મેષ
આ સપ્તાહ તમારા માટે ઘણાં સારા ફળ લઇને આવનારું છે. આ સપ્તાહમાં તમે કોઇ નવો મોબાઇલ ફોન અથવા લેપટોપની ખરીદી કરી શકો છો, અને તેમની ખરીદી પાછળ તમારે સારી એવી રકમનો ખર્ચો પણ કરવો પડી શકે છે. વર્ષ 2021ના 14માં સપ્તાહમાં મેષ રાશિના જાતકોના પ્રેમ જીવનની વાત કરીએ, તો પોતાના પ્રેમીની ખુશી માટે તમે તેમની સાથે પોતાનો સમય પસાર કરશો. જો તમે પરિણિત છો, તો જીવનસાથી સાથે પ્રણય અને રોમાન્સમાં વધારો થશે. નોકરિયાત વર્ગના લોકોએ પોતાના કામના સંબંધમાં પ્રવાસ પર જવું પડી શકે છે. વેપારી વર્ગ માટે આ સપ્તાહનો સમય સારો રહેશે અને નવા બિઝનેસમાં રોકાણ કરવા તેમના માટે આ ખૂબ જ સારો સમય છે. સ્ટૂડેન્ટ્સને પોતાના અભ્યાસમાં એકાગ્રતાની કમીની અનુભૂતિ થઇ શકે છે, જેના કાણે તેમને પોતાના અભ્યાસમા થોડીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આરોગ્યની વાત કરીએ, તો તમારે પોતાના આરોગ્ય તરફ થોડું ધ્યાન આપવું પડશે, કારણ કે આ સમયે જો તમે પોતાના આરોગ્યની અવગણના કરશો, તો તમારી તબિયત બગડી શકે છે.
વૃષભ
વૃષભ રાશિના જાતકો, વર્ષ 2021નું આ ચૌદમું સપ્તાહ તમને માનસિક રૂપે ખુબ જ મજબૂત બનાવશે. આ સમયગાળા દરમિયાન તમે પોતાના જીવનમાં ચાલી આવતી સમસ્યાઓ, તકલીફોને ધ્યાનમાં રાખીને, આ શિખશો કે મુશ્કેલ સમય જ વ્યક્તિને મજબૂત બનાવે છે. આ સપ્તાહે તમારે પોતાના ખાસ મિત્રોની સાથે ઝઘડો કરવાથી બચવું જોઇએ. કારણ કે આ સમયમાં તેઓ તમને સાચી અને યોગ્ય સલાહ આપી શકે છે. પરંતું આ વાતની પૂરી સંભાવના છે કે તમને તેમની સલાહ પસંદ નહીં પડે. પ્રણય જીવનની વાત કરીએ તો આ સપ્તાહે પ્રણય જીવનમાં તમને સારા પરિણામો મળશે. આ સપ્તાહે તમે ફેસબુક અને વૉટ્સએપ મારફત સતત તેમના સંપર્કમાં રહેશો. કદાચ વચ્ચે-વચ્ચે તમને પ્રિય પાત્રની સાથે મુલાકાત કરવાની તક પણ મળી શકે છે. પરિણિત લોકોના દાંપત્ય જીવનમાં સ્થિતિઓ હવે નિયંત્રણમાં આવવા લાગશે. નોકરિયાત વર્ગના રાશિફળની વાત કરીએ તો, નોકરિયાત વર્ગને આ સપ્તાહે પોતાની વાતો ખુલીને કહેવાની તક મળશે, જેનાથી તેમની વ્યવહારિક સમસ્યાઓને દૂર કરવાની તક મળશે. વેપાર કરનારા લોકોને આ સમયે ખુબ જ સારા પરિણામ મળશે. તમારા કેટલાક વડીલો આ સમયે તેમને મદદ લાગી શકે છે. તેઓ તમને પોતાના સંપર્કોનો ફાયદો અપાવી શકે છે. આ સપ્તાહના મધ્યમાં તમે કોઇ લાંબા પ્રવાસે જઇ શકો છો.
મિથુન
મિથુન રાશિના જાતકો, આ સપ્તાહે તમે પોતાના જીવનને ઉંડાણપૂર્વક જાણવાનો પ્રયાસ કરશો. વર્ષ 2021ના આ 14માં સપ્તાહમાં તમે થોડોક સમય પોતાની જાત માટે પણ ફાળવશો, જેનાથી તમે આત્મિક શાંતિની પ્રાપ્તીની દિશામાં આગળ વધશો. તમે પોતાના સંબંધો પ્રત્યે સંવેદનશીલ બનશો. તમારા પરિવારના લોકો પ્રત્યે તમારા મનમાં કૃતજ્ઞતાનો ભાવ જાગૃત થશે અને તે લોકો તમારા કામમાં તમારી સહાયતા કરશે. પરિણિત જીવનની વાત કરીએ તો, આ સપ્તાહે તમને કેટલાંક નવા અનુભવ પ્રાપ્ત થશે અને તમારા જીવનસાથી કેટલીક સમજદારીની વાતો કરશે, જે તમને પસંદ પડશે. જે લોકો કોઇને પ્રેમ કરે છે, તેમના માટે પણ આ સમય થોડી સાવધાની દાખવવાનો છે, કારણ કે તમારે પોતાના કામ અને પ્રેમની વચ્ચે તાળમેળ જાળવીને રાખવો પડશે. આ સપ્તાહે વિદ્યાર્થીઓએ સારા પરિણામ મેળવવા માટે વધારે મહેનત કરવી પડશે. તમારી ઇનકમ કરતા આ સપ્તાહે ખર્ચા વધારે થશે, જેના કારણે તમે થોડા પરેશાન થઇ શકો છો. આરોગ્યની વાત કરીએ, તો આ સપ્તાહે તમારું આરોગ્ય સારું રહેશે અને તમારી અંદર પડકારો સામે લડવા માટેનો જુસ્સો રહેશે, જે તમને આગળ વધવામાં મદદગાર સાબિત થશે. પ્રવાસ પર જવા માટે આ સપ્તાહ વધારે અનુકૂળ નથી.
કર્ક
કર્ક રાશિના જાતકો,વર્ષ 2021ના આ સપ્તાહના પ્રારંભમાં પોતાની જાત માટે શાંતિની શોધ કરશે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા સંબંધોને આગળ વધારવા માટે ધીરજ ધરીને તબક્કાવાર રીતે આગળ વધવાનું રહેશે. ત્યારે ક્યાંક જઇને તમે તમારા સાથી સમક્ષ તમારા મનમાં રહેલી વાત કરી શકશો. સપ્તાહના મધ્ય ભાગમાં તમારે આરોગ્યને લગતી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, પરંતું તમને કોઇ મોટી અને ગંભીર બીમારી થવાની આશંકા જણાઇ રહી નથી. જ્યારે કેટલીક સ્થિતિઓમાં તો તમારું આરોગ્ય પહેલાં કરતા પણ વધારે સારું રહે તેવી આશા છે. આ સપ્તાહ જેમ-જેમ પસાર થતું જશે, તેમ-તેમ તમારી ગ્રહ દશામાં પરિવર્તન આવશે. તમે નવો વેપાર શરૂ કરવા વિશે વિચારણા કરી શક છો. આ સપ્તાહે તમને તમારા ભાગ્યનો સાથ મળશે અને તમે પોતાના કામમાં આગળ વધશો. ભાગીદારી વાળા બિઝનેસને આગળ વધારવામાં કેટલોક સમય લાગી શકે છે, પરંતું તેનો અર્થ આમ બિલકુલ નથી થતો કે તમે કરેલું રોકાણ ક્યાંક અટકી ગયું છે. આ સપ્તાહ દરમિયાન તમને તમારા વેપારમાં સફળતા પ્રાપ્ત થાય તેવી પૂરી સંભાવના દેખાઇ રહી છે. સપ્તાહની શરૂઆતના સમયમાં વિદ્યાર્થી વર્ગને તેમને અભ્યાસમાં ઓછો રસ પડશે, પરંતું સપ્તાહનો અંત આવતા સુધઈમાં તેમને અભ્યાસમાં સારા પરિણામો જોવા મળશે. જોકે, સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે તમને છાશવારે કોઇના માર્ગદર્શનની જરૂરિયાત અનુભવાતી રહેશે.
સિંહ
સિંહ રાશિના જાતકો, વર્ષ 2021નું આ સપ્તાહ, પ્રારંભિક તબક્કે તમારા માટે ખુબ જ સારું રહેવાનું છે. આ સપ્તાહે તમારી ઇનકમમાં પણ વધારો થશે. તમને સંતાનો તરફથી સારા પરિણામ પ્રાપ્ત થશે. તેમના ખુશખબર તમને મજબૂતી પ્રદાન કરશે. જો તમે વિદ્યાર્થી છો, તો આ સપ્તાહે અભ્યાસમાં તમારું ખુબ મન લાગશે અને તમને તેના સકારાત્મક પરિણામો જોવા મળશે. જો તમે કોઇને પ્રેમ કરતા હો, તો પ્રણય જીવનમાં રચનાત્મકતામાં વધારો થશે અને તમે એક-બીજાને ખુલીને પોતાના મનની વાત કહો તે માટેની તકો પણ આવશે. સાથે જ તમે ક્યાંક લાંબા પ્રવાસે જવા માટેનું પ્લાનિંગ પણ કરી શકો છો. જે લોકો પરિણિત છે, તેમનું દાંપત્ય જીવન આ સપ્તાહે ખુશનુમા રહેવાનું છે. સાસરી પક્ષમાં કોઇ ફંકશનમાં સામેલ થવાને કારણે તમે ઘણાં બધા લોકો સાથે મુલાકાત કરશો અને તમારા નવા સંપર્ક બનશે. નોકરિયાત વર્ગના લોકોની વાત કરીએ, તો તેમણે થોડું સાવધ રહેવાની જરૂર છે. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે સમય સારો રહેવાનો છે. તમારા આરોગ્યમાં ચડ-ઉતરની સ્થિતિ યથાવત રહેશે. જો તમારી પોતાની ઓફિસ છે, તો ત્યાં શોર્ટ સર્કિટ થવાનો ખતરો થઇ શકે છે, તેથી તમે થોડું ધ્યાન રાખજો.
કન્યા
કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2021નું આ સપ્તાહ સારું રાશિફળ લાવ્યું છે. તમારા માટે આ સપ્તાહ સારું રહેવાનું છે. તમે પોતાના પરિવાર અને કામની વચ્ચે તાળમેળ બેસાડીને રાખશો, જેનાથી સંતુલન જળવાઇ રહેશે અને તમારું કામ પણ સારું રહેવાનું છે. સાથે જ તમારું આરોગ્ય પણ મજબૂત રહેશે અને તમે આ સમય દરમિયાન પોતાના વ્યવહારમાં સકારાત્મક પરિવર્તનની અનુભૂતિ કરશો. આ સપ્તાહ દરમિયાન દાંપત્ય જીવનમાં પણ ખુશીઓની હરિયાળી છવાયેલી રહેશે અને તમે અને તમારા જીવનસાથી એકબીજાની સાથે હળીમળીને રહેશો. પ્રેમી યુગલ માટે પણ આ સપ્તાહ આશા અનુકૂળ ફળ પ્રદાન કરનારું સાબિત થશે. તમે બંને સાથે મળીને કોઇ ચેરિટીમાં ફાળો આપી શકો છો. નોકરિયાત વર્ગની વાત કરીએ, તો નોકરી કરતા જાતકોને કામમાં પ્રગતિ મળવાના પૂરા યોગ બનતા દેખાઇ રહ્યા છે. સિનિયિર અધિકારોઓનો પણ તમને પૂરો સહકાર મળશે. જે લોકો વેપાર સાથે જોડાયેલા છે, તેમને પોતાના બિઝનેસમાં સફળતા પ્રાપ્ત થશે અને તેમને પોતાના કામમાં ખુબ જ મજા આવશે. પ્રવાસ પર જવા માટે સપ્તાહનો મધ્યનો સમયગાળો સારો રહેવાનો છે. તમારી ઇનકમમાં વધારો થશે તેમજ ખર્ચાઓમાં કમી આવશે, જેનાથી તમે પોતાની જાતને ખુબ જ મજબૂત અનુભવશો.
તુલા
વર્ષ 2021ના આ સપ્તાહ દરમિયાન તુલા રાશિના જાતકોના ભાગ્યફળ પર દૃષ્ટિ કરીએ, તો તુલા રાશિના જાતકોને આ સપ્તાહ પોતાની અંદર ડોકિયું કરવાની તક પ્રદાન કરશે. તમે જોશો કે તમે હજુ સુધીમાં જે ભૂલો કરી છે, તેમનું તમે પુનરાવર્તન ન કરો. તેનાથી તમને ખુબ જ લાભ થશે અને સાથે જ તમારા બિઝનેસને પણ ખુબ જ ફાયદો પહોંચશે. તમે આ સપ્તાહે કેટલીક નવી યોજનાઓ પર કામ કરશે અ કેટલીક જૂની યોજનાઓને ફરીવાર લાગું કરી શકો છો. તમે પોતાના બિઝનેસમાં પોતાના કામદારોના હિતો વિશે વિચાર કરશો. જો તમે, જોબ કરતા હો, તો તમે શિસ્તમાં રહીને તમારા કામને કરશો, જે તમારા હિતમા રહેવાની સાથે જ તમારા પક્ષમાં જશે. તમારું આરોગ્ય જરૂર થોડું નબળું રહેશે અને કેટલાક વિરોધીઓ પણ પ્રયાસ કરશે કે તેઓ તમને નબળા કરી શકે, પરંતુ તેમની કોઇ કારી ફાવશે નહીં. પ્રણય જીવન વ્યતિત કરી રહેલા લોકોને આ સપ્તાહે સારા પરિણામ પ્રાપ્ત થસે અને તમે પોતાની લવ લાઇફને સારી બનાવવા માટે પરિવારના લોકો સાથે આગળ વધીને વાત કરી શકો છો. જે લોકો પરિણિત છે, તેમણે પોતાના ગૃહસ્થ જીવનને હજુ વધારે સુંદર બનાવવા માટે પરિવારના લોકોની મદદ લેવી જોઇએ.
વૃશ્ચિક
વર્ષ 2021નું આ અઠવાડિયું વૃશ્ચિક રાશિના જાતકોને કેવું ભાગ્યફળ આપશે તેની તરફ દૃષ્ટિ કરીએ, તો આ સપ્તાહ તમારા માટે સામાન્ય ફળ પ્રદાન કરનારું સાબિત થશે. તમે આ સપ્તાહે પોતાના ધનમાં વૃદ્ધિ થાય તે માટેના પ્રયાસ કરશો. તેના માટે તમારી તીવ્ર અને કુશાગ્ર બુદ્ધિ કામ લાગશે. તમારા કોઇ જૂના સાથી પણ તમને કામ લાગી શકે છે. નોકરિયાત વર્ગના લોકોની વાત કરીએ, તો નોકરી સાથે જોડાયેલા જાતકોએ આ સમય દરમિયાન થોડીક સાવધાની રાખીને કામ કરવું પડશે, કારણ કે તમારા કામમાં એકાગ્રતાની કમીને કારણે કેટલીક ભૂલો થઇ શકે છે, જે ઉડીને નજરે ચડી શકે છે. અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી જાતકોને એકાગ્રતાની જરૂર રહેશે, કારણ કે તેમના કેટલાક મિત્રો તેમની એકાગ્રતામાં વિઘ્ન નાખી શકે છે. પરિણિત લોકોનું જીવન આ સમય દરમિયાન કેટલીક સમસ્યાઓની સાથે આગળ વધશે, પરંતું હવે તમે ઘણી હદ સુધી પોતાના સંબંધને સારો બનાવવામાં સફળ થઇ શકશો. પ્રણય જીવન ગાળી રહેલા લોકો માટે આ સપ્તાહ સારું પરિણામ લઇને આવશે. તમે તેમની સાથે કોઇ સારી ડેટનું પ્લાનિંગ કરી શકો છો અથવા તો કોઇ ખાસ મૂવી જોવા માટે પણ જઇ શકો છો. માત્ર એટલું જ નહીં તમે તેમને કોઇ મોંઘીદાટ ગિફ્ટ પણ આપી શકો છો. તેનાથી તેઓ તમારાથી ઇમ્પ્રેસ થશે. પ્રવાસ પર જવા માટે આ સપ્તાહ સારું રહેવાનું છે. પ્રવાસમાં તમને કેટલાક જૂના લોકોની સાથે મુલાકાત કરવાની તક પ્રાપ્ત થશે.
ધન
ધન રાશિના જાતકો માટે વર્ષ 2021નું આ સપ્તાહ ખુબ જ સારું રહેવાનુ છે. આ સપ્તાહે તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ જોવા મળશે અને તમારા પરિવારના લોકોનો સહયોગ તમને પ્રાપ્ત થશે. તમે તમારા ઘરની અંદર નવું વૉટર પ્યોરિફાયર લગાવી શકો છો. નોકરિયાત વર્ગના જાતકોની વાત કરીએ, તો નોકરી કરતા જાતકોના કામમાં મજબૂતી જોવા મળશે. તમને તમારા સારા કામોનું પરિણામ પ્રાપ્ત થવુ નક્કી છે. વેપાર સાથે જોડાયેલા જાતકોને આ સપ્તાહે તેમના બિજનેસ પાર્ટનર તરફથી કેટલીક નવી પ્રયુક્તિઓ મળશે, જેની મદદથી વેપારને આગળ લઇ જવાની તમને તક સાંપડશે. તમારું આરોગ્ય સારું રહેશે. પરિણિત લોકોના રાશિફળની વાત કરીએ, તો દાંપત્ય જીવન ગાળી રહેલા લોકોને આ સમયે ખુબ જ સારા અનુભવ થશે અને તમે પરિવાર સાથેના પોતાના સંબંધોને હજુ પણ વધુ મજબૂત બનાવશો. પ્રણય જીવન વિતાવી રહેલા લોકો માટે આ સમય સામાન્ય રહેવાનો છે. પ્રવાસ પર જવા માગતા હો, તો તમારા માટે સપ્તાહના અંતિમ દિવસો સારા રહેશે.
મકર
વર્ષ 2021નું આ સપ્તાહ મકર રાશિના જાતકો માટે સમાન રૂપે ફળ પ્રદાન કરનારું રહેવાનું છે. આ સપ્તાહની શરૂઆતના સમયમાં તમારે થોડી ધીરજ ધરીને કામ કરવું પડશે. આ સપ્તાહે તમને તમારી ચિંતાઓ જરૂરથી હેરાન-પરેશાન કરશે, પરંતું તમારો આત્મવિશ્વાસ તમને મજબૂતી પ્રદાન કરશે. તમારા ખર્ચાઓમાં વધારો થશે, પરંતુ સપ્તાહના દિવસો જેમ-જેમ આવતા જશે, તે ખર્ચાઓ ઘટતા જશે. તમને પોતાની જાત પર એટલો વિશ્વાસ હશે કે દરેક કામને જાતે જ કરવાની ઇચ્છા તમારા મનમાં જાગૃત થશે. નોકરિયાત વર્ગના જાતકોને તેને પુરો ફાયદો પ્રાપ્ત થશે. તમારા ભાઇ-બહેન પણ તમારી મદદ કરશે. તમારા મિત્રો અથવા તમારા સગા-સંબંધીઓ પાસેથી પણ તમને જરૂરિયાત પ્રમાણે સહાયતા પ્રાપ્ત થશે. તમારી ઇનકમ સામાન્ય રીતે વધશે. તમારું ગૃહસ્થ જીવન શાંતિપૂર્ણ તેમજ પ્રેમથી ભરપૂર રહેશે. પ્રણય જીવન વ્યતિત કરી રહેલા લોકોને આ સપ્તાહ દરમિયાન કોઇએ એડવેન્ચર કેમ્પમાં જવાની તક પ્રાપ્ત થઇ શકે છે. જો તમે પ્રવાસ પર જવા માગતા હો, તો તેના માટે સપ્તાહના અંતિમ દિવસો સારા રહેશે.
કુંભ
કુંભ રાશિના જાતકો વર્ષ 2021નું આ સપ્તાહ તમને આશાઓને અનુરૂપ ફળ પ્રદાન કરનારું સાબિત થવાનું છે. આ સપ્તાહ દરમિયાન તમારી ઇનકમમાં વધારો થશે. તો સાથે જ તમારા ખર્ચાઓમાં પણ કમી આવશે, પરંતુ સપ્તાહના વચ્ચેના સમયગાળા દરમિયાન કેટલાંક ખર્ચા ઓચિંતા પણ આવી જશે જેથી કરીને તમે તમારું નાણાકીય મેનેજમેન્ટ યોગ્ય રીતે કરીને રાખજો. આ સમય દરમિયાન તમારા આરોગ્યમાં સુધારો જોવા મળશે. પારિવારિક સમસ્યાઓમાં તમને હવે ધીમે-ધીમે શાંતિની અનુભૂતિ થશે. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે, જેનાથી કોઇ મોટી સમસ્યા તમારી સામે નહીં આવે. નોકરિયાત વર્ગના જાતકોએ આ સપ્તાહ દરમિયાન પોતાના કામ પર ધ્યાન રાખવાની સાથે જ આ વાતનું પણ પુરુ ધ્યાન રાખવું પડશે કે કોઇ વ્યક્તિ તમારી વાતોને કારણે દુભાય નહીં. વેપાર સાથે જોડાયેલા જાતકો માટે આ સમયગાળો પડકારજનક રહી શકે છે. તમારી કોઇ યોજના તમારી વિરુદ્ધ જઇ શકે છે, જેનું ધ્યાન રાખજો. પરિણિત લોકોની વાત કરીએ, તો તેમનું ગૃહસ્થ જીવન આ સમય દરમિયાન ખુશનુમા રહેવાનું છે. પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહશે. તમારે ત્યાં કોઇ મોટા ફંક્શનનું આયોજન થઇ શકે છે. પ્રણય જીવન વ્યતિત કરી રહેલા જાતકોની વાત કરીએ, તો તેમને આ સમય દરમિયાન આનંદની પ્રાપ્તી થશે. તમારું પ્રિય પાત્ર આ સમય દરમિયાન તમારા પરિવારના સભ્યોની સાથે મુલાકાત કરવા માટેની જિદ કરી શકે છે. આ સપ્તાહના પ્રારંભમાં તમે કોઇ પ્રવાસ પર પણ જઇ શકો છો.
મીન
વર્ષ 2021નું આ અઠવાડિયું મીન રાશિના જાતકોને કેવું ભાગ્યફળ પ્રદાન કરશે તેની તરફ એક દૃષ્ટિ કરીએ, તો આ સપ્તાહ તમારા માટે સામાન્ય ફળ પ્રદાન કરનારું સાબિત થવાનું છે. આ સપ્તાહ દરમિયાન તમારા આરોગ્યમાં પડતી જોવા મળી શકે છે અને તમે બીમાર પડી શકો છો, તેથી ખાન-પાનમાં સંતુલન જાળવી રાખજો તેમજ તમારી દિનચર્ચાને પણ નિયમિત બનાવવાનો પ્રયાસ કરશો. આ સપ્તાહ દરમિયાન તમારી ઇનકમમાં વધારો થશે અને સાથે જ તમારા ખર્ચાઓમાં પણ કમી આવશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરિયાત વર્ગના જાતકોને પોતાના બોસનો વિશ્વાસ પ્રાપ્ત થશે. તેઓ તમને ખુશ રાખશે અને સાથે જ તમને સપોર્ટ પણ કરશે. વેપારી વર્ગ માટે આ સમય સામાન્ય રહેશે. તમારું પારિવારિક જીવન ખુશનુમા રહેશે. સાથે જ કેટલાંક લોકોને વિદેશ જવાની તક પણ પ્રાપ્ત થશે. પ્રણય જીવનની વાત કરીએ, તો પ્રણય જીવનમાં ચડ-ઉતરની સ્થિતિ જોવા મળશે. તેથી તમારે સમજી વિચારીને જ આગળ વધવું જોઇએ. તમારું પ્રિય પાત્ર તમારાથી નારાજ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. પરિણિત લોકોનું દાંપત્ય જીવન આ સમય દરમિયાન સામાન્ય રહેશે. તમને આ સમય દરમિયાન કેટલાંક નવા મિત્રો બનાવાની તક પ્રાપ્ત થશે. કલાત્મક લોકો સાથે તમારી મૈત્રીમાં વધારો થશે. પ્રવાસના ઉદ્દેશ્યથી સપ્તાહનો મધ્યનો તબક્કો સારો રહેશે.