Site icon Jo Baka

અનંત-રાધિકા લગ્ન: 12મીએ લગ્ન, 13મીએ આશીર્વાદ સમારોહ, આ દિવસે યોજાશે અનંત-રાધિકાની રિસેપ્શન પાર્ટી

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આગામી મહિને જુલાઈમાં લગ્નગ્રંથિથી જોડાવાના છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના લગ્નની ચર્ચા માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ છે. આ સૌથી મોંઘા લગ્નોમાં સામેલ છે, જેની દરેક વ્યવસ્થા ખાસ છે. લગ્નનું કાર્ડ સામે આવી ચૂક્યું છે અને તેની ડિઝાઇન અને ભવ્યતા જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ લગ્ન કેટલા શાનદાર થવાના છે. તો ક્યારે-ક્યારે છે આ લગ્નના કાર્યક્રમો, આવો જાણીએ…

અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈ શનિવારના રોજ થશે. સામે આવેલા અનંત-રાધિકાના આમંત્રણપત્રમાં દરેક આયોજન માટે અલગ-અલગ કાર્ડ છે. તે અનુસાર 12 જુલાઈએ વિવાહ, 13 જુલાઈએ આશીર્વાદ સમારોહ છે. ત્યારબાદ 14 જુલાઈએ રિસેપ્શન પાર્ટીનું આયોજન થશે.

મુકેશ અંબાણીના પુત્રના લગ્નનું કાર્ડ જ્યારથી સામે આવ્યું છે, ત્યારથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યું છે. ડિઝાઇનથી લઈને દરેક વસ્તુ તેમાં ખાસ છે. લગ્ન પહેલાં અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં બાબા વિશ્વનાથને પ્રથમ આમંત્રણપત્ર અર્પણ કર્યું.
સોનાની મૂર્તિઓ અને ચાંદીના મંદિરથી સજાવેલું અનંત-રાધિકાનું વેડિંગ કાર્ડ ઘણું કિંમતી છે. તેની વાસ્તવિક કિંમત વિશે હજુ કોઈ સત્તાવાર માહિતી તો ઉપલબ્ધ નથી, પરંતુ કાર્ડના દુકાનદારો અનુસાર તેની કિંમત છ થી સાત લાખ રૂપિયા સુધી હોઈ શકે છે.

અનંત અને રાધિકાના લગ્નનું કાર્ડ સોનેરી રંગના બૉક્સમાં છે. તેને ખોલતાં જ ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાન વિષ્ણુની તસવીર લાગેલી છે. તસવીરને હટાવતાં જ વૈદિક મંત્રોની મનોહારી ધૂન સંભળાય છે. ચાંદીના સોનેરી રંગના ડબ્બામાં લગ્નના આયોજનની તારીખોના આમંત્રણપત્રો રાખવામાં આવ્યા છે. તેમાં જ ચાંદીના મંદિરમાં ગણેશજી, માં દુર્ગા, રાધા કૃષ્ણ અને ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની સુવર્ણ પ્રતિમાઓ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત પણ તેમાં ઘણી યાદગાર વસ્તુઓ સામેલ છે, જેમ કે ARના નામથી ભરતકામ કરેલું કપડું, એક વાદળી શાલ અને ભેટથી ભરેલો એક ચાંદીનો ડબ્બો.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા  અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં

Exit mobile version