WWE : ખલીની શિષ્યાએ અખાડામાં પહોંચી દેશી સ્ટાઇલમાં ચિત્ત કરી હતી ફેમસ રેસલરને

Please log in or register to like posts.
Article

આપે ભારતીય મહિલાઓને સામાન્ય રીતે સૂટ અને સલવારમાં ઘરની અંદર કામ કરતાં જોઈ હશે, પરંતુ આપે ક્યારેય WWEમાં સલવાર સૂટ પહેરીને કોઈ ભારતીય છોકરીને વિદેશી ફાઇટરને ધૂળ ચટાડતા જોઈ છે ?
જો નહીં, તો આ વીડિયોમાં જુઓ કે કઈ રીતે ભારતની આ મહિલા રેસલરે ન્યૂઝીલૅંડની ફાઇટરને રેસલિંગ રિંગમાં સારી રીતે ધોઈ નાંખી.

તે પછી આ વીડિયો આગની જેમ સોશિયલ મીડિયામાં પ્રસરી ગયો. જોનારાઓ આ વીડિયોને જોતા જ રહી ગયાં કે કેવી રીતે એક મહિલા રેસલરે ઇંટરનેશનલ લેવલનાં આ અખાડામાં વિદેશી મહિલા પહેલવાનને ચિત્ત કરી નાંખી.

WWEમાં પહોંચનાર પ્રથમ ઇંડિયન રેસલર

1-13-1505281178

અમે વાત કરી રહ્યાં છીએ કવિતાની કે જેણે સલવાર સૂટમાં રિંગ પર એંટ્રી લીધી, ત્યારે કોઇએ વિચાર્યુ પણ નહોતું કે કવિતા ન્યૂઝીલૅંડની આ ફાઇટરનો આટલો ખરાબ હાલ કરશે. WWEમાં પહેલી વાર કોઈ ભારતીય મહિલાને એંટ્રી મળી છે.

ગ્રેટ ખલીની શિષ્યા છે કવિતા

2-13-1505281168

WWEમાં ગ્રેટ ખલીને ભલા કોણ નથી ઓળખતું હશે ? કવિતા ગ્રેટ ખલીની શિષ્યા છે અને WWE માટે તેમનાંથી જ ટ્રેનિંગ લે છે. 14મી જુલાઈનાં રોજ ‘મે યંગ’ ક્લાસિક ટૂર્નામેંટ હેઠળ તેમની આ ફાઇટનો વીડિયો તૈયાર કરાયો હતો, પરંતુ હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

‘ફેમર મે યંગ’ની યાદ

આ ટૂર્નામેંટનું આયોજન WWEની ફેમસ ફાઇટર ‘ફેમર મે યંગ’ની યાદમાં કરવામાં આવ્યુ હતું કે જે ફેમસ મહિલા રેસરલ હતી. આ ટૂર્નામેંટમાં માત્ર મહિલા રેસલર્સ જ ભાગ લે છે. આ મુકાબલામાં જોકે બાદમાં કવિતા હારી ગઈ, પરંતુ ભારતીય રેસલિંગનાં ઇતિહાસમાં તે પ્રથમ મહિલા રેસલર છે કે જેણે WWE ફાઇટ લડી છે.

Source: Boldsky

Advertisements

Comments

comments