હું અને તું

Please log in or register to like posts.
News

મને બનવા દે રખડુ,
ને તું બની જા ફોટોગ્રાફર..
હું ગુંથુ તારી યાદો,
ને તું એને કરી દે અમર..

તું બની જા મારુ મોતી,
ને હું બનુ મોતી નુ છીપ..
નાની એવી બની ને હોડી,
આવ તું મ્હારે દ્વીપ..

દુર આ અંતર કરી ને ,
મરજી નો મંતર જપી દે ..
ગાઢ જંગલની અંદર ભમી ને ,
ચાલ આતમ અને અંતર ચુમીએ…

ધીમે થી બોલાવ મને કે જોર દઇને,
આવીશ ઉડી ને ટહુકતો મોર થઇને..
મળી ને રહેશુ હારે, પેલી ઓર જઇને,
તું અને હું, ચાલ ને ચીત – ચોર થઇએ.

– પ્રતિક જાની – રખડુ

Comments

comments