હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં
30 જૂનથી શનિની વક્રી ચાલ શરૂ થઈ જશે. વક્રી ચાલનો અર્થ છે શનિની ઊલટી ચાલ. જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિના કુંભ રાશિમાં વક્રી થવાથી કેટલીક રાશિના લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આ રાશિના લોકોને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ માન્યતાઓ અનુસાર શનિદેવના અશુભ થવાથી વ્યક્તિનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે. આવો જાણીએ, શનિની વક્રી ચાલથી કઈ રાશિઓનું જીવન પ્રભાવિત થશે-
મકર રાશિ – કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં સાવધાની રાખો. નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક લાભના અવસરો મળશે, પરંતુ જોખમી બાબતોમાં નિર્ણય હાલ પૂરતો ટાળો. શનિના વક્રી થયા પછી લેવડ-દેવડમાં સાવધાની રાખો. વાદ-વિવાદની સ્થિતિઓ બની શકે છે. વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. પેટના રોગો તમને પરેશાન કરી શકે છે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.
કુંભ રાશિ – શનિના વક્રી થયા પછી કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં વાતાવરણ તમારા અનુકૂળ ઓછું જ રહેશે. નવી યોજનાઓ પર કાર્ય શરૂ ન કરો. બનતા કાર્યોમાં અવરોધો આવી શકે છે. વિવાદોની સ્થિતિથી દૂર રહો. વાણીમાં મધુરતાનો પ્રવાહ જાળવી રાખો. વેપારી મુસાફરી પર જવાનો કાર્યક્રમ બની શકે છે. ઋતુ પરિવર્તનથી પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. વાહન અને મશીનરીના ઉપયોગમાં સાવધાની રાખો.
મીન રાશિ – કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં સાવધાની રાખો. પરિસ્થિતિઓ તમારા અનુકૂળ ઓછી જ રહેશે. ભાગ્યનો સાથ ઓછો જ મળશે. સાથીઓ સાથે કોઈ વાત પર અણબનાવ થઈ શકે છે. વ્યાપારમાં લાભના અવસરો સામે આવશે, પરંતુ ખર્ચની પણ અધિકતા રહેશે. કાર્યક્ષેત્ર અને વ્યાપારમાં બદલાવના અવસરો સામે આવી શકે છે. માનસિક રીતે ખિન્ન થઈ શકો છો. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની વધી શકે છે. વાહન અને મશીનરીના ઉપયોગમાં સાવધાની રાખો.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા અહીં ક્લિક કરીને જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં