...

બુધ વક્રી 2024: ‘ગ્રહોના રાજકુમાર’ની ચાલ થઈ ઊંધી, આ રાશિઓની થઈ ગઈ મોજ-મજા

 

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

બુધ ગ્રહને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. નક્ષત્રો અનુસાર ટૂંક સમયમાં રાજકુમારની ચાલ વક્રી થવાની છે. રાજકુમાર આ સમયે મંગળની રાશિ વૃશ્ચિકમાં સ્થિર થયેલો છે. એટલે કે જ્યારે બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે રાજકુમાર વક્રી ચાલ એટલે કે ઊંધી ચાલ શરૂ કરશે. જ્યારે રાજકુમારની ચાલ ઊંધી થશે ત્યારે કેટલીક રાશિઓની મોજ-મજા થઈ જશે. તો ચાલો જાણીએ કે કઈ-કઈ રાશિઓ પર પ્રતિકૂળ અસર પડશે અને કોનું ભાગ્યોદય થશે.

વૃશ્ચિક રાશિ

આ સમય વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ છે. આ સમયગાળા દરમિયાન જ્યાં સુધી બુધ એટલે કે ગ્રહોના રાજકુમારની ચાલ વક્રી રહેશે ત્યાં સુધી વૃશ્ચિક રાશિના લોકોના માન-સન્માનમાં ખૂબ વૃદ્ધિ થશે. આ દરમિયાન મિત્રોની તરફથી મદદ મળશે જેનાથી આ રાશિના જાતકોને ભરપૂર લાભ મળી શકે છે. તેથી જો કોઈ વ્યક્તિ શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલ હોય તો તેમને લાભ મળી શકે છે. વૃશ્ચિક રાશિના લોકો માટે સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સમય ખૂબ શુભ છે. ગ્રહોની ચાલ બતાવે છે કે વૃશ્ચિક રાશિના લોકોની જૂની બીમારી દૂર થઈ શકે છે. આ ઉપરાંત આર્થિક સ્થિતি સારી રહેશે.

વૃષભ રાશિ

જ્યારે બુધ વૃશ્ચિક રાશિમાં વક્રી થશે ત્યારે કેટલાક વ્યવસાયિકોને તરત જ તેનો લાભ દેખાશે. આમાં શિક્ષક, કોચ, કન્સલ્ટન્ટ, થેરાપિસ્ટ, સલાહકાર, વકીલ, અભિનેતા અને વક્તાઓને કારકિર્દી અથવા તેમના ક્ષેત્રમાં સફળતા મળશે. આ સમયમાં વૃષભ રાશિના જાતકો ખૂબ પૈસા કમાશે, અને જો તમે બિઝનેસમેન છો તો તમને તમારા પાર્ટનરનો પૂરો સાથ મળશે. ગ્રહોની ચાલને જોતાં આ સમય વૃષભ રાશિના જાતકો માટે પૈસા કમાવવા માટે ખૂબ જ યોગ્ય સમય છે.

સિંહ રાશિ

બુધના વક્રી થવાથી સિંહ રાશિના લોકો માટે આ સમય ખૂબ યોગ્ય બની ગયો છે. ગ્રહોની ચાલને જોઈએ તો આ સમયે સિંહ રાશિના જાતકો તેમના ઘરનું રિનોવેશન કરાવી શકે છે. ગ્રહોની ચાલને જોતાં એવું લાગે છે કે વૃષભ રાશિના જાતકો લક્ઝરી લાઇફ જીવવા માટે ખૂબ પૈસા ખર્ચ કરી શકે છે.

[whatsapp_group link=”https://chat.whatsapp.com/BfJEIyk9Zyl63Bdvnj805I” text=”જોડાઓ જો બકા વૉટ્સએપ ગ્રુપમાં”]

Subscribe to our Newsletter

Subscribe to our email newsletter to get the latest posts delivered right to your email.
Pure inspiration, zero spam ✨