આમિર ખાન ફિલ્મ ઉદ્યોગ માં 30 વર્ષ થી વધુ સમય થી છે અને તે હજુ પણ ઉદ્યોગ ના સૌથી લોકપ્રિય અભિનેતાઓ માંના એક છે. તેણે પોતાના કરિયર માં ઈન્ડસ્ટ્રી ની લગભગ તમામ પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે અને ઘણી હિટ ફિલ્મો આપી છે. આજે આ લેખમાં અમે આમિર ખાન અને રાની મુખર્જી સાથે જોડાયેલી એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. જેના વિશે રાની મુખર્જીએ કેટલાક ખુલાસા કર્યા છે.
આમિર ખાન અને રાની મુખર્જી એ ઘણી ફિલ્મો માં સાથે કામ કર્યું છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે રાની એક સમયે આમિર ખાન ની મોટી ફેન હતી. એટલું જ નહીં, અભિનેત્રી એક વખત પીઢ અભિનેતા નો ઓટોગ્રાફ લેવા પણ પહોંચી હતી. જોકે તેના જવાબમાં આમિર ખાનની પ્રતિક્રિયા એ રાની નું દિલ તોડી નાખ્યું હતું.
રાની મુખર્જી એ ઘણી વખત કહ્યું છે કે તે ક્યારેય અભિનેત્રી બનવા માંગતી ન હતી પરંતુ તેની માતા ના આગ્રહ ને કારણે તે અભિનેત્રી બની હતી. તાજેતર માં રાની મુખર્જીએ આમિર ખાન સાથેની તેની પ્રથમ મુલાકાત વિશે ખુલીને વાત કરી હતી. વાસ્તવમાં એ સમયની વાત છે જ્યારે આમિર ખાન ઈન્ડસ્ટ્રી નું જાણીતું નામ હતું જ્યારે રાની નો ફિલ્મો માં આવવાનો કોઈ ઈરાદો નહોતો.
રાની મુખર્જી તે સમયે આમિર ખાન ની મોટી ફેન હતી, તેથી તેના ફેવરિટ એક્ટર ને જોઈ ને તે ઓટોગ્રાફ લેવા પહોંચી ગઈ હતી. જે દરમિયાન આમિર ખાન ના ગુસ્સા નો સામનો કરવો પડ્યો હતો. રાની એ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે હું હંમેશાથી આમિર ખાન અને શાહરૂખ ખાનની મોટી ફેન રહી છું. આવી સ્થિતિમાં હું એકવાર આમિરના ઓટોગ્રાફ લેવા ગઈ હતી, તે દરમિયાન આમિર જુહી ચાવલા સાથે ‘લવ લવ લવ’ નું શૂટિંગ કરી રહ્યો હતો. હું ખુશી થી આમિર ખાન પાસે ગઇ અને મેં તેને ઓટોગ્રાફ બુક આપી. પણ તે થોડો ગુસ્સે હતો. એમણે ખાલી મારી બૂક લીધી અને તેના પર સહી કરી અને પાછી આપી. આનાથી મારું હૃદય તૂટી ગયું.