હેલો મેકઅપ જંકિઝ! શોપિંગ કાર્ટમાં પડેલી તે લિપસ્ટિક સેલ ઉપર આવાની રાહ જુવો છો? ભલે કોઈ કેટલું કહે, પણ આપણે જાણીએ છીએ કે આ નિર્જીવ વસ્તુઓ આપણા કિંમતી સંપત્તિ કરતા ઓછી નથી. અરે ભાઈ, 2 હજાર રૂપિયાની લિપસ્ટિક મજાક નથી. પરંતુ કેટલાક લોકો માટે 2 હજાર રૂપિયા પણ છુટ્ટા પૈસા જેવા હોય છે, પછી ફક્ત મોંઘા મેક અપ પ્રોડકટ ખરીદે છે.
સારું, ઇન્ટરનેટ પર સર્ચ કરતી વખતે, અમે વિશ્વની સૌથી કિંમતી મેકઅપની પ્રોડક્ટ્સ પર નજર નાખી, જે ખરીદવા માટેના સાત જન્મોના પગાર પણ ઓછો પડશે
1. La Prairie Skin Caviar Concealer + Foundation
પરફેક્ટ ફાઉન્ડેશન શેડ શોધવાનું સરળ નથી. આમ તો ફાઉન્ડેશન મોંઘા જ આવે છે. પરંતુ લા પ્રેઇરીનું 50 મીલી કન્સિલર + ફાઉન્ડેશન તમને લગભગ 28,207 રૂપિયા સુધી મળશે, જે તેને વિશ્વનો સૌથી મોંઘુ ફાઉન્ડેશન બનાવે છે. તે મોંઘુછે કારણ કે તે કેવિઅરમાંથી બનાવવામાં આવ્યું છે. કેવિઅરમાં માછલીના ઈંડા હોય છે. તેમાં મોટી માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે, જે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
2. Guerlain Orchidée Impériale Mask
તમારા ચહેરા પર વૈભવતા કેવી રીતે દેખાઈ શકે તેનું એક સારું ઉદાહરણ છે આ માસ્ક. તે પેરિસિયન બ્રાન્ડ નું છે. આ માસ્ક તમારી ત્વચાને તાણ અને પર્યાવરણીય નુકસાનથી મટાડવાનો દાવો કરે છે. આ 75 મિલી માસ્કની કિંમત $385 એટલે કે 28,959 રૂપિયા છે.
3. H. Couture Beauty Diamond Lipstick
દરેક માટે સારી લિપસ્ટિક હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તમે લિપસ્ટિક પર 14 મિલિયન ડોલર અથવા 1,05,30,66,000 રૂપિયા ખર્ચ કરશો ?! ખરેખર, આ લિપસ્ટિકનો બોડી સંપૂર્ણપણે હીરાથી બનેલી છે. તેના કેસ પર 1,200 હીરા છે, જે તેને વિશ્વની સૌથી મોંઘી લિપસ્ટિક બનાવે છે.
4. Azature’s Black Diamond Nail Polish
આ વિશ્વની સૌથી મોંઘી નેલ પોલિશ છે. લોસ એન્જલસ સ્થિત લક્ઝરી જ્વેલર એઝુરે દ્વારા ઉત્પાદિત આ નેઇલ પેઇન્ટની કિંમત 1,63,66,000 રૂપિયા છે. આ નેઇલ પ પોલીશમાં 267 કેરેટનો કાળો ડાયમંડ છે. માથું ફરી ગયું ને!
5. Natasha Denona Eyeshadow Palette 28
આ પેલેટમાં 28 શેડ્સ મળશે. આમ વાસ્તવિક મોતીના પાઉડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો લીધે તેના રંગોમાં ચમક જોવા મળે છે. આની કિંમત 17,977 રૂપિયા છે.
6. H. Couture Beauty Diamond Mascara
ફરી એકવાર આ બ્યુટી બ્રાન્ડે અમારી સૂચિમાં સ્થાન મેળવ્યું છે. માત્ર લિપસ્ટિક્સ જ નહીં, તેઓ હીરાથી સજ્જ મસ્કરા પણ વેચે છે. જો કે તે મર્યાદિત સંસ્કરણ હતું, તે વિશ્વની અત્યાર સુધીની સૌથી મોંઘી મસ્કરા હતી. તેની બોડી 1,000 હીરાથી ભરેલી હતી અને તેનું ઢાંકણું સોનાથી બનેલું છે. તેની કિંમત 44,303 રૂપિયા છે.