દરેક લવ સ્ટોરી સફળ હોતી નથી, ઘણી લવ સ્ટોરીઝ અધૂરી રહે છે અને કોઈક ને તેમાં દુઃખ નો સામનો કરવો પડે છે. ફિલ્મ જગત ની વાત કરીએ તો કલાકારો માટે એક બીજા ના પ્રેમ માં પડવું સામાન્ય વાત છે. જો કે, કેટલીક વાર કેટલાક સંબંધો માં પછી થી લોકો ને ખ્યાલ આવે છે કે, તેઓ સંબંધો માં કંઇક ખોટું કરી રહ્યા છે. બોલિવૂડ ડિરેક્ટર વિક્રમ ભટ્ટ સાથે પણ આવું જ બન્યું હતું જ્યારે એ અભિનેત્રી સુષ્મિતા સેન ના અફેર માં હતા.
વિક્રમ ભટ્ટ અને સુષ્મિતા સેન તેમની કારકિર્દી ની શરૂઆત માં એકબીજા ની નજીક આવ્યા હતા. આ સમયે સુષ્મિતા ની ઉંમર 20-21 હતી. તે જ સમયે વિક્રમ ભટ્ટે લગ્ન કર્યા હતા. લગ્ન પછી પણ, વિક્રમ ભટ્ટ નું સુષ્મિતા સેન સાથે અફેર હતું અને પછી થી જ્યારે એમને ખ્યાલ આવી ગયો કે એમણે ખોટું કર્યું છે ત્યારે એમને તેનો પસ્તાવો થયો.
વર્ષ 1996 માં સુષ્મિતા અને વિક્રમ ના પ્રેમ પ્રકરણ ની શરૂઆત ફિલ્મ ‘દસ્તક’ ના સેટ દરમિયાન શરૂ થઈ હતી. સુષ્મિતા ના પ્રેમ માં, વિક્રમ એટલા પાગલ થઈ ગયા હતા કે એમણે પોતાની પત્ની અને પુત્ર થી અંતર રાખ્યું હતું. પરંતુ આગળ જતા, તેને તેના માટે ખૂબ જ દુ: ખ થયું.
વિક્રમ ભટ્ટે કહ્યું હતું કે ‘મને દુઃખ છે કે મેં મારી પત્ની અને પુત્રી ને દુઃખ પહોંચાડ્યું અને તેઓને છોડ્યા. મને દુઃખ છે કે મેં તેમને દુઃખ પહોંચાડ્યું. હું માનું છું કે જ્યારે તમારી પાસે હિંમત હોતી નથી, ત્યારે તમે હોંશિયાર બનો છો. મારી પાસે હિંમત નહોતી કે હું અદિતિ ને કહી શકું કે હું શું અનુભવું છું. આ બધું એક સાથે થયું, અને બધુ ગડબડ થઈ ગયુ. તે સમયે, હું નબળો પડી ગયો, તેનાથી મને ખૂબ દુઃખ થયું. જો હું નબળો ન હોત તો આજે વસ્તુઓ જુદી હોત.
આત્મહત્યા કરવા નો કર્યો પ્રયાસ…
પત્ની અને પુત્રી ને છોડી દેવા અને સુસ્મિતા સેન સાથેના અફેર વચ્ચે, વિક્રમ ભટ્ટ ખૂબ જ તણાવ માં હતા અને તે પોતાનો જીવ લેવા મજબૂર થઈ ગયા હતા. આ અંગે વાત કરતાં તેણે કહ્યું કે, ‘મેં સુષ્મિતા ને કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો નથી, પરંતુ મેં મારી જિંદગી માં બધુ બગાડ્યું છે’.
મીડિયા સાથે વાત કરતા વિક્રમે વધુ માં કહ્યું કે, ‘મેં પત્ની ને છૂટાછેડા આપી દીધા હતા. મારી ફિલ્મ ગુલામ રિલીઝ થવાની હતી, પરંતુ હું સુષ્મિતા નો બોયફ્રેન્ડ જ રહી ગયો હતો. હું હતાશા માં હતો. હું મારી દીકરી ને ખૂબ યાદ કરતો હતો. મેં મારા જીવન ની દરેક વસ્તુ બગાડી છે. મને નથી લાગતું કે કોઈ પણ એક સંબંધે મારું જીવન બરબાદ કરી દીધું છે, પરંતુ આ વિનાશ નું આખું કારણ હું પોતે જ હતો.’