Shukra-Surya Yuti 2025 June: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક ગ્રહના ગોચરની દેશ-દુનિયાની સાથે માનવ જીવન પર પણ અસર પડે છે. ક્યારેક કોઈ રાશિમાં અમુક ગ્રહોની યુતિ પણ બને છે. ગ્રહોની યુતિ પણ મેષથી લઈને મીન રાશિને પ્રભાવિત કરે છે. જૂન મહિનામાં સૂર્ય-શુક્રની યુતિ બનશે. સૂર્ય-શુક્રની યુતિથી કેટલીક રાશિઓને શુભ ફળોની પ્રાપ્તિ થશે. ગ્રહોના રાજા સૂર્યને માન-પ્રતિષ્ઠા અને સુખ-સમૃદ્ધિના કારક માનવામાં આવે છે. જ્યારે શુક્ર પણ ધન, વૈભવ અને સંપદા વગેરેના કારક માનવામાં આવે છે. શુક્ર અને સૂર્યની યુતિથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થશે. જાણો શુક્ર-સૂર્યની યુતિ કઈ રાશિઓ માટે રહેશે શુભ-
1. વૃષભ રાશિ:
જૂનમાં શુક્ર અને સૂર્યની યુતિથી વૃષભ રાશિના જાતકોને ફાયદો થશે. આર્થિક લાભના નવા અવસરો પ્રાપ્ત થશે. નોકરી કરતા જાતકોને બદલાવની નવી તકો મળી શકે છે. વૈવાહિક જીવન સુખદ રહેશે. ધનની બચત કરવામાં સફળ રહેશો. કોઈ શુભ સમાચારની પ્રાપ્તિ સંભવ છે.
2. કન્યા રાશિ:
કન્યા રાશિના જાતકો માટે શુક્ર-સૂર્યની યુતિ લાભદાયી રહેશે. ભાગ્યનો સાથ મળશે. ભાગ્યવશાત્ કેટલાક કામો બનશે. કાર્યોની વિઘ્ન-બાધા દૂર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. આવકના નવા સ્ત્રોત બનશે અને જૂના માર્ગોથી પણ રૂપિયા-પૈસાનું આગમન થશે.
3. વૃશ્ચિક રાશિ:
વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર-સૂર્યની યુતિ લાભકારી સાબિત થશે. કરિયરમાં સફળતા મળવાના યોગ છે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે અને પરિવારજનો સાથે સારો સમય પસાર કરી શકશો. કાર્યસ્થળ પર નવી જવાબદારી કે ભૂમિકા ભજવવાની તક મળી શકે છે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. વ્યાપારિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત થશે.