ભારતીય ક્રિકેટ ટીમ નો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત એક ભયાનક માર્ગ અકસ્માત બાદ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. રિષભ ગંભીર ઇજાઓ માંથી બહાર આવી રહ્યો છે. દેશની જાણીતી હસ્તીઓ ઋષભ ની હાલત પૂછવા માટે સતત પહોંચી રહી છે. હાલ માં જ તેની મુલાકાત ભારત ના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે કરી હતી.
યુવરાજ બાદ હરભજન સિંહ અને સુરેશ રૈના જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ઋષભ પંતને મળવા પહોંચ્યા હતા. તે જ સમયે બોલિવૂડ અને પંજાબી સિંગર ગુરુ રંધાવા પણ તેમની હાલત પૂછવા પહોંચ્યા હતા. ગુરુ એ ઋષભ ને મળ્યા બાદ ખુશી વ્યક્ત કરી અને તેની સાથે તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી.
ગુરુ રંધાવા એ તાજેતર માં ઇન્સ્ટાગ્રામ પર રિષભ સાથે પોતાની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીર માં બંને ના ચહેરા પર સ્મિત દેખાઈ રહ્યું છે. ફોટો પોસ્ટ કરતાં, ગાયકે કેપ્શન આપ્યું, “મારા ભાઈને મળીને આનંદ થયો, રિષભ ટૂંક સમય માં વધુ તાકાત સાથે પાછો આવશે લવ યુ ભાઈ”.
ઋષભ અને ગુરુ ની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ કરીને પણ પ્રેમ વરસાવી રહ્યા છે. રિષભ અને ગુરુ રંધાવા ની આ તસવીર ને સોશિયલ મીડિયા પર 11 લાખ થી વધુ લોકો એ લાઈક કરી છે. તે જ સમયે, આના પર લગભગ 3300 ટિપ્પણીઓ આવી છે.
ઋષભ પંતના ચહેરા પર દેખાતી સ્મિત તેના ચાહકો માટે ખૂબ જ ખાસ છે. માર્ગ અકસ્માત બાદ આ સ્મિત જોઈને તેના ચાહકો એ રાહત નો શ્વાસ લીધો હશે. તમે જોઈ શકો છો કે ઋષભે તેના કપાળ પર તિલક લગાવ્યું છે અને તેણે કુર્તા પાયજામા પહેર્યો છે.
પોસ્ટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે લખ્યું, “ટુ લિજેન્ડ ગાય્સ”. વધુમાં, વપરાશકર્તાએ હાર્ટ ઇમોજી પણ બનાવ્યું. એક યુઝરે લખ્યું કે, “Get well soon champion”. એકે કોમેન્ટ કરી, “લવ યુ ટુ ઋષભ ભાઈ”. અન્ય એક યુઝરે ઋષભ માટે લખ્યું કે, “આ IPLમાં તમને ખૂબ જ યાદ કરવામાં આવશે”.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022 માં રિષભ નો કાર અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતમાં રિષભ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે દિલ્હી થી રૂરકી જઈ રહ્યો હતો, તે દરમિયાન મોડી રાત્રે તેની કાર ને અકસ્માત નડ્યો. ઋષભ લોહી થી લથપથ હતો. ત્યાંથી પસાર થતા કેટલાક લોકોએ તેની મદદ કરી અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
રિષભ પંત ભારત ના સ્ટાર ક્રિકેટર છે. રોડ અકસ્માતમાં ગંભીર ઈજા થવાને કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર છે. તે હજુ થોડા મહિના ક્રિકેટ થી દૂર રહેશે. આ કારણે તેને આઈપીએલ 2023 ની ફાઈનલ અને જૂન 2023 માં યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માંથી પણ બહાર થવું પડ્યું છે. એવા અહેવાલો પણ છે કે ઋષભ આ વર્ષ ના ODI વર્લ્ડ કપ માંથી પણ બહાર થઈ શકે છે.

