90 ના દાયકાની શરૂઆતમાં અક્ષય કુમાર સંઘર્ષના પહાડ ચઢી કરી રહ્યો હતો. તે બોલિવૂડમાં ફિલ્મોની શોધમાં દિગ્દર્શકો અને નિર્માતાઓ પાસે કામ માંગતો હતો. જોકે તેને એક તક મળતા ફિલ્મોમાં જોરદાર રીતે કામ કર્યું હતું અને આજે પણ તેનું વર્ચસ્વ અકબંધ છે પરંતુ શું તમે જાણો છો કે સંઘર્ષના સમયગાળા દરમિયાન અક્ષય કુમાર એકવાર અભિનેતા રાજેશ ખન્નાને મળવા કલાકો સુધી રાહ જોતો હતો પરંતુ તે તેઓને ક્યારેય મળી શક્યો ન હતો. હા, એ બીજી વાત છે કે અક્ષય પાછળથી રાજેશ ખન્નાના જમાઈ બન્યા હતા.
અક્ષય ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માંગતો હતો
આ તે સમય હતો જ્યારે અક્ષયે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો, તે થોડીક સેકંડ માટે એક ફિલ્મમાં દેખાયો હતો અને અહીંથી તેના પર અભિનયનું ભૂત સવાર થઈ ગયું હતું. ત્યારે તેને ક્યાંકથી સમાચાર મળ્યા કે રાજેશ ખન્ના એક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે જેના હીરોની શોધ કરવામાં આવી રહી છે. ત્યારબાદ અક્ષય રાજેશ ખન્નાની ઑફિસ પર પહોંચતો અને તેમને મળવા માટે અલગ અલગ રીતો અપનાવતો હતો. જોકે તે ક્યારેય કાકાને મળી શક્યો નહોતો.
અક્ષય કુમારને ઓડિશનમાં નકારી કાઢવામાં આવ્યો હતો
જોકે અક્ષયકુમારને આ ફિલ્મમાં ઓડિશન કરવાની તક મળી હતી અને તેણે ઓડિશન આપ્યું હતું પરંતુ તેને નામંજૂર કરવામાં આવ્યો હતો અને ભૂમિકા ચંકી પાંડેને ઓફર કરવામાં આવી હતી. પરંતુ અક્ષયે આ અસ્વીકાર સાથે પણ હાર માની ન હતી. છેવટે, અક્ષયને એક તક મળી, જેની તેને ઘણા વર્ષોથી શોધ હતી. આ પછી તે બંને તેમના જીવનમાં વ્યસ્ત થઈ ગયા પરંતુ આના 10 વર્ષ બાદ અક્ષય કુમાર અને રાજેશ ખન્નાની પુત્રી ટ્વિંકલ ખન્નાનો પ્રેમ વધ્યો અને બંનેએ લગ્ન કરી લીધાં. જેના પરથી કહી શકાય કે એકવાર કાકાને મળવાની ઇચ્છા ધરાવતો અક્ષય તેમના ઘરનો જમાઈ બની ગયો છે.