મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ભારતીય ક્રિકેટ ટીમ માટે સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હાલ માં સૂર્યકુમાર યાદવ વિશ્વ નો નંબર 1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન છે. સૂર્યકુમાર યાદવ ની બેટિંગ ના દરેક લોકો ચાહક બની ગયા છે. સૂર્યકુમારે પોતાની જાત ને ઘણી સારી રીતે સાબિત કરી છે.
એશિયા કપ 2022 માં સૂર્યકુમાર યાદવે શાનદાર રમત બતાવી હતી. આ પછી, તેનું બેટ તાજેતર માં પૂરા થયેલા T-20 વર્લ્ડ કપ 2022 માં પણ તેજીમાં આવ્યું. આ વર્લ્ડ કપ માં તે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો અને ભારત માટે બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તે જ સમયે, ન્યુઝીલેન્ડ ના પ્રવાસ પર પણ તેનું આકર્ષણ ચાલુ છે.
આ દિવસો માં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ માં છે. હાર્દિક પંડ્યા ની કપ્તાની માં ભારતીય ટીમ ત્રણ મેચ ની ટી-20 અને ત્રણ મેચ ની વનડે શ્રેણી રમવા પહોંચી ગઈ છે. પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ વરસાદ ના કારણે ધોવાઈ ગઈ હતી. અને બીજી મેચ રવિવારે રમાઈ હતી. જ્યાં સૂર્યકુમારે ઝડપી સદી ફટકારી હતી.
સૂર્યકુમાર યાદવે તોફાની સ્ટાઈલ સાથે માત્ર 51 બોલ માં અણનમ 111 રન બનાવ્યા હતા. આ તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દી ની બીજી સદી છે. ફરી એકવાર વિશ્વ એ સૂર્ય નું ઉગ્ર અને આક્રમક સ્વરૂપ જોયું છે. આ દરમિયાન, ફરી થી ‘સ્કાય’ અને ‘સૂર્યા’ એટલે કે સૂર્યકુમાર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે.
હવે લોકો સૂર્ય વિશે વધુ ને વધુ જાણવા માં રસ લઈ રહ્યા છે. આવી સ્થિતિ માં, આજે અમે તમને આ ડેશિંગ બેટ્સમેન ની પ્રિય બોલિવૂડ ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ. સૂર્યા એ પોતે જ ખુલાસો કર્યો હતો કે તેને કઈ ફિલ્મો પસંદ છે. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે આ વિશે વાત કરી રહ્યો છે.
મે 2021 માં, IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સે તેના ટ્વિટર હેન્ડલ પર થી સૂર્યા નો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેની મનપસંદ ફિલ્મો વિશે વાત કરી રહ્યો હતો. તેમને પૂછવા માં આવ્યું કે તમારી ફેવરિટ ફિલ્મ કઈ છે? તેના જવાબમાં સૂર્યાએ કહ્યું હતું કે, મને કોમેડી ફિલ્મો જોવી ગમે છે. કારણ કે તે મને ખુશ કરે છે.
From ‘Andaz Apna Apna’ to ‘Hera Pheri’ 😂
📹: 106 seconds of Surya talking about his favourite comedy movies from Bollywood 🎬#OneFamily #MumbaiIndians #KhelTakaTak @surya_14kumar @MXTakaTak MI TV pic.twitter.com/9se9f2ZtaW
— Mumbai Indians (@mipaltan) May 26, 2021
તેણે વધુમાં કહ્યું કે ‘અંદાઝ અપના અપના’, ‘ચુપકે ચુપકે’, ‘હેરા ફેરી’ મારી ફેવરિટ ફિલ્મો છે. જણાવી દઈએ કે સૂર્યા ઘણીવાર આ ફિલ્મો જુએ છે અને પોતાનું મનોરંજન કરે છે. તેણે કહ્યું કે જ્યારે હું કંઈ કરતો ન હોઉં કે ફ્રી હોઉં ત્યારે મને આ ત્રણ થી ચાર ફિલ્મો જોવી ગમે છે. વધુ માં, સૂર્યા એ ‘અંદાઝ અપના અપના’ નો એક ડાયલોગ પણ બોલ્યો જે ફિલ્મમાં અભિનેતા આમિર ખાન દ્વારા બોલાયો હતો.

