WhatsApp એકાએક ઠપ થઇ જતાં વિશ્વના કરોડો યૂઝર્સ પરેશાન

Please log in or register to like posts.
Article

બપોરે એક કલાક માટે વૉટ્સએપમાં કોઇ મેસેજ સેન્ડ કે રિસીવ ન હોતા થઇ શકતા

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ શુક્રવારે થોડીવાર માટે ઠપ થઇ જતાં વિશ્વના કરોડો યૂઝર્સ પરેશાનીમાં મુકાઇ ગયા હતા, એપ અચાનક એપ ડાઉન થવાના કારણે મોબાઇલ અને ડેસ્કટૉપ પર એપને એક્સેસ કરી શકાતી નથી. જોકે, આ પાછળ સર્વર ડાઉન હોવાની વાત સામે આવી છે. જોકે, અત્યારે એપની સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે.અચાનક વૉટ્સએપ ઠપ

માનવામાં આવે છે કે, અચાનક એપ કામ કરતી બંધ થવા પાછળનું કારણ સર્વર એરર છે. સમગ્ર વિશ્વમાં બપોરના સમયે વૉટ્સએપ એક કલાથી પણ વધુ સમય માટે એપનું વર્કિંગ બંધ થઇ ગયું હતું, એપમાંથી મેસેજ સેન્ડ કે રિસીવ ન હોતા થઇ શકતા.

વૉટ્સએપની બે ખામીઓ સામે આવી

આ ઘટનાક્રમના બહાને વૉટ્સએપની બે ખામીઓ સામે આવી છે. સામાન્ય રીતે ફેસબુક સહિતની તમામ મોટી સોશ્યલ મીડિયા કંપનીઓ પોતાનું વેબ પેજ બનાવે છે, જ્યાં તેઓ પોતાના યૂઝર્સ સાથે કૉમ્પ્યુનિકેશન સાધતી હોય છે. વૉટ્સએપ પાસે આવું કોઇ પેજ નથી, જ્યાં સર્વર ડાઉન હોય કે અન્ય ખામીની માહિતી આપી શકાય. બીજી ખામી વૉટ્સએપના ટ્વીટર પેજને લઇને છે. બ્રિટનની વેબસાઇટ http://www.independent.co.uk ના અનુસાર, વૉટ્સએપનું ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ તે રેગ્યૂલર એક્ટિવ નથી. જેમાં 2014 પછીથી કોઇ ટ્વીટ નથી થયું.

  • સમગ્ર વિશ્વમાં 55% લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપનો યૂઝ કરે છે.
  • 109 દેશો એટલે કે, દુનિયાના 55.6% ભાગમાં એપનો યૂઝ થાય છે.
  • વિશ્વમાં વોટ્સએપના જે પણ યૂઝર્સ છે તેમાંથી 70 ટકા ડેલી બેઝિસ પર યૂઝ કરે છે.
  • વૉટ્સએપ યૂઝર્સનો આંકડો ભારતમાં 20 કરોડથી પણ વધું છે.
  • ઉપરાંત દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં 56 ટકા લોકો એપનો યૂઝ કરે છે.
  • સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં 90 ટકાથી વધારે લોકોના ફોનમાં વોટ્સએપ હોય છે.

મલેશિયામાં વોટ્સએપના સૌથી વધુ એક્ટિવ યુઝર્સ

દુનિયાભરમાં વોટ્સએપના એક અબજથી વધારે એક્ટિવ યુઝર છે. 2016ના ચોથા ક્વાર્ટરના આંકડા મુજબ વોટ્સએપના સૌથી વધારે એક્ટિવ યુઝર મલેશિયા (60%))માં છે. ટોચના પાંચ દેશમાં મલેશિયા બાદ જર્મની (55%), બ્રાઝિલ (53%), સાઉદી અરેબિયા (49%) તથા મેક્સિકો (47%) છે. સૌથી વધારે વોટ્સએપ યુઝર ધરાવતા દેશોમાં ભારત (28%) 9મા ક્રમે છે.

સેન્ડ મેસેજ ડિલીટ ફિચર…. વૉટ્સએપ પર યૂઝર્સને હવે મેસેજ માટે નવુ અપડેટ મળ્યું મળી ચૂક્યું છે, જેમાં યૂઝર કોઇને ભૂલથી મોકલેલો મેસેજ ડિલીટ કરી શકે છે, એટલે કે જે મેસેજ બીજાના મોબાઇલ પર પહોંચી ગયો છે તેને ડિલીટ કરી શકશો. ઘણીવાર ભૂલથી વૉટ્સએપ પર કોઇ મેસેજ ખોટા ગ્રુપ કે કૉન્ટેક્ટ પર સેન્ડ થઇ જાય છે, હવે તેને ડિલીટ કરી શકો છે.

જોકે આ માટેની કેટલીક કન્ડિશન પણ છે. જેમ કે બન્ને યૂઝર્સ પાસે વૉટ્સએપનું અપડેટ વર્ઝન 2.17.403 હોવું જોઇએ. આ ઉપરાંત જે તે મેસેજને 7 મિનિટની અંદર ડિલીટ કરવો પડશે. 7 મિનિટમાં મેસેજ માત્ર સેન્ડરના ફોનમાંથી ડિલીટ થશે.

Source: Divyabhaskar

 

Advertisements

Comments

comments