવન ગાળી રહેલા લોકોને આ સમય દરમિયાન તેમના પ્રિય પાત્રની ડિમાન્ડથી પરેશાની થઇ શકે છે. સપ્તાહના વચ્ચેનો સમયગાળો પ્રવાસ પર જવા માટે તમારા માટે સારો રહેશે.

મકર

વર્ષ 2021નું આ સપ્તાહ મકર રાશિના જાતકો માટે આંશિક ફળ પ્રદાન કરનારું સાબિત થાય તેવી સંભાવના છે. આ સપ્તાહની શરૂઆતના સમયમાં તમે પોતાના વેપારના સંબંધમાં કેટલાક પ્રવાસ પર જશો. આ પ્રવાસ સુદૂરવર્તિ વિસ્તારોના અથવા તો અન્ય રાજ્યોના પણ હોઇ શકે છે, પરંતુ આ પ્રવાસ તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. નોકરિયાત વર્ગના જાતકોની વાત કરીએ, તો નોકરી કરતા લોકોને આ સમય દરમિયાન પોતાના ઘર પરિવારના લોકોના સહયોગની જરૂર પડશે. તમારા પરિવારના લોકો તમને યોગ્ય સલાહ પણ આપશે જે તમને ખુબ જ કામ લાગશે. તમને આ સમય દરમિયાન મિત્રો અને સગા-સંબંધીઓનો સહયોગ પણ પ્રાપ્ત થશે. પ્રણય જીવન વ્યતિત કરી રહેલા લોકોને પોતાની મીઠી મધુરી વાતોથી પોતાના પ્રિય પાત્રનું હૃદય જીતવામાં સફળતા પ્રાપ્ત થશે. જે લોકો પરિણિચ છે, તેમનું ગૃહસ્થ જીવન આ સપ્તાહના મધ્ય સમય દરમિયાન ખુબ જ સારું પસાર થવાનું છે. તમે એક-બીજાની સાથે સારો સમય ગાળશો. પ્રવાસ પર જવાની ઇચ્છા હોય, તો તેના માટે અઠવાડિયાના અંતિમ દિવસો સારા રહેશે. તમે આ સમય દરમિયાન પોતાનું બેન્ક બેલેન્સ વધારવામાં પણ સફળ રહેશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

કુંભ

વર્ષ 2021નું આ સપ્તાહ કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું સાબિત થશે. આ સપ્તાહ દરમિયાન તમારી આકાંક્ષાઓ પૂર્ણ થશે. તમને તમારા કામોમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી યોજનાઓ ફળીભૂત થવાના યોગ છે અને તેનાથી તમારી ઇનકમમાં પણ વધારો થશે. તમારા ખર્ચાઓમાં કમી આવશે અને તેના કારણે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે અને તમે ખુશખુશાલ રહેશો. આરોગ્યની વાત કરીએ, તો તમારું આરોગ્ય મજબૂત રહેશે. તમારા મનમાં ધાર્મિક વિચારો આવશે. તમે પૂજા-પાઠ કરવામાં મન લગાવશો. આ સમયગાળા દરમિયાન પરિવારમાં એક-બીજાની સાથે હળી-મળીને વાતો કરવાની તક પ્રાપ્ત થશે જેનાથી તમારા પરિવારનું વાતાવરણ હળવું ફુલ રહેશે. નોકરિયાત વર્ગના જાતકોની વાત કરીએ, તો નોકરી કરતા લોકો માટે આ સમય સામાન્ય રહેવાનો છે, પરંતુ બિઝનેસ સાથે જોડાયેલા જાતકોને તેમના બિઝનેસમાં જોરદાર લાભ પ્રાપ્ત થાય તેવા સંકેત પ્રાપ્ત થઇ રહ્યા છે. પરિણિત લોકોનું દાંપત્ય જીવન આ સપ્તાહ દરમિયાન ખુશનુમા રહેવાનું છે અને જે લોકો પ્રણય જીવનનો આનંદ માણી રહ્યા છે, તેમને આ સપ્તાહ દરમિયાન તેમના પ્રણય જીવનમા સુખદ પરિણામોની પ્રાપ્તી થશે. પ્રવાસના ઉદ્દેશ્યથી સપ્તાહની શરૂઆતનો સમય ઉત્તમ રહેશે.

મીન

મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ મધ્યમ ફળ પ્રદાન કરનારું સાબિત થશે. વર્ષ 2021ના આ સપ્તાહની શરૂઆતના સમયમાં તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારી ઇનકમમાં વધારો કેવી રીતે થાય અને સાથે જ તમારા ખર્ચાઓ પર લગામ કઇ રીતે લગાવી શકાય. જો તમે આમ કરવામાં નિષ્ફળ રહેશો, તો આ સપ્તાહને સારું બનાવી શખશો. આ સમય દરમિયાન ગૃહસ્થ જીવન વ્યતિત કરી રહેલા લોકોને પોતાના સંબંધોમાં પરસ્પર સમજદારી વિકસિત કરવાનો પ્રયાસ કરવો જોઇ. સમસ્યાઓને સમજો અને તે સમસ્યાઓનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરશો. તેમની પર ખોટી દલીલ ન કરતા, તેનાથી તમારા સંબંધમાં સુધારો આવશે. પ્રણય જીવન વ્યતિત કરી રહેલા લોકો માટે આ સપ્તાહ સામાન્ય રહેવાનું છે. તમે તમારી મહેનતના જોરે પોતાના નાજુક સંબંધને જાળવશો. નોકરિયાત વર્ગના જાતકોની વાત કરીએ, તો તેમને પોતાના કામમાં પ્રગતિ પ્રાપ્ત થશે. તમારા કામની પ્રસંશા થશે. આ સમય વેપારને વધારો આપનારો સાબિત થશે. તમે તમારા બેન્ક બેલેન્સમાં વધારો કરી શકશો. વિદ્યાર્થી વર્ગના જાતકોએ વધારે મહેનત કરવી જોઇએ.

What's your reaction?

Excited
0
Happy
0
In Love
0
Not Sure
0
Silly
0