...

રાજકોટ સમાચાર: શેરબજારમાં નાણાં ગુમાવ્યા બાદ રત્નકલાકારનો આપઘાત

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. બાપા સીતારામ સોસાયટીમાં રહેતા 28 વર્ષીય રત્નકલાકાર અમિત મુકેશભાઈ ભટ્ટે શેરબજારમાં થયેલા નુકસાનને કારણે આપઘાત કર્યો છે. શેરબજારમાં રૂ. 6.50 લાખ ગુમાવ્યા બાદ દેવામાં ડૂબી ગયેલા અમિતે દેવું ભરપાઈ કર્યા બાદ પણ આર્થિક નુકસાનની ચિંતામાં રહેતા હતા.

આજે બપોરે લગભગ ત્રણ વાગ્યાના સુમારે અમિતે પોતાના ઘરે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાધો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ, અમિત ભટ્ટ બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતા અને અપરિણીત હતા. તેઓ પિતા સાથે હીરા ઘસવાનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. શેરબજારમાં મોટું નુકસાન થયા બાદ તેમણે દેવું તો ચૂકવી દીધું હતું, પરંતુ નાણાકીય નુકસાનની ચિંતા તેમને સતત સતાવતી હતી.

સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ દુઃખદ ઘટનાથી સમગ્ર પરિવારમાં શોક અને અરેરાટીની લાગણી છવાઈ ગઈ છે. આજીડેમ પોલીસે આ ઘટના અંગે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨