મેષ
મેષ રાશિના જાતકો માટે વર્ષ 2021નું બારમું સપ્તાહ કેવું રહેશે તે અંગે વાત કરીએ તો, આ સપ્તાહ તમારા માટે મધ્યમ ફળ આપનારું રહેશે. તમારે તમારા બેન્ક બેલેન્સ પર ધ્યાન આપવું પડશે, નહીંતર પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે. તમારા ખર્ચાઓને વ્યવસ્થિત કરો અને નિરર્થક કામો પાછળ પૈસાનો ધુમાડો કરવાનું બંધ કરો. પ્રવાસ પર જવાથી તમને નવી તાજગી અને આનંદની પ્રાપ્તી થશે. પ્રેમ જીવન માટે આ સમય સારો રહેશે. પોતાના પ્રેમી સાથે તમે તમારા હૃદયના ઉંડાણથી વાત કરશો. તે કારણે તેઓને તમને સમજવામાં સરળતા રહેશે. તમારું પારિવારિક જીવન તમને સંતોષ પ્રદાન કરશે. નોકરિયાત વર્ગના લોકોને તેમના બોસ તરફથી કોઇ સુવિધાની પ્રાપ્તી થશે. વેપારના સંદર્ભમાં વિદેશ પ્રવાસે જવા માટેના યોગ બનશે. વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. આરોગ્યની દૃષ્ટિએ જોઇએ તો આ સપ્તાહ થોડું નબળું રહેશે. તમારી એડીઓમાં દુખાવો અથવા આંખોમાં દુખાવો થવાની અથવા તો આંખો ચોંટી જવાની સમસ્યા પેદા થઇ શકે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો વર્ષ 2021નું બારમું સપ્તાહ, તમને તમારા પરિવાર વિશે વિચારવાની તક પ્રદાન કરશે. તમે આ સપ્તાહે પોતાના પરિવારની જરૂરિયાતો તેમજ જવાબદારીઓને સારી રીતે સમજશો. આ જવાબદારીઓને પૂર્ણ કરવા માટે તમે આ સપ્તાહે આગળ આવશો. જેનાથી તમારા પરિવારમાં તમારી ઇજ્જતમાં વધારો જોવા મળશે. સમાજમાં તમારા પરિવારના માન-સન્માનમાં વધારો જોવા મળશે અને તમને તમારી ઓફિસમાં પણ સારા પરિણામની પ્રાપ્તી થશે. તમારું હાજરજવાબીપણું અને કાર્યકુશળતા તમારા કામમાં તમને અન્ય લોકો કરતા આગળ વધીને પોતાની ઓળખ બનાવવામાં મદદ કરશે. તમારા બોસ પણ તમારાથી ખુશ રહેશે. તમે જો કોઇ વેપાર કરતા હો તો આ સમયે તમારે થોડું સાવધાન થઇ જવાની જરૂર છે, કારણ કે તમારા કેટલાંક નિર્ણયો તમને સમસ્યામાં નાખી શકે છે. આ સપ્તાહે પ્રણય જીવનમાં તમને ખુબ જ સુખદ પરિણામો પ્રાપ્ત થશે અને થોડીક તકલીફો હોવા છતાં તમારા પ્રેમ જીવનમાં રોમાન્સમાં વધારો થસે. તમે તેમને કોઇ સારી એવી રેસ્ટોરન્ટમાં જમવા માટે લઇ જઇ શકો છો. આ સપ્તાહે તમે પોતાના સાથીને કોઇ મોંઘોદાટ ડ્રેસ ભેટમાં આપી શકો છો. આ સપ્તાહે તમારા ભાગ્યનો સિતારો બુલંદ રહેશે, જેનાથી તમે તમારા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. સપ્તાહના વચ્ચેના ભાગમાં કોઇ પ્રવાસે જવાના યોગ બનશે.
મિથુન
વર્ષ 2021ના બારમા સપ્તાહના રાશિ ફળની વાત કરીએ, તો મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું રહેશે, કારણ કે આ સપ્તાહે મિથુન રશિના જાતકો પોતાની પૂરી તાકાત સાથે પોતાના દરેક કામમા આગળ વધશે. તમારું આત્મબળ ખુબ જ વધારે હશે અને તમને ખબર રહેશે કે તમારા જીવનને સારું બનાવવા માટે તમારે શું કરવું જોઇએ. આ સપ્તાહે વેપારી વર્ગના લોકોએ નવી રણનીતિ ઘડવી જોઇએ, કારણ કે નવી રણનીતિ બનાવવાથી તમને ખુબ જ લાભ થશે. તમારું મુડી રોકાણ તમને કામ લાગશે. નોકરિયાત વર્ગના લોકો માટે આ સપ્તાહ આમ-તેમની વાતોને છોડીને પોતાના કામ પર ધ્યાન આપવાનું છે અને જો તમે આમ કરવામાં સફળ રહેશો તો તમને બઢતી પણ મળી શકે છે. તમને આ સપ્તાહે તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. તમારે થોડીક વધારે મહેનત કરવી પડશે. તમારા આરોગ્યમાં સુધારો થશે. પ્રણય જીવનની વાત કરીએ તો, તેમાં ખુશી ભરેલા સમયની અનુભૂતિ થશે. દાંપત્ય જીવનમા પણ આ સપ્તાહ સારું પરિણામ લઇને આવશે. પ્રવાસ પર જવા માટે સપ્તાહનો વચ્ચેનો ભાગ અનુકૂળ રહેશે.
કર્ક
કર્ક રાશિના જાતકો, આ સપ્તાહની શરૂઆતથી જ તમારે તે વસ્તુઓ સાથે અંતર કરવાનો પ્રયાસ કરવો જોઇએ, જે વસ્તુઓ તમારા માર્ગમાં અવરોધરૂપ બની શકે છે. વર્ષ 2021ના આ સપ્તાહ દરમિયાન તમે સ્વતંત્રતાની શોધમાં રહેશો. તમે પોતાના માટે નક્કી કરેલા લક્ષ્યો તમને જવાબદારીઓ તરફ લઇ જવાનું કામ કરશે. પોતાના લગ્ન જીવન અથવા પ્રેમ સંબંધોને સારા બનાવી રાખવા માટે તમારે તમારા સાથી સમક્ષ તમારી અંદર રહેલી લાગણીઓને ખુલીને વ્યક્ત કરવી પડશે. આ સપ્તાહે તમે આર્થિક મોરચા પર વધારે સક્રિય જોવા મળશો. તમે આ સમયગાળા દરમિયાન આવકના નવા સ્રોત તૈયાર કરવા માટેના પ્રયાસ કરશો. આ સપ્તાહે બિઝનેસમેન નવી પ્રોડક્ટ્સને બજારમાં ઉતારી શકે છે. તમે પોતાના સંવાદ કૌશલ્યના જોર પર વ્યવસાયિક અને અંગત જીવનમાં વધારે સારું સંતુલન સ્થાપિત કરવામાં સફળ રહેશો. સપ્તાહના અંતમાં કોઇ નાના પ્રવાસ પર જવાના યોગ જોવા મળી રહ્યા છે. આ સપ્તાહે તમારું આરોગ્ય સારું રહેશે.
સિંહ
સિંહ રાશિના જાતકો આ સપ્તાહ તમારા માટે ખુબ જ અર્થપૂર્ણ સાબિત થવાનું છે. વર્ષ 2021ના આ સપ્તાહમાં તમારી ઇનકમમા વધારો જોવા મળશે અને તમને તમારા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરી સાથે જોડાયેલા જાતકોએ આ સમયગાળા દરમિયાન થોડીક સાવધાની સાથે કામ કરવું પડશે. પરિસ્થિતિઓ હળવી રીતે તમારા નિયંત્રણમાં આવવા લાગી છે, તેમ છતાં થોડુંક ધ્યાન આપવું જરૂરી છે. વેપારી વર્ગની વાત કરીએ, તો વેપાર સાથે જોડાયેલા જાતકોએ પણ થોડું વધારે ધ્યાન આપવું પડશે. તમે માત્ર બિઝનેસ વિશે જ વિચાર કરશો પરંતું તમારા માટે તેના માર્કેટિગ તરફ પણ ધ્યાન આપવું જરૂરી રહેશે. તમારું આરોગ્ય થોડું કથળી શકે છે અને તમને આંખમાં દુખાવો અથવા તો પછી કોઇ અન્ય સમસ્યા હેરાન કરી શકે છે. પ્રણય જીવન જીવી રહેલા પ્રેમી યુગલો માટે આ સપ્તાહ ખુબ જ સારું રહેવાનું છે. જે લોકો પરિણિત છે, તેમને આ સપ્તાહે તેમના દાંપત્ય જીવનમાં કેટલીક નવી વાતો જાણવા મળશે. તમારા પરિવારના સભ્યો તમારા કામમાં એટલે કે વેપારમાં તમને સપોર્ટ આપશે.
કન્યા
વર્ષ 2021નું આ સપ્તાહ કન્યા રાશિના જાતકો માટે કેવું ભાગ્યફળ લાવ્યું છે, તેની તરફ નજર કરીએ, તો આ સપ્તાહ તમારા માટે સારું રહેવાનું છે. તમને તમારી આશાઓને અનુરૂપ પરિણામ પ્રાપ્ત થસે. કામના સબંધમાં તમે જે પણ પ્રયાસ કરશો, તે પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરી માટે પણ આ સમય શુભ રહેવાનો છે અને તમને પ્રસંશા પ્રાપ્ત થસે. લાંબા સમયથી જે એક ખરાબ તબક્કો ચાલ્યો આવતો હતો, તેનો હવે અંત થશે. વેપારી વર્ગના લોકો માટે પણ સમય ખુબ જ આશ્ચર્યજનક રહેવાનો છે. રત્નો અને વસ્તુઓનો વેપાર કરનારા લોકોને વિશેષ રૂપે લાભની પ્રાપ્તી થવાની છે. દાંપત્ય જીવનમાં પ્રેમ યથાવત રહેશે. તમારી અને જીવનસાથી વચ્ચે હળવી બોલાચાલી થઇ શકે છે, પરંતુ કોઇ મોટી સમસ્યા સર્જાવાની નથી. પ્રણય જીવન જીવી રહેલા લોકોને આ સમયે સારા સમાચાર મળશે. તેમનું જીવન પ્રેમ પૂર્ણ રહેશે અને તમે પોતાના પ્રિય પાત્રને મનની વાત કહેવામાં સફળ રહેશો. તમારા આરોગ્યમાં પહેલાની તુલનમાં સુધારો જોવા મળશે જોકે સમસ્યાઓ હજુ પણ રહેશે જ. તમારે કોઇ લાંબા પ્રવાસ પર જવાથી બચવું જોઇએ, તે તમારા હિતમાં રહેશે, નહીંતર તમને તેમાં કોઇ પરેશાની થઇ શકે છે.
તુલા
તુલા રાશિના જાતકો માટે વર્ષ 2021નું આ સપ્તાહ લાભદાયક તો રહેશે, પરંતું સપ્તાહની શરૂઆતના સમયમાં તમે તમારા આરોગ્ય પ્રત્યે જરાય બેદરકારી દાખવશો નહીં, અન્યથા તમારે તે બેદરકારીની આકરી કિંમત ચુકવવી પડી શકે છે. તમે આ સમય દરમિયાન પરિવારના વડીલોનો સાથ મેળવીને ખુબ ખુશ રહેશો. તમને તમારા પૂર્વજોના મકાનમાં જવાની તક પ્રાપ્ત થશે અને સાથે જ તમે તમારી જૂની જમીન-સંપત્તિને જઇને જોશો, પારખશો તેમજ કેટલુંક કન્સ્ટ્રક્શન કાર્ય પણ કરાવી શકો છો. શિક્ષણ પ્રાપ્ત કરવામાં તમારું મન ખુબ લાગશે અને કંઇ નવું શિખવું તમને ખુબ પસંદ પડશે. તમારી બુદ્ધિ તીવ્ર બનશે અને તેનાથી તમને ખુબ ફાયદો મળશે. જો તમે વેપાર કરતા હો, તો તમને વેપારમાં જોરદાર પરિણામ મળશે અને તમે એક કુશળ વેપારીની જેમ માર્કેટમાં નામ કમાશો. નોકરિયાત વર્ગના લોકોએ પોતાના બોસ સાથે ખુબ જ સાવધાની રાખીને વાત કરવી જોઇએ અને કોઇ વાતે તેમને એવું ન લાગવું જોઇએ કે તમે તેમનું અપમાન કરી રહ્યા છો. તમારું ગૃહસ્થ જીવન સામાન્ય રીતે ચાલશે. તમારી ગાડી ધીમે-ધીમે પાટે ચડવા લાગશે. પ્રવાસ પર જવા માટે સપ્તાહની શરૂઆતનો સમયગાળો ખુબ જ સારો રહેવાનો છે.
વૃશ્ચિક
વર્ષ 2021નું આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકો માટે મધ્યમ ફળ પ્રદાન કરનારું સાબિત થશે. આ સપ્તાહે તમારે પોતાના જીવનસાથીને સંભાળવા પડશે, કારણ કે તેઓ માનસિક રૂપે ખુબ જ હેરાન-પરેશાન રહી શકે છે અથવા તો તેમનું આરોગ્ય બગડવાને કારણે પણ તેઓ થોડા દુઃખી રહી શકે છે. તમારે તેમનો સાથ આપવો જોઇએ. પ્રેમી યુગલો માટે આ સપ્તાહ સામાન્ય રહેવાનું છે. તમે પોતાના પ્રેમને અ તેમાં ચાલી રહેલા રોમાન્સનો પુરો એન્જોય કરશો, પરંતુ વચ્ચે-વચ્ચે બંનેનો ઇગો વચ્ચે આવી શકે છે, તેનું થોડું ધ્યાન રાખજો. આ સપ્તાહ દરમિયાન તમારી ઇનકમમાં વધારો થશે. તમને જોરદાર લાભ થશે. વેપારની વાત કરીએ, તો વેપારમાં તમારે ખુબ જ સાવધાની રાખીન આગળ વધવું પડશે. નોકરી સાથે જોડાયેલા જાતકોની વાત કરીએ, તો નોકરિયાત વર્ગના લોકો માટે આ સપ્તાહ સામાન્ય રહેશે અને તેમને કોઇ નવી નોકરીની પણ ઓફર મળી શકે છે. પ્રવાસ પર જવા માટે સપ્તાહના અંતિમ દિવસો સારા રહેશે. તમારા આરોગ્યમાં ચડ-ઉતરની સ્થિતિ જળવાઇ રહેશે.
ધન
વર્ષ 2021નું આ સપ્તાહ ધન રાશિના જાતકો માટે કેવું ભાગ્યફળ લઇને આવશે, તેની પર નજર કરીએ, તો આ સપ્તાહ તમારા માટે મધ્યમ ફળ પ્રદાન કરનારું રહેવાનું છે. આ સપ્તાહની શરૂઆતમાં તમારે ખાસ કરીને પોતાના આરોગ્ય તરફ ધ્યાન આપવું પડશે, કારણ કે આ સમય દરમિયાન તમારા આરોગ્યમાં પડતી આવી શકે છે. તમારા ખર્ચામાં પણ વધારો થશે અને તમારા શત્રુ આ સમય દરમિયાન તમને પરેશાન કરવાના પ્રયાસ કરશે. તેઓ ભલે પોતાના ઇરાદામાં સફળ નહીં થઇ શકે પણ તમને માનસિક તણાવ તો આપશે જ. તેનાથી બચવા માટે તમે પોતાની જાત પર વિશ્વાસ રાખસો. પોતાના કામ માટે કોઇ બીજા પર આધાર ન રાખશો અને પોતાની નબળાઇ પણ કોઇને ન જણાવશો. નોકરિયાત વર્ગના લોકોએ જ્યાં સુધી તેઓ જોબ કરી રહ્યા છે, ત્યાં સુધી પોતાના કામ પર ધ્યાન આપવું જોઇએ અને કામચોરી કરવાથી બચવું. વેપારી વર્ગ માટે પોતાના બાહુબળ પર વિશ્વાસ રાખવો અને મહેનત કરવી મૂળ મંત્ર સાબિત થશે. પરિણિત લોકોનું દાંપત્ય જીવન સામાન્ય રૂપે ચાલશે. જે લોકો કોઇની સાથે પ્રેમ સંબંધમાં છે, તેમને આ સપ્તાહની શરૂઆતમાં કેટલાક સારા પરિણામ પ્રાપ્ત થશે અને સાથે ક્યાંક દૂર જવાની તક પણ પ્રાપ્ત થશે, જ્યાં તેઓ એકબીજાની સાથે સારા પળ વિતાવી શકશે. પ્રવાસ પર જવું વધારે જરૂરી ન હોય, તો પ્રવાસ સ્થગિત કરી દેજો.
મકર
વર્ષ 2021નું આ સપ્તાહ મકર રાશિના જાતકો માટે કેવું ભાગ્યફળ લઇને આવ્યું છે તેની તરફ દૃષ્ટિ કરીએ, તો આ અઠવાડિયું તમને ઘણું બધુ કરવાની સ્વતંત્રતા પ્રદાન કરશે, પરંતુ જરા સંભાળીને. ઓવર કૉન્ફિડન્સનો શિકાર બનનું તમને ભારે પડી શકે છે. આ સમય દરમિયાન તમારી ઇનકમમાં વધારો થશે, જેનાથી તમારી સફળતાને ઉડાન મળશે. વેપારમાં વધારો થશે. નોકરિયાત વર્ગના જાતકોની વાત કરીએ, તો આ સપ્તાહે નોકરિયાત લોકોને પણ ખુબ જ ફાયદો પ્રાપ્ત થવાનો છે. તમારી સાથે કામ કરનારા તમારા સહકર્મીઓ તમારા ખભાથી ખભો મિલાવીને તમારો સહયોગ કરશે. સાથે જ તમારું આરોગ્ય પણ આ સપ્તાહ દરમિયાન સારું રહેશે, જેનાથી સફળતા તમારા ચરણ ચુમશે. તમારી વ્યવહાર કુશળતા તમારા કામે આવશે. આ સપ્તાહે તમે ખુબ જ ક્રિએટિવ રહેશો. તમારી આસપાસ જે લોકો છે, તેઓ તમારા પ્રત્યે આકર્ષિત રહેશે. તમારી ઇનકમમાં પણ વધારો થશે. તમારું બેન્ક બેલેન્સ વધશે. પરિણિત લોકોના રાશિફળની વાત કરીએ, તો પરિણિત લોકોનું દાંપત્ય જીવન મજબૂત બનશે. જે લોકો પ્રણય જીવનમાં છે, તેમની સ્થિતિ ધીમે-ધીમે સુધરવા લાગશે અને જે તણાવ વ્યાપ્ત હતો તે હવે રફૂચક્કર થવાનો છે. પ્રવાસ પર જવા માગતા હો, તો તેના માટે સપ્તાહના અંતિમ દિવસો સારા છે. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓએ એકાગ્રતાની કમીનો સામનો કરવો પડી શકે છે. તેથી તમે તમારા અભ્યાસ પર ધ્યાન આપજો.
કુંભ
વર્ષ 2021નું આ સપ્તાહ કુંભ રાશિના જાતકો માટે કેવા ભાગ્યફળ સાથે આવ્યું છે તે તરફ નજર કરીએ, તો આ સપ્તાહ તમારા માટે સામાન્ય ફળ પ્રદાન કરનારું સાબિત થવાનું છે. આ સપ્તાહની શરૂઆતમાં તમારા પરિવારમાં વાદ-વિવાદની સ્થિતિનું સર્જન થવાની સંભાવના દૃષ્ટિગોચર થઇ રહી છે, જેનો નિવેડો લાવવામાં તમારો પરસેવો છૂટી જશે. તમારે ખુબ ધ્યાન આપવું પડશે અને સાથે જ પરિવારના કોઇ વડીલ સભ્યના આરોગ્યનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. આ તમામ બાબતોની વચ્ચે જ તમારે તમારા કામ પર પણ ધ્યાન આપવું પડશે. નોકરિયાત વર્ગની વાત કરીએ, તો નોકરી સાથે જોડાયેલા કુંભ રાશિના જાતકોના કામમાં કેટલીક અડચણો આવી શકે છે. જે અડચણોને દૂર કરવા માટે તમારે પોતાની જાત તરફથી પ્રયાસ કરવાના રહેશે. આ સમયગાળા દરમિયાન તમે તમારા વિરોધીઓથી સાવધાન રહેજો. વેપારી વર્ગના જાતકો માટે સમય ખુબ જ સારો રહેવાનો છે. આ સપ્તાહ દરમિયાન તમારા વેપારમાં ખુબ જ પ્રગતિ થશે તેમજ તમારા વેપારનો વિસ્તાર પણ થશે. જોકે, ધનની આવકમાં કમી જોવા મળશે. સપ્તાહના વપચ્ચેના સમયગાળા દરમિયાન પ્રવાસ પર જવા માટેના ઉત્તમ યોગનું સર્જન થશે.
મીન
વર્ષ 2021નું આ સપ્તાહ મીન રાશિના જાતકો માટે કેવું રાશિફળ પ્રદાન કરશે તેની તરફ એક નજર કરીએ, તો આ સપ્તાહ તમારા માટે સારું રહેશે. પરંતુ સપ્તાહની શરૂઆતના સમયગાળા દરમિયાન તમારે માનસિતક તણાવમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરવો પડશે. આ સમય દરમિયાન તમારા ખર્ચાઓમાં પણ વધારો થશે, પરંતુ ધીમે-ધીમે તમારી ઇનકમમાં પણ વધારો થશે. સપ્તાહની વચ્ચેના સમયગાળા દરમિયાન તમારા ખર્ચાઓમાં કમી આવશે અને સપ્તાહના અંત સુધીમાં તમે ખુબ જ ખુશ થઇ જશો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. તમારા પરિવારમાં કોઇ સારું એવું ફંકશન પણ યોજાઇ શકે છે. તમે સારા ભોજનનો આનંદ માણશો. તમને લોકોની સાથે હળવા-મળવાની તક પ્રાપ્ત થશે. દાંપત્ય જીવનની વાત કરીએ, તો તે સામાન્ય રહેશે. તમે પોતાની જાતને વીઆઇપી સાબિત કરવાનો પ્રયાસ ન કરશો. તમે સામાન્ય માનવી બનીને રહેશો, તો તમને તમારા લોકો પાસેથી વધારે પ્રેમ પ્રાપ્ત થશે. પ્રણય જીવન વિતાવી રહેલા લોકોની વાત કરીએ, તો તેમના માટે પણ આ સમય સામાન્ય રહેશે. તમારા સંબંધોમાં પોતિકાપણાની લાગણીમાં વધારો થશે. યાત્રા-પ્રવાસ પર જવું હોય, તો તેના માટે સપ્તાહના અંતિમ દિવસો સારા રહેશે. આ સમય દરમિયાન તમારું આરોગ્ય સારુ રહેશે. જોકે, આ સપ્તાહ દરમિયાન ઉતાવળમાં કરાયેલ કામને કારણે તમારે નુકસાન વેઠવું પડી શકે છે.