ગીતા ના આ શ્લોક ને નસીબ પર માનવા નું છોડી દેશો.

Please log in or register to like posts.
Article

આપણી આજુબાજુ ઘણા લોકો એવા મળી શકે કે જે નસીબ માં વિશ્વાસ કરતા હોય અને ક્યાંક આપણે પણ આમ હોય શકીએ. તેથી આજે હું તમને ભગવદ ગીતા ના એવા ત્રણ શ્લોક વિષે કહીશ કે જે વાંચ્યા નઈ પણ સમજ્યા પછી તમે નસીબ પર માનવા નું છોડી દેશો.

જો તમે મને હજુ પણ ઇન્સ્ટાગ્રામ પર @harshil_s_mehta અને ફેસબુક પર @harshil.mehta.5030 પર ફોલો ન કર્યો હોય તો કરી લેજો. આ લેખ કેવો લાગ્યો તે મેસેજ કરી જરૂર જણાવજો જેથી હું તમારા માટે નવા નવા લેખ લખતો રહું.


ગીતા માં ભગવાન અધ્યાય 2 ના શ્લોક નંબર 47 માં અર્જુન ને કહે છે કે ,

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि।।


હવે આનો અર્થ જોઈ લઈએ:- કર્તવ્ય કર્મ કરવા માં તારો અધિકાર છે, ફળો માં ક્યારેય નહિ. એટલે તું કર્મફળ નો હેતુ પણ ના બન અને નિષ્કર્મણ્ય પણ ના બન.

    Advertisements
 

એટલે કે આનો આપણે સીધી સાદી ભાષા માં અર્થ એમ કરી શકીએ કે મહેનત કરવી એ તારા હાથ માં છે પણ એનું રિઝલ્ટ કે પરિણામ શું આવશે તે તારા હાથ માં ક્યારેય નથી. તેથી તું પરિણામ માટે મહેનત ના કર અને નસીબ ના જોરે પરિણામ ની રાહ પણ ના જોઈ રહે. આપણે મહેનત કરવા ની પણ તેના પરિણામ ની આશા રહી ને મહેનત નહિ કરવા ની, એનું પરિણામ નસીબ ના જોરે નહિ પણ પોતા ના કર્મ એટલે કે મહેનત ના જોરે મળશે.

 

તે જ રીતે અધ્યાય 2 ના શ્લોક નંબર 48 માં પણ આ જ વાત ને આગળ અલગ રીતે કહે છે.

योगस्थः कुरु कर्माणि सङ्गं त्यक्त्वा धनञ्जय।
सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते।।

 

અર્થ એમ કે હે ધનંજય! તું આસક્તિ નો ત્યાગ કરી ને સિદ્ધિ અસિદ્ધિ માં સમ થઇ ને કર્મ કર તેને જ યોગ કહે છે.

    Advertisements

એટલે કે સીધીસાદી ભાષા માં કહીએ કે આસક્તિ એટલે કે કર્મ પ્રત્યે મોહાઈ જવા ના બદલે તું કર્મ કર. મહેનત કરવા ની પણ ક્યાંય તેમાં એટ્રેક્ટ નહિ થવા નું પલ્સ તમે જો સફળ થાવ તો છકી નહિ જવા નું અને અસફળ થાવ તો નિરાશ નહિ થવા નું… આ જ યોગ છે.

 

સારું તો લેખ કેવો લાગ્યો તે જણાવવા નું ભૂલતા નહિ. પુરે પુરા કર્મયોગી બનજો. જય શ્રી કૃષ્ણ.

Advertisements

Comments

comments