[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]
મેષ
આ મહિનો મેષ રાશિના લોકો માટે મિશ્રણવાળા પરિણામ લઈને આવવાવાળો છે.આ મહિને તમને ખાસ રૂપે તમારા આરોગ્ય ઉપર ધ્યાન દેવાની જરૂરત પડશે કારણકે મહિનાની શુરુઆત થી જ તમારા આરોગ્ય માં ગિરાવટ આવી શકે છે અને જો તમે આમ ધ્યાન નહિ આપો તો તમારે ડૉક્ટર ની સલાહ ની જરૂરત પડશે અને હોસ્પિટલ પણ જવું પડશે.આર્થિક રૂપથી વાત કરીએ તો આવક સારી હોવા છતાં પણ તમારા નિરંતર ખર્ચ ચાલુ રહેશે જે તમને થોડી પીડા આપી શકે છે એટલા માટે તમારે પૈસાની વાત પર ધ્યાન આપવું જોઈએ.જ્યાં સુધી કારકિર્દી ની વાત છે તો તમે તમારી નોકરીમાં બહુ મેહનત કરશો.તમારા વરિષ્ઠ અધિકારી કોઈના કોઈ વાતને લઈને તમારી સાથે બહેસ કરી શકે છે પરંતુ એ તમારા કામ ની કદર પણ કરશે અને આનાથી તમને નોકરીમાં સારા પરિણામ મળશે.તમારે તમારા વિરોધીઓ થી સાવધાન રેહવું જોઈએ.વેપાર કરતા લોકો માટે આ મહિનો સારો દેખાઈ રહ્યો છે.તમારી ઉમ્મીદ પુરી થશે અને તમે કામયાબી ની રાહ પર આગળ વધશો અને તમારો વેપાર ઉન્નતિ કરશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો મધ્યમ રૂપથી ફળદાયક રહેશે.દસમ ભાવના સ્વામી શનિ મહારાજ એકાદશ ભાવમાં આખો મહિનો વક્રી અવસ્થા માં બિરાજમાન રહેશે જેનાથી તમને તમારી નોકરીમાં બહુ વધારે મેહનત કરવાની જરૂરત પડશે અને તમારી ઉપર કામ નું દબાવ પણ રહેશે.
વૃષભ
આ મહિનો વૃષભ રાશિના લોકો માટે અનુકુળ રેહવાની સંભાવના છે.આર્થિક રૂપે તમને બહુ વધારે સારા પરિણામ ની પ્રાપ્તિ થશે જેનાથી તમને બરાબર આર્થિક લાભ આ મહિને થતા રહેશે અને તમારી આર્થિક સ્થિતિ માં સારો વધારો થતો જોવા મળશે પરંતુ આ બધું મહિના ના અંત માં થતું દેખાઈ રહ્યું છે.મહિનાની શુરુઆત માં આવક કરતા ખર્ચા નું પ્રમાણ વધારે રહેવાનું છે એટલા માટે તમારે સાવધાની રાખવી જોઈએ.કારકિર્દી વિષય માં કામ નું દબાવ તમારી ઉપર બહુ વધારે રહેશે એટલા માટે નોકરીમાં તમે જીવ ભરીને મેહનત કરો એનું તમને સટીક પરિણામ પણ મળશે.વેપાર કરતા લોકો માટે આ મહિનો સારો છે.તમે તમારી યોગ્યતા મુજબ વેપાર ને આગળ વધારવામાં સફળ રેહશો.કોઈ નવા લોકોથી તમને વેવસાયિક લાભ થવાના યોગ બનશે.વિદ્યાર્થીઓ ને આ સમયે સૌથી વધારે ચુનોતીઓ ઉઠાવી પડી શકે એમ છે કારણકે તમારા અભ્યાસ માં વારંવાર આવતા વિઘ્નો ની પરેશાની તમને અભ્યાસ માંથી ભટકાવી શકે છે એટલા માટે બહુ વધારે એકાગ્રતા ની જરૂરત પડશે.પ્રેમ સબંધો માં પ્રેમ ની સાથે સાથે બીજું પણ ઘણું બધું થવાનું છે એટલા માટે તૈયાર રહો.ઝગડા ની સાથે સાથે બહાર ના લોકોને દખલગીર,પરિવાર ના લોકોની કહાસુની વગેરે વસ્તુઓ નો સામનો કરવો પડી શકે છે.વિવાહિત લોકો માટે આ મહિનો બહુ અનુકૂળ રેહવાની સંભાવના છે.સબંધ માં પરિપક્વતા આવશે અને ઘરમાં ખુશીઓ નું આગમન થશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો વધારે મેહનત કરાવશે.દસમ ભાવ નો સ્વામી શનિ મહારાજ દસમ ભાવમાં વક્રી અવસ્થા માં આખો મહિનો બિરાજમાન રહેવાના છે જેના કારણે તમને તમારા કાર્યક્ષેત્ર માં બહુ વધારે કામ માં દબાવ મહેસુસ થશે.
મિથુન
આ મહિનો તમારા માટે ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.તમારે ઘણા વિષય માં સાવધાની રાખીને ચાલવું પડશે.પારિવારિક મુદ્દો પર ધ્યાન દેવું બહુ જરૂરતમંદ રહેશે કારણકે પારિવારિક જીવનમાં ઉથલ પુથલ મચી રેહવાની સંભાવના છે.જ્યાં સુધી આર્થિક સ્થિતિ ની વાત છે ત્યાં સુધી એ મધ્યમ રૂપથી તમને ધન પ્રાપ્તિ નો યોગ દેખાડે છે.મહિનાના પૂર્વાધ માં સમસ્યા વધારે રહેશે.ઉત્તરાધ માં આવક માં વધારો થઇ શકે છે.કોઈના કોઈ ખર્ચા ચાલુ રેહવાની સંભાવના છે.લાંબી યાત્રાઓ તમને થકાળી દયે એવી હશે.નોકરીમાં કઠોર ચુનોતીઓ તમારું સ્વાગત કરશે તો વેપાર કરતા લોકોને વિદેશી માધ્યમ થી સારો લાભ મળે એવી સંભાવના છે.વિદ્યાર્થીઓ માટે મહિનાનો પૂર્વાધ સારો રહેશે અને એમાં તમને પોતાની શિક્ષા માં સારી સફળતા મળી શકે છે.પ્રેમ પ્રસંગ માટે મહિનાનો પૂર્વાધ અનુકુળ રહેશે.સબંધ માં તીવ્રતા આવશે.વૈવાહિક જીવન જીવી રહ્યા લોકો માટે ઘણી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.આરોગ્યને લઈને પણ તમારે સમસ્યા નો સામનો કરવા માટે તૈયાર રેહવું જોઈએ પરંતુ તમારું આત્મબળ એટલું કમજોર નથી.તમે બધીજ સમસ્યાનો નીડર બનીને સામનો કરશો જેનાથી તમે ઘણી બધી ચુનોતીઓ માંથી આસાની થી બહાર પણ આવી જશો.કારકિર્દી ની દ્રષ્ટિ થી આ મહિનો ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.આખો મહિનો દસમ ભાવમાં રાહુ મહારાજ બિરાજમાન રહેશે અને દસમ ભાવ નો સ્વામી ગુરુ મહારાજ દ્રાદશ ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી કાર્યક્ષેત્ર માં તમારે વ્યસ્તતા નો સામનો કરવો પડશે.તમારી ભાગદોડ ચાલુ રહેશે અને તમને એક પલ નો પણ આરામ નહિ મળે.જો યોધ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો પૂર્વાધ માં બહુ અનુકુળ રહેશે.પંચમ ભાવ ના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શુરુઆત થીજ પંચમ ભાવમાં બિરાજમાન રહીને તમને અભ્યાસ ની સાથે સાથે બીજી ગતિવિધિઓ માં પણ શામિલ રાખશે.
કર્ક
આ મહિનો કર્ક રાશિના લોકો માટે મધ્ય રૂપથી ફળદાયક રેહવાની સંભાવના છે.જ્યાં સુધી પોતાના કારકિર્દી ની વાત છે તો તમારે નોકરીમાં થોડી સમસ્યા નો સામનો કરવો પડશે અને એના માટે તમારી સાથે કામ કરતા સહકર્મચારીઓ નો સ્વભાવ અને એમનો તમારા પ્રત્ય ભાવ મહત્વપૂર્ણ રહેશે કારણકે એ લોકો તમારી વિરુદ્ધ જય શકે છે અને તમને પરેશાન કરવામાં એમની મહત્વપુર્ણ ભુમિકા હોઈ શકે છે.પરંતુ આ બધાના બાવજુદ તમારું પ્રદશન સારું રહેવાથી અને ઉત્કૃષ્ટ હોવાના કારણે તમારા વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ તમને મળશે જેનાથી તમારી સ્થિતિ સારી થઇ જશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર ચડાવ થી ભરેલો રેહવાની સંભાવના છે.દસમ ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શુરુઆત માં તમારા દ્રાદશ ભાવમાં રહેશે જેનાથી કાર્યક્ષેત્ર થી સબંધિત ભાગદોડ લાગી રહેશે.તમારે એક શહેર માંથી બીજા શહેર,એક રાજ્ય માંથી બીજા રાજ્ય,અથવા એક દેશ માંથી બીજા દેશ માં જવું પડી શકે છે.પરંતુ આ ભાગદોડ તમને આવનારા સમયમાં બહુ સારું ફળ આપશે.તમારી સાથે કામ કરવાવાળા સાથીદારો નો સ્વભાવ તમારા પ્રત્ય થોડો અનિશ્ચિત વાળો રહેશે.આ લોકો તમારી સામે તાઓ તમારા મિત્ર બનશે પરંતુ પાછળ થી તમને ખોદવાનું ચાલુ કરશે અને તમને પરેશાનીઓ માં નાખવામાં આ લોકોનું મહત્વપુર્ણ યોગદાન રહેશે એટલા માટે એમની સાથે તમારા મન ની વધારે વાત નહિ કરો અને તમારા કામ માં વધારે ધ્યાન આપો.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો તમારા માટે સારી સફળતા આપવાવાળો મહિનો સાબિત થઇ શકે છે.
સિંહ
આ મહિનો તમારા માટે મિલે જુલ વાળા પરિણામ લઈને આવી શકે છે.જ્યાં સુધી તમારા કારકિર્દી નો પ્રશ્ન છે તો નોકરી કરવાવાળા લોકોને એમના પ્રકારના શુભ પરિણામ મળી શકે છે.આ મહિને ખાલી તમને નહિ તો ઉન્નતિ મળી શકે છે,તમારા પગાર માં વધારાના યોગ પણ બનવાના છે.સરકારી ક્ષેત્ર ના લોકોને પણ સારો લાભ મળી શકે છે.વેપાર કરવાવાળા લોકોને પોતાના દિશા નિર્દશો ને શક્તિ થી પાલન કરવું પડશે આનાથી તમને વધારે સારા પરિણામ મળશે.પ્રેમ સંબંધો માં ઉતાર ચડાવ હોવા છતાં પ્રેમ માં વધારા ના યોગ બનશે,પરંતુ તમારા સ્વભાવને નિયંત્રણમાં રાખવું આવશ્યક રહેશે.વૈવાહિક સબંધો માટે ચુનૌતીપુર્ણ સમય રહેશે તો પણ તમે તમારી સમજદારી થી સ્થિતિ ને સંભાળી શકશો.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો સારી ઉપલબ્ધીઓ લઈને આવી શકે છે.આ મહિના તમારા દસમ ભાવ નો સ્વામી શુક્ર મહારાજ મહિનાની શુરુઆત માં ત્રીજા ભાવમાં રહેશે અને 13 ઓક્ટોમ્બર થી તમારા ચતુર્થ ભાવમાં આકાર દસમ ભાવને પૂર્ણ સપ્તમ દ્રષ્ટિ થી જોશે.જેંથી નોકરીમાં તમારી સ્થિતિ સારી રહેશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો તમારે થોડી ચુનોતીઓ નો સામનો તો કરવો પડશે કારણકે મંગળ ની દ્રષ્ટિ મહિનાની પૂર્વાધમાં તમારા પંચમ ભાવ ઉપર રહેશે,જેનાથી તમારું ધ્યાન આસપાસ માં ભટકી શકે છે,પરંતુ આ બધું હોવા છતાં તમે અભ્યાસ ને લઈને જાગરૂક રેહશો તમારા પંચમ ભાવનો સ્વામી ગુરુ મહારાજ દસમ ભાવમાં આખો મહિનો રહેવાનો છે પરંતુ 9 ઓક્ટોમ્બર થી એ વક્રી અવસ્થા માં આવી જશે જે તમને અભ્યાસ કરવા માટે વારંવાર પ્રરિત કરશે.
કન્યા
કન્યા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો મિશ્રણ પરિણામ લઈને આવશે.તમારે તમારા આરોગ્યનું ખાસ રીતે ધ્યાન રાખવાની જરૂરત પડશે કારણકે આ મહિને તમારું આરોગ્ય કમજોર રહી શકે છે અને તમે બીમારીની ચપેટ માં આવી શકો છો.તમારી રોગપ્રતિરોધક શક્તિમાં માં પણ કમી આવવાના સંકેત મળે છે.જેનાથી તમે કોઈપણ સંક્રમણ ની ચપેટ માં આસાની થી આવી શકો છો એટલા માટે આ આખો મહિનો તમારા આરોગ્યનું સારી રીતે ધ્યાન રાખે.જ્યાં સુધી કારકિર્દી ની વાત છે તો નોકરીમાં ઉતાર ચડાવ ની સ્થિતિ આવશે.તો પણ તમે સારી સ્થિતિ માં રેહશો વેપાર કરતા લોકોને એમની તેજ બુદ્ધિ નું પરિણામ મળશે.કારકિર્દીના દ્રષ્ટિકોણ થી આ મહિનો અનુકુળ રેહવાની સંભાવના છે.દસમ ભાવમાં મંગળ મહારાજ મહિનાની શુરુઆત માં રહેશે અને દસમ ભાવ નો સ્વામી બુધ મહારાજ તમારા પેહલા ભાવમાં પોતાની ઉચ્ચ રાશિ કન્યા માં સુર્ય અને કેતુ સાથે સ્થિત રહેશે.એના ઉપર દેવગુરુ ગુરુ ની પણ પુર્ણ દ્રષ્ટિ રહેશે.આનાથી તમે તમારી નોકરીમાં તમારી સુજ્બુજ નો પરિચય આપશો.તમારા હાજીર જવાબ અને તમારી કામ પ્રત્ય કુશળતા તમને સૌથી આગળ રાખશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો ચુનોતીઓ થી ભરેલો રહેશે.
[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]
તુલા
તુલા રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો સાવધાની થી ભરેલો મહિનો છે.નહિ ખાલી આરોગ્ય પરંતુ તમને આર્થિક રીતે પણ આ મહિને બહુ સાવધાની રાખવાની જરૂરત છે કારણકે મહિનાની શુરુઆત થીજ ખર્ચ નો ભાર અચાનક થી તમારી ઉપર આવી જશે.જેને સંભાળવો તમારા માટે ચૂનૌતીપુર્ણ રહેશે.કારકિર્દી ની વાત કરીએ તો નોકરીમાં બહુ વધારે વ્યસ્તતા રહેશે અને તમારી ભાગદોડ વધશે અને એક જગ્યાએ કામ કરવું થોડું મુશ્કિલ લાગશે,પરંતુ તમે તમારી મેહનત ચાલુ રાખશો.વેપાર કરવાવાળા લોકોને યાત્રાઓ ઉપર જવાનો મોકો મળશે અને આનંદ યાત્રાઓ થી એમને વેપાર માં સારા પરિણામ ની પ્રાપ્તિ થશે.વેપાર ના ઉદેશ થી આ મહિનો ઠીક થાક રહેવાનો છે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનામાં બહુ વધારે વ્યસ્તતા દેખાઈ રહી છે.છથા ભાવના સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો અષ્ટમ ભાવમાં બિરાજમાન રહેશે અને 9 ઓક્ટોમ્બર થી ફરીથી વક્રી અવસ્થા માં આવી જશે.રાહુ મહારાજ છથા ભાવમાં બિરાજમાન રહેશે તો મહિનાની શુરુઆત માં સુર્ય બુધ અને કેતુ પણ દદાસ ભાવમાં રહેશે.આનાથી નોકરીમાં તમારી વ્યસ્તતા વધશે તમારી ઉપર કામ નું દબાણ પણ રહેશે અને તમારી ભાગદોડ પણ વધશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો તમારી મેહનત ની જાંચ કરશે.તમારે બરાબર મેહનત કરવી પડશે.પંચમ ભાવના સ્વામી શનિ મહારાજ આખો મહિનો પંચમ ભાવમાંજ રહેશે.
વૃશ્ચિક
આ મહિનો વૃશ્ચિક રાશિના લોકો માટે અનુકુળ રેહવાની સંભાવના દેખાઈ રહી છે.આ મહિને વૃશ્ચિક રાશિના લોકો માટે અનુકુળ રેહવાની સારી સંભાવના દેખાઈ રહી છે.મહિનાનો પૂર્વાધ તો જરૂરત કરતા વધારે સારો રહી શકે છે કારણકે તમારી પાસે વધારે પડતા પૈસા આવવાના યોગ બનશે.પરંતુ મહિનાના ઉત્તરાધ માં ખર્ચ વધારે થઇ શકે છે.પારિવારિક સબંધ માં મીઠાસ રહેશે.આપસ માં હળીમળી ને રહેવામાં અને કડવું નહિ બોલવાથી પરિસ્થિતિઓ સંભાળી શકાય છે.કારકિર્દી ની વાત કરીએ તો નોકરીમાં તમને સારા સમાધાન મળશે.તમારે તમારા વરિષ્ઠ અધિકારીઓ ની કૃપા મેળવા માટે થોડા પ્રયાસ કરવા પડશે,કારણકે ઘણી જગ્યાએ એ તમારા થી નારાજ થઇ શકે છે.એવામાં એમનો વિશ્વાસ જીતવો તમારા માટે ચુનોતી રહેશે.ઘણા પ્રકારના લાભ મળશે અને વેપાર માં ઉન્નતિ નો સુખદ સંયોગ બનશે.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર ચડાવ થી ભરેલો રહેવાનો છે.દસમ ભાવ નો સ્વામી સૂર્ય મહારાજ મહિનાની શુરુઆત માં એકાદશ ભાવમાં બુધ અને કેતુ સાથે બિરાજમાન રહેશે અને એના ઉપર અષ્ટમ ભાવમાં બેઠેલો મંગળ અને સપ્તમ ભાવમાં બેઠેલો દેવગુરુ ગુરુ ની પુરી નજર હશે.મંગળ મહારાજ પણ અષ્ટમ ભાવમાં બિરાજમાન રહેશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો આ મહિનો તમને તેજ બુદ્ધિ નો ઉપયોગ કરીને બધાજ વિષય ને સારી રીતે સમજી શકશે.
ધન
આ મહિનો ધનુ રાશિના લોકો માટે બહુ વધારે ઉથલ પુથલ વાળો મહિનો રહેવાનો છે.મહિનાની શુરુઆત માંજ 6 ગ્રહોના પ્રભાવ તમારા દસમ ભાવ ઉપર હોવાથી કારકિર્દી માં ઉતસર્ન તમારી સ્થિતિ રહેશે.એવા માં,તમારે તમારા કાર્યસ્થળ પર સંભાળીને રેહવું પડશે કારણકે વાત વાત માં કોઈ એવી વાત બગડી શકે છે કે જેનાથી કાર્યક્ષેત્ર માં પરેશાની આવી શકે છે એટલા માટે તમારે સાવધાની રાખવી પડશે.બિઝનેશ કરતા લોકો ને પોતાની વેવસાયિક ભાગીદારી વાળા સાથે સબંધ બનાવી રાખવા ઉપર ધ્યાન દેવું પડશે,એમ વેપાર માટે સમય સારો રહેશે.પારિવારિક જીવનમાં તણાવ રહેશે અને ઘરના વડીલો ના આરોગ્ય ખરાબ થઇ શકે છે એના ઉપર ધ્યાન આપો અને ઘરમાં શનિ બનાવી રાખવા ની કોશિશ કરો.પ્રેમ સંબંધ માટે સારો સમય રહેશે અને તમે તમારા પ્રિયતમ સાથે લગ્ન ની વાત કરતા દેખાઈ દેશો એટલે કે લગ્ન કરવા માટે વિચાર કરી શકો છો.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઉતાર ચડાવ થી ભરેલો રહેવાનો છે.તમારા દસમ ભાવમાં સુર્ય,બુધ,કેતુ તો બિરાજમાન રેહસેજ એની ઉપર રાહુ ગુરુ અને મંગળ નો પ્રભાવ પણ રહેશે.આ પ્રકારે,એક સાથે 6 ગ્રહ તમારા દસમ ભાવને પ્રભાવિત કરશે જેના કારણે તમારે માટે કાર્યક્ષેત્ર માં બની રેહવું ખુબ મુશ્કિલ કામ હશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો મહિનાની શુરુઆત સારી રેહવાની છે.તમે તમારા અભ્યાસ માટે બહુ વધારે મહેનતી રેહશો અને બહુ વધારે જુનૂની પણ રહી શકો છો.
મકર
આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે અનુકુળ રેહવાની સંભાવના છે.ઓક્ટોમ્બર માં તમને આરોગ્ય લાભ થશે,પરંતુ તમારે તમારી પોતાની ભુલ ના કારણે પરેશાની ઉઠાવી પડી શકે છે કારણકે તમે તમારા આરોગ્ય પ્રત્ય લાપરવાહ રેહશો અને આ સ્થિતિ તમને બીમાર બનાવી શકે છે.કારકિર્દી વિષય માં તમને થોડા બદલાવ જોવા મળી શકે છે.એની સાથે,નોકરીમાં બદલાવ આવી શકે છે અને તમને કોઈ નવી નોકરી મળી શકે છે.જો તમે કોઈ સારી નોકરીમાં છો તો તમારો સ્થાણતર નો યોગ બની શકે છે.વેપાર કરતા લોકોને કઠિન ચુનોતીઓ નો સામનો કરીને આગળ વધવું પડશે અને આનાથીજ એમને વેપાર માં સફળતા મળવાનો યોગ બનશે.પ્રેમ સંબંધો માટે આ મહિનો અનુકુળ રહેસે અને તમારા લગ્ન થવાનો યોગ પણ બની રહ્યો છે એટલા માટે તમારી તરફ થી કોઈપણ ભુલ નહિ કરો.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો સારો રેહવાની સંભાવના છે કારણકે દસમ ભાવનો સ્વામી શુક્ર મહારાજ મહિનાની શુરુઆત માં દસમ ભાવમાંજ બિરાજમાન રહીને તમારા કામમાં સારી સફળતા આપશે.તમારી આસપાસ નો માહોલ પણ સારો રહેશે,ખાલી તમારે એક વાત નું ધય્ન રાખવાનું છે કે જો તમે બીજા લોકો સાથે ગપ્પા બાજી અને તમારી પર્સનલ વાત કોઈ નહિ કરીને તમારા કામ ઉપર ધ્યાન આપશે,તો આનાથી તમને તમારા કારકિર્દી માં સારા પરિણામ મળશે.એની સાથે,કોઈ ની પણ સાથે ઝગડા અથવા વિવાદ થી બચો.છથા ભાવનો સ્વામી બુધ મહારાજ મહિનાની શુરુઆત માં તમારા નવમ ભાવમાં અને એના પછી 10 ઓક્ટોમ્બર થી દસમ ભાવમાં પ્રવેશ કરશે એટલા માટે કાર્યક્ષેત્ર માં તમારે બદલાવ નો સામનો કરવો પડી શકે છે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો,પંચમ ભાવ નો સ્વામી શુક્ર મહારાજ મહિનાની શુરુઆત માં જ દસમ ભાવમાં બિરાજમાન થશે અને પંચમ ભાવમાં ગુરુ મહારાજ સ્થિત રહેશે.
કુંભ
કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો સાવધાની રાખવાવાળો રહેશે.સૌથી પેહલા તો તમારે તમારા આરોગ્ય વિશે સાવધાની રાખવી પડશે જે મહિનાની શુરુઆત માંજ કમજોર રેહવાની છે.પરંતુ,મહિનાના શુરુઆત માં આરોગ્યમાં સુધાર ના સંકેત દેખાઈ છે.ત્યાં,કારકિર્દી મામલામાં તમને સારા પરિણામ તો મળશે,પરંતુ નોકરીમાં બદલાવ આવી શકે છે.વેપાર કરતા લોકોને મહિનાના અંતમાં ચુનોતીઓ નો સામનો કરવો પડશે,પરંતુ આ દરમિયાન તમને સફળતા મળી શકે છે.પ્રેમ સંબંધ માં તણાવ ની સ્થિતિ બની રહી શકે છે.વૈવાહિક જીવનમાં થોડી મુશ્કેલી રહેશે,એવા માં,સસુરાલ લા લોકો થી કહાસુની થી બચવુંજ સારું રહેશે.આર્થિક રીતે ચુનોતીઓ વધારે રેહવાની છે એટલા માટે આ મહિને તમારે સાવધાની રાખવી પડશે.વિદ્યાર્થી વર્ગ ને ચુનોતીઓ પછી સફળતા મળી શકે છે.એની સાથે,વિદેશ યાત્રા ના યોગ બની શકે છે અને તમે કોઈ સંપત્તિ ખરીદવામાં કામયાબ થઇ શકો છો.કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો મધ્યમ રૂપથી ફળદાયક રહેવાનો છે.દસમ ભાવ ના સ્વામી મંગળ મહારાજ મહિનાની શુરુઆત માંજ તમારા પંચમ ભાવમાં મિથુન રાશિમાં બિરાજમાન રહેશે છતાં દેવગુરુ ગુરુ ની નજર દસમ ભાવ ઉપર રહેશે.એની સાથે,9 ઓક્ટોમ્બર ગુરુ વક્રી દ્રષ્ટિ થી દસમ ભાવને જોશે છતાં તમારી રાશિ સ્વામી શનિ મહારાજ પેહલા ભાથી વક્રી દ્રષ્ટિ થી દસમ ભાવને જોશે.જો વિદ્યાર્થીઓ ની વાત કરીએ તો પંચમ ભાવનો સ્વામી બુધ મહારાજ મહિનાની શુરુઆત માં અસ્ત અવસ્થા માં અષ્ટમ ભાવમાં સુર્ય અને કેતુ ની સાથે બિરાજમાન રહેશે.
મીન
આ મહિનો મીન રાશિના લોકો માટે સામાન્ય રીતે ફળદાયક રહેવાનો છે.આર્થિક ચુનોતીઓ તમને થોડી પરેશાનીઓ માં નાખી શકે છે કારણકે ખર્ચ નિયંત્રણ થી બહાર થઇ શકે છે.આરોગ્યના દ્રષ્ટિકોણ થી ઉતાર ચડાવ સ્થિતિ બની રહેશે એટલા માટે આરોગ્ય ઉપર પણ ધય્ન આપવું પડશે.કારકિર્દી માં સ્થિતિઓ ઠીક થાક રહેશે.પોતાના સહકર્મીઓ સાથે સારો વૈવહાર તમને નોકરીમાં મજબુતી આપશે.વેપાર કરતા લોકોને થોડી મૂંઝવણ ની સ્થિતિ નો સામનો કરવો પડશે અને ઘણા મામલા માં સમજદારી અને વિશેષયજ્ઞ ની સલાહ લેવી સારું રહેશે કારણકે અનાથીજ વેપાર ને સફળ બનાવી શકશો.કારકિર્દી દ્રષ્ટિકોણ થી આ મહિનો સામાન્ય રેહવાની સંભાવના છે કારણકે દસમ ભાવનો સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો તમારા ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે અને 9 ઓક્ટોમ્બર થી વક્રી અવસ્થા માં પણ આવી જશે.એવા માં,તમારે તમારે ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથે સારો વૈવહાર કરવો જોઈએ કારણકે ગુરુ ની વક્રી અવસ્થા માં એજ તમારી મદદ કરશે એટલા માટે એમનો સારો વૈવહાર તમારા કાર્યક્ષેત્ર માં પોતાની પ્રદશન સારું બનાવામાં મદદ કરશે.જો વિદ્યાર્થી ની વાત કરીએ તો આ મહિનો તમને સારી સફળતા દેવડાવી શકે છે,પરંતુ તમારે લડાકુ બનવું પડશે.
[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]











