નકુલ મહેતા એક જાણીતા ટીવી અભિનેતા છે. બડે અચ્છે લગતે હૈં 2 ફેમ નકુલ મહેતા 40 વર્ષ ના થયા. તેણે 17 જાન્યુઆરી 2023 ના રોજ પોતાનો 40મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર તેના તમામ ચાહકો એ તેને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવી હતી. આવી સ્થિતિ માં તેમની પત્ની જાનકી પારેખે પણ તેમને જન્મદિવસ ની ખૂબ જ મધુર રીતે શુભેચ્છા પાઠવી હતી. જાનકી પારેખે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે અને એક સુંદર નોંધ લખી છે.
જાનકી પારેખે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા વિડિયો માં અભિનેતા ના જીવન ની ખુશી ની પળો ની ઝલક જોવા મળી રહી છે જે તેણે તેના પુત્ર સાથે વિતાવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે નકુલ મહેતા તેના પુત્ર સૂફી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળી રહ્યો છે. ક્યારેક નકુલ મહેતા તેના પુત્ર સાથે રમે છે, તો ક્યારેક તેને ઝુલા પર ઝુલાવતા હોય છે. આ વીડિયો જેટલો સુંદર છે, તેટલો જ સુંદર વીડિયો સાથે લખાયેલ કેપ્શન પણ છે.
જાનકી પારેખે ક્યૂટ ફેમિલી વીડિયો શેર કર્યો છે
View this post on Instagram
જાનકી પારેખે શેર કરેલો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપ થી વાયરલ થઈ રહ્યો છે. નકુલ મહેતા ની પત્ની જાનકી પારેખે અભિનેતા ને જન્મદિવસ ની શુભેચ્છા પાઠવવા માટે કૅપ્શન માં એક લાંબી નોંધ લખી હતી, સાથે સાથે તેમના પ્રત્યે નો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. જાનકી પારેખે નકુલ મહેતા ને ‘માય ફોરએવર લવ’ કહી ને લાંબો સંદેશ લખ્યો છે.
જાનકી પારેખ પોતાને નસીબદાર માને છે
જાનકી પારેખે નકુલ મહેતાને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી અને કેપ્શનમાં લખ્યું, “મારા સુંદર માણસ માટે 40 અવિશ્વસનીય વર્ષો અને હું કેટલી નસીબદાર છું કે હું 20 વર્ષથી તેમના જીવન ની સાક્ષી અને એક ભાગ છું. તમારા બધા સંબંધો માં મારો પ્રિય સંબંધ એ છે કે તમે સૂફી ના પિતા છો. પોતે બાળકો પેદા કરવાથી લઈને આપણા પોતાના બાળકોને ઉછેરવા સુધી, અમારું જીવન સંપૂર્ણ હતું.”
પતિ ના જન્મદિવસે જાનકી ભાવુક થઈ ગઈ હતી
જાનકીએ આગળ લખ્યું કે “તમને સૂફી સાથે જોઈને મારું દિલ ભરાઈ જાય છે. હું માત્ર ઇચ્છું છું કે તમે જાણો કે સૂફી અને તમે દરરોજ અમારા માટે જે કરો છો તેની હું ખરેખર પ્રશંસા કરું છું. સૂફી ના શ્રેષ્ઠ પિતા, મારા માટે સૌથી વધુ સંભાળ રાખનાર પતિ બનવા બદલ આભાર.”
જાનકી નકુલ ને સારો મિત્ર માને છે
જાનકી એ પોતાની લાંબી નોટમાં આગળ લખ્યું, “તમે મારા બેસ્ટ ફ્રેન્ડ અને સૌથી ખાસ પાર્ટનર છો. તમે લોકોને પ્રેમ કેવી રીતે આપવો તે જાણો છો, હું ભગવાન ને પ્રાર્થના કરું છું કે તમે લાખો લોકો ને પ્રેરણા આપો.. તમે તમારી કારકિર્દી માં પ્રગતિ કરો. તમે બધા ને હંમેશા સાથે લઈ જાઓ… નાની નાની બાબતો માં આનંદ મેળવતા રહો… દરેક પસાર થતા દિવસ સાથે અમારું બંધન વધુ ઊંડું અને મજબૂત થતું જાય છે. સાથે જાનકી એ છેલ્લે લખ્યું, “અમારો દીકરો સૂફી એ સમજવા જેટલો મોટો છે કે તમે અમારા માટે શું કરી રહ્યા છો… તે ગર્વ થી હસે છે અને કહે છે, ‘તે મારા પપ્પા છે!’ જન્મદિવસ ની શુભકામનાઓ મારા સદાકાળ ના પ્રેમ..”
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે નકુલ મહેતા એ 28 જાન્યુઆરી 2012 ના રોજ જાનકી સાથે લગ્ન કર્યા હતા. આ પછી, તેમણે લગ્ન ના લગભગ 9 વર્ષ પછી 3 ફેબ્રુઆરી 2021 ના રોજ તેમના પુત્ર સૂફી નું સ્વાગત કર્યું. બંને પોતાના પુત્ર સાથે સુંદર તસવીરો શેર કરતા રહે છે.